સની દેઓલની આ પ્રેમિકા અત્યારે પણ લાગે છે ખુબ જ ખુબસુરત,ફોટા જોઇને તમને પણ લાગશે નવાઈ……….

Boliwood

બોલીવૂડમાં ઘણા જાણીતા અભિનેતા રહ્યા છે જે હમેશા પોતાના અભિનય માટે વધારે લોકપ્રિય થઇ ગયા છે.જયારે કેટલાક અભિનેતાઓ પ્રેમ સબંધોને લઈને વધારે ચર્ચામાં રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડના દરેક સ્ટાર્સ પ્રેમ સબંધોના કિસ્સાઓમાં ચોક્કસ રીતે જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં જો અભિનેતા સન્ની દેઓલની વાત કરવામાં આવે તો તે ફિલ્મોમાં તો ઘણા તેજસ્વી અભિનય અને એક્શન સાથે જોવા મળે છે.

પરંતુ અભિનેતા સની દેઓલ વાસ્તવિક જીવનમાં ઘણા રોમાન્ટિક રહ્યા છે.તમને જણાવી દઈએ કે સની દેઓલે 1984 માં ફિલ્મ બેટાબથી પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં જાણીતી અભિનેત્રી અમૃતા સિંહ પણ સાથે જોવા મળી હતી.આ ફિલ્મને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી.આ ફિલ્મો ઉપરાંત સનીએ 90 ના દાયકામાં ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે.

આ દાયકામાં સનીએ રાજ કુમાર સંતોષી દિગ્દર્શિત ફિલ્મ ઘાયલમાં પણ જોવા મળ્યા હતા.આ પછી ડર ઘાતક,ઝિદી,બોર્ડર જેવી ઘણી ફિલ્મોમાં સતત જોવા મળ્યા હતા.આજે પણ બોલીવૂડમાં તેમનું એક અલગ જ નામ રહ્યું છે.તમને જણાવી દઈએ કે સની દેઓલની ફિલ્મી કારકિર્દી જેવી સફળ રહી છે તેવી જ રીતે તેમનું અંગત જીવન પણ ઘણું રસપ્રદ રહ્યું છે.

આવી સ્થિતિમાં આજે તમને સની દેઓલના અંગત જીવન સાથે જોડાયેલી અમુક બાબતો જણાવી રહ્યા છીએ.સની દેઓલ પણ અભિનયની સાથે સાથે અફેરની બાબતમાં પણ આગળ રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતાની એક ગર્લફ્રેન્ડ પણ હતી,જે હાલમાં 60 વર્ષની થઇ ગઈ છે,પરંતુ તેની સુંદરતા 23 વર્ષની અભિનેત્રી જેવી લાગી રહી છે.આટલું જ નહિ પરંતુ આજે પણ પોતાના હોટ લૂકથી લાખો ચાહકોને પોતાની તરફ ખેંચી રહી છે.

એક સમય એવો હતો જ્યારે સની સાથે બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે કામ કરવા માંગતી હતી.આટલું જ નહિ પરંતુ તેમના અભિનયને ઘણી અભિનેત્રીઓ પણ પસંદ કરતી હતી.આ બધામાં પરિણીત બોલિવૂડની જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા તેમના પ્રેમમાં પડી ગઈ હતી.દરેક વ્યક્તિ જાણે છે કે ડિમ્પલ કાપડિયા બોલીવૂડના જાણીતા અને સુપરસ્ટાર રાજેશ ખન્નાની પત્ની છે.

1980 માં સન્ની દેઓલ એક મજબૂત અભિનેતા માનવામાં આવતો હતો.આ સમયે ડિમ્પલ કાપડિયાના તેમને પસંદ કરવા લાગી હતી.સન્ની અને ડિમ્પલે સૌ પ્રથમ ફિલ્મ મંજિલ-મંઝિલમાં કામ કર્યું હતું.તમને જણાવી દઈએ કે સની અને ડિમ્પલ એક સાથે કામ કરીને આ ફિલ્મને ઘણી હીટ સાબિત કરી હતી.જયારે લોકો પણ તેમની આ જોડીને પસંદ કરવા લાગ્યા હતા.

જ્યારે લોકો વધારે પસંદ કરવા લાગ્યા તેમ દિગ્દર્શકોએ આ જોડીને વધારે ફિલ્મોમાં બતાવવાની કોશિસ કરી.આ પછી બંને અર્જુન,આગા ગોલા,નરસિંહ અને ગુણા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.તમને જણાવી દઇએ કે એક સમયે સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાના અફેરની ચર્ચા થઈ હતી.તે સમયના સમાચારો અનુસાર ફિલ્મોમાં પ્રેમ કરતી વખતે આ સન્ની અને ડિમ્પલે વાસ્તવિક જીવનમાં પણ એક બીજાને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું હતું.

એવું કહેવામાં આવે છે કે જ્યારે બંનેના અફેર હતા ત્યારે ડિમ્પલ તે સમયે રાજેશ ખન્નાથી દૂર જ રહી હતી.અભિનેતા સન્ની દેઓલે પણ નવું લગ્ન જીવન જીવી રહ્યો હતો.અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ બંનેની લવ સ્ટોરી 11 વર્ષ સુધી ચાલી હતી.પોતે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હોવા છતાં એકબીજાને પ્રેમ કરતા રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમનો પ્રેમ અફેરની વાતો ફરી સામે આવી છે.જ્યારે તે બંને એકબીજા સાથે લંડનમાં ફરતા જોવા મળ્યા હતા.જે બંને એક સાથે જોવા મળ્યા હતા.તેમનો આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.ઘણા સમયથી તો બંને એકબીજાથી ઘણા દૂર રહેતા આવ્યા છે,પરંતુ આ ફોટાને જોયા પછી એવું લાગી રહ્યું છે કે આજે પણ તે એકબીજાને પ્રેમ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *