સલમાન ખાનનું પનવેલ વાળું ફાર્મ હાઉસ છે ખુબ જ ખુબસુરત,અંદરની તસ્વીરો જોઇને તમને પણ ગમી જશે………

Boliwood

દેશમાં હાલ કોરોનાનો માહોલ ઉભો છે જેના લીધે મોટાભાગના લોકો હવે પોત પોતાના ઘરોમાં કેદ થઈને કામ કરી રહ્યા છે.જયારે બોલીવૂડ સ્ટાર્સની વાત કરવામાં આવે તો તે પણ પોતાના ઘરોમાં રહીને કોરોના સામે લડત લડી રહ્યા છે.તમને જણાવી દઈએ કે હાલમાં જે કોરોનાની બીજી લહેર ઉભી થઇ છે જેના લીધે ઘણા એવા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ છે.

આવી સ્થિતિમાં જો બોલીવૂડ સ્ટાર્સ સલમાન ખાનની વાત કરવામાં આવે તો તે ગયા વર્ષે જેમ જ હાલમાં પણ પનવેલ ફાર્મહાઉસમાં વધારે સમય પસાર કરતા જોવા મળ્યા છે.તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જયારે લોકડાઉન થયું હતું ત્યારે પનવેલ ફાર્મહાઉસની તેમની કેટલીક મહાન તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળી હતી.

આજે તમને તેમના આ વૈભવી ફાર્મહાઉસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે સલમાન ખાનના આ પનવેલ ફાર્મહાઉસનો પ્રવેશદ્વાર ખૂબ જ ભવ્ય છે.એવું કહેવામાં આવે છે કે સલમાન ખાને આ મુખ્ય દરવાજા પર તેની પ્રિય બહેન અર્પિતા ખાનનું નામ લખ્યું છે.આટલું જ નહિ પરંતુ દરવાજાની આજુબાજુ ઘણી લીલોતરી પણ લગાવી છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે સલમાન ખાનનું આ પનવેલ ફાર્મહાઉસ દરેક સુવિધાઓથી સજ્જ છે.દરેક વ્યક્તિ જાણે છે કે અભિનેતા સલમાન પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખે છે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાર્મ હાઉસમાં એક મોટું જીમ બનાવ્યું છે જ્યાં સલમાન વર્કઆઉટ કરતા રહે છે.આ ફર્મમાં ભાઈ જાને કેટલાક ઘોડાઓ પણ રાખ્યા છે.

તમે પણ સોસીયલ મીડિયા પર જોયું હશે કે સલમાન અમુક સમયે ઘોડાની સવારી કરતા જોવા મળે છે.તમને જણાવી દઈએ કે આ વૈભવી ફાર્મ હાઉસમાં ઘોડેસવારી માટેનો ટ્રેક પણ બનાવ્યો છે.એવું કહેવામાં આવે છે કે સલમાન ખાનને ખેતીનો પણ ખૂબ શોખ છે,જ્યારે પણ તે તેના ફાર્મ હાઉસમાં હોય છે ત્યારે તે ખેતરોમાં પણ કામ કરે છે.

એક તસ્વીરમાં સલમાન ખાન તેના ખેતરોમાં ડાંગર રોપતો હોય તેવું જોવા મળ્યું હતું.જે તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી.આ ફાર્મ હાઉસમાં એક મોટો બગીચો છે પણ છે.જે આ ફાર્મ હાઉસની સુંદરતામાં ઘણો વધારો કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ બગીચામાં સલમાન ખાન તેના પરિવાર સાથે સમય પસાર કરતો હોય છે.

સલમાન ખાન પોતાના ફાર્મ હાઉસમાં સાયકલ ચલાવતા પણ ઘણીવાર જોવા મળે છે અને તેના ફાર્મ હાઉસમાં એક ખૂબ જ સુંદર સ્વિમિંગ પૂલ પણ છે જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.તમને જણાવી દઈએ કે સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ બહારથી જેટલું ભવ્ય છે તેના કરતા પણ અંદરથી વધારે ભવ્ય છે.

આવી જ રીતે સલમાન પોતાનો મોટા ભાગનો સમય પોતાના ફર્મમાં પસાર કરે છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મ રાધેય ઓટીટી પ્લેટફોર્મ અને બીજા ઘણા દેશોના થિયેટરોમાં રીલીઝ થઇ છે.જે હાલમાં જોરદાર કમાણી કરી રહી છે.હાલમાં સાલમના તેમની આ ફિલ્મને લઈને બધારે હેડલાઇન્સમાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *