સલમાન ખાન સાથે દેખાયેલી આ નાની બાળકી હવે થઇ ગઈ છે મોટી અને બની ગઈ છે ફેમસ અભિનેત્રી……..

Boliwood

બોલીવૂડ એક એવું સ્થાન છે જ્યાં કલાકારો રાતોરાત સ્ટાર બની જાય છે તો ઘણા સ્ટાર્સ વધારે મહેનત કરીને પણ પોતાની એક ઓળખ બનાવી શકતા નથી.આવી જ રીતે જો બોલીવૂડની જાણીતી અને વધારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી આલિયા ભટ્ટની વાત કરવામાં આવે તો તે એક એવી અભિનેત્રી છે જેણે ઘણા ઓછા સમયમાં સારી સફળતા પ્રાપ્ત કરી છે.

તમને જણાવી દઈએ કે સલમાન અને આલિયાના નામની હાલના સમયમાં ઘણી ચર્ચાઓ થતી જોવા મળી રહી છે.તેનું કારણ એવું છે કે તેમના ચાહકો હમેશા એકબીજાને સાથે ફિલ્મી પડદે જોવા માંગતા હતા.અને આ હવે સંજય લીલા ભણસાલી ફિલ્મ ઈન્શાઅલ્લાહથી શક્ય બની રહ્યું છે.એટલે કે સલમાન અને અલીયા હવે એકસાથે ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મમાં બંને સ્ટાર્સ મુખ્ય પાત્રમાં જોવા મળશે,પરંતુ આ પહેલીવાર ફિલ્મ પડદે સાથે જોવા મળશે.આલિયાની વાત કરવામાં આવે તો તેણે ખૂબ જ ટૂંકા ગાળામાં કેટલીક ફિલ્મો આપી છે,જેના કારણે શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં સામેલ થઇ ગઈ છે.તમને જણાવી દઈએ કે આજના સમયમાં સલમાન અને આલીયાના બચ્ચે આશરે 27 વર્ષનો તફાવત છે.

તમને જણાવી દઈએ કે જ્યારે સલમાને 1988 માં તેની પત્ની સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે આલિયાનો જન્મ પણ થયો ન હતો,તો હવે તમે અનુમાન કરી શકો છો કે આ બંનેની ઉંમરમાં કેટલો તફાવત હશે.પરંતુ હવે આ બંને ઈન્શલ્લાહમાં સાથે લીડ ભૂમિકામાં જોવા મળશે.આ અહેવાલો પછી આ બંને ઘણા ચર્ચામાં આવવા લાગી ગયા છે.

તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક જૂની તસવીર પણ સામે આવી છે જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.તમને જણાવી દઈએ કે સલમાન આ તસવીરમાં કેટલાક બાળકો સાથે જોવા મળી રહ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોટોમાં આલિયા સલમાનની સાથે જોવા મળી રહી છે.પરંતુ વધારે કોઈ સચ્ચાઈ સામે આવી નથી,કે આ ફોટો અલીયાની છે.

જયારે બીજી બાજુ સલમાન ખાને ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ વિશે માહિતી શેર કરી હતી કે તે ભણસાલી સાથે કામ કરી રહ્યો છે.તે આશરે 20 વર્ષ પછી આમની સામે કામ કરી રહ્યો છે.તે હવે અલીયા સાથે ઇન્શાઅલ્લાહમાં જોવા મળશે.જયારે આલિયાએ પણ ટ્વિટર પર ભણસાલી સાથે કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

જયારે બીજા ટ્વીટમાં આલિયાએ એવું પણ જણાવ્યું હતું કે જયારે પોતે 9 વર્ષની હતી ત્યારે સંજય લીલા ભણસાલીની ઓફિસમાં પહેલીવાર ગઈ હતી.પરંતુ આજે તેમની ફિલ્મમાં કામ કરવાની એક તક મળી છે.અને તેમની આગામી કેટલીક ફિલ્મ પર કામ કરીશ.એવું જણાવ્યું હતું.તમને જણાવી દઈએ કે ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે હજી સુધી કોઈ ખુલાસો નથી.જયારે આ ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *