સલામ છે આ પોલીસકર્મીને: સવારે માંએ કર્યો અંતિમ સંસ્કાર અને સાંજે કર્યું એવું કામ છે 2100 લોકોની આવી રીતે બચાવી જાન………

Uncategorized

સમગ્ર દેશમાં આજે કોરોના મહામારી યથાવત જોવા મળી રહી છે.દેશમાં ઉભી થયેલી કોરોનાની બીજી લહેર વધારે ઘાતક સાબિત થઇ છે.જેથી સંમગ્ર માનવ જીવનમાં હાલમાં વધારે પરેશાન છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યથી માંડીને કેન્દ્ર સરકાર પણ આ મહામારી સામે લડવા માટે અનેક પગલા લઇ રહી છે.અને જરૂરી સૂચનાઓ પણ લોકોને આપવામાં આવી રહી છે.

કોરોનાને કારણે ઘણા લોકોના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે.ઘણા પરિવારોના સભ્યો કોરોનાને કરીને પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.જયારે દેશના દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી પડી છે. આવી સ્થિતિમાં દેશના કેટલાક નેતાઓ અને અભિનેતાઓ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ સામાન્ય વ્યક્તિ પણ શક્ય મદદ કરતો જોવા મળી રહ્યો છે.

દેશની હાલત હાલમાં એટલી ગંભીર થઇ છે કે બીજા દેશ પણ ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે.દરેક વ્યક્તિ શક્ય તમામ કોશિસ કરીને જલ્દી કોરોના સામે જીત હંસલા કરવા માંગે છે.જયારે દેશની પોલીસ પણ ઘણા સમયથી ઉભા પગે જોવા મળી રહી છે.આજે તમને એક પોલીસ કર્મચારી વિષે જણાવી રહ્યા છીએ,જે પોતાના દુખ ભૂલીને બીજાના જીવ બચાવતો જોવા મળ્યો છે.

તને જણાવી દઈએ કે આ પોલીસકર્મી પોતાની પીડા ભૂલીને પૂરથી પ્રભાવિત લોકોની મદદ કરી છે.આ ઓડિશાના એક જિલ્લાનો પોલીસકર્મી છે.જેણે સવારે તેની 85 વર્ષની માતાની અંતિમ સંસ્કાર કર્યો હતો.પરંતુ સાંજ થતા પૂરગ્રસ્ત લોકોની મદદ કરતો જોવા અડ્યો હતો.તમને જણાવી દઈએ કે આ પોલીસકર્મીઓ 2019 અને 2020 ચક્રવાત દરમિયાન પણ લોકોને મદદ કરી હતી.

તાજેતરના ચક્રવાત યાસથી અસરગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી હતી.એવું કહેવામાં આવે છે કે આ પોલીસકર્મીના માતાનું ગત સપ્તાહે હાર્ટ એટેકથી નિધન થયું હતું.આ પછી તે પોતાના વતન ગામમાં માતાના અંતિમ સંસ્કાર માટે ગયો હતો.જ્યાં તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.પરંતુ તે જ દિવસે પછી પોતાની ફરજ પર પાછો આવી ગયો હતો.

જયારે આ પોલીસકર્મીને જાણ થઇ કે ચક્રવાત યાસને કારણે નીચલા વિસ્તારમાં પૂરની સંભાવના છે.જેથી તેમનું સ્થળાંતર કરવું ખુબ જરૂરી છે.આ સમયે આ પોલીસ કર્મીએ આશરે 2,100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.જયારે આ પોલીસકર્મી એવું જણાવી રહ્યો છે કે યાસને કારણે ઝાડ ઉખડી ગયા હતા.આટલું જ નહિ પરંતુ ઇલેક્ટ્રિક સપ્લાય પણ બંધ થઇ ગયો હતો.આવી સ્થિતિમાં પોતે માતાના દુખ ભૂલીને નીચલા વિસ્તારોમાં રહેતા લોકોને મદદ કરવા માટે જોડાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *