સરકારી નોકરી છોડીને શરૂ કરી કુવરપાઠાની ખેતી,હવે દર મહીને કરે છે આટલા રૂપિયાની કમાણી…….

Uncategorized

આજના સમયમાં દરેક વ્યક્તિ સારી નોકરી કરવા માંગે છે.આટલું જ નહિ પરંતુ સરકારી નોકરીની વાત કરવામાં આવે તો તે નોકરી પ્રાપ્ત કરવા માટે તો ઘણા લોકો રાત દિવસ મહેનત પણ કરતા હોય છે.ત્યારે ઘણા ઓછા લોકોને સરકારી નોકરી પ્રાપ્ત થતી હોય છે.આજ સુધી એવું ઘણું ઓછુ સાંભળવા મળ્યું હશે કે સરકારી નોકરીને છોડીને અમુક વ્યક્તિએ ખેતી કામ સાથે જોડાઈ ગયો હોય.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ,જે એક સરકારી નોકરીને છોડીને એલોવેરાની ખેતી કરવા લાગ્યો છે.આટલું જ નહિ પરંતુ તેમાં ઘણી સફળતા પણ પ્રાપ્ત કરી છે.અને આજે કરોડો રૂપિયાની આવક પણ મેળવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે એલોવેરાની ખેતી માટે સરકારી નોકરીને ત્યજનાર વ્યક્તિનું નામ હરીશ ધનદેવ છે.

હરીશ ધનદેવ સામાન્ય રીતે રાજસ્થાનના જેસલમેરના રહેવાસી છે.તે સરકારી નોકરી કરતા હોવા છતાં તે કઈ અલગ કરવા માંગતા હતા.આવી સ્થિતિમાં અંતે પોતે એલોવેરાની ખેતી શરૂ કરી નાખી હતી.બસ આજે આજ ખેતીએ તેમને કરોડપતિ બનાવી દીધો છે.એવું કહેવામાં આવે છે કે 2012 માં હરીશ જયપુરથી બીટેક કર્યું હતું.આ પછી એમબીએ પણ કર્યું હતું.

જયારે તેમનો અભ્યાસ પૂર્ણ થયો ત્યારે તેમને નગરપાલિકામાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી પ્રાપ્ત થઇ ગઈ હતી.પરંતુ એવું કહેવામાં આવે છે તે પોતે ખેડુત પરિવારમાંથી હોવાથી તે હમેશા ખેતી કરવા માંગતો હતો.જેથી આખરે પોતાની નોકરી છોડવાનું મન બનાવી લીધું હતું.તમને જણાવી દઈએ કે હાલમાં ઔષધીય વનસ્પતિઓની માંગમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે.

આવી સ્થિતિમાં તો એલોવેરા ખૂબ જ લોકપ્રિય નામ છે.તેના અસંખ્ય ફાયદો તો દરેક લોકો જાણે છે.સામાન્ય રીતે એલોવેરાનો ઉપયોગ દવાથી લઈને ત્વચાની સારવાર માટે પણ કરવામાં આવે છે.એલોવેરાની માંગ દેશમાં જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધારે રહી છે.જયારે આ યુવક પાસે પોતાની ખેતી અને પૂરતું પાણી પણ હતું.

આ પછી પોતે એક વ્યક્તિને મળીને એલોવેરાની ખેતી કરવાની દરેક સલાહ લીધી હતી.આ પછી પહેલા 120 એકર જમીનમાં બેબી ડેન્સિસ નામના એલોવેરાની વિવિધતા ઉગાડવાનું નક્કી કર્યું.જેમાં આશરે 80 હજાર એલોવેરા પ્લાન્ટ્સથી શરૂઆત કરી હતી,જયારે તે વધીને ઘણા ઓછા સમયમાં તેની સંખ્યા 7 લાખથી પપન વધારે થઇ ગઈ હતી.

એવું કહેવામાં આવે છે કે પહેલા પણ આની ખેતી કરી હતી,પરંતુ તેનુ યોગ્ય વેચાણ થયું ન હોવાથી સફળતા પ્રાપ્ત થઇ ન હતી.આવી સ્થિતિમાં આ વખતે પહેલા માર્કેટિંગ કુશળતા અપનાવી હતી.હરીશ એવું જણાવી રહ્યો છે કે નોકરી છોડ્યા બાદ પણ ઘરમાં કોઈ મુશ્કેલી ન હતી.પરંતુ તેને પોતાને સાબિત કરવાનો પડકાર હતો.2013 માં તેણે 10 બિઘા સાથે એલોવેરાની ખેતી શરૂ કરી હતી.

હાલમાં આ યુવક 700 બિઘામાં એલોવેરાની ખેતી કરી રહ્યો છે.જેમાં અમુક જમીન માલિકીની છે અને બાકીની જમીન લીઝ પર લેવામાં આવી છે.જયારે બીજી બાજુ પતંજલિના ઉત્પાદનોએ પણ આ તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું.એવું કહેવામાં આવે છે કે પતંજલિ નિષ્ણાંતોએ એલોવેરાના પાંદડાની માંગ કરી હતી.આટલું જ નહિ પરંતુ બે વર્ષથી એલોવેરા પલ્પ પતંજલિ આયુર્વેદને સપ્લાય કરે છે.

એવું કહેવામાં આવે છે કે આ યુવકે હાલમાં જેસલમેરથી 45 કિમી દૂર ધીરમાં ‘નેચરલ એગ્રો’ નામની કંપની શરૂ કરી છે.અહીં તેણે એલોવેરા પલ્પના પ્રોસેસિંગ માટે એકમ સ્થાપ્યું છે.એલોવેરા સપ્લાયમાંથી હરીશનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં થાય છે.આજે તે દિવસે દિવસે વધારે સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે.અને બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *