સલામ છે આ માંને, દેશ માટે બેટાએ આપી શહાદત તો હવે માતા 400 ગરીબ બાળકો માટે કરે છે આવું કામ …………

Uncategorized

ભારતીય સૈનિકમાં જોડવા માટે ઘણા યુવાનો કોશિસ કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા યુવાનો હમેશા આ સપના સાકાર કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે.જેમાં ઘણા લોકોને દેશની સેવા કરવાનો મોકો મળતો હોય છે.દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય સૈન્યમાં જોડાવું સરળ નથી,કારણ કે દુશ્મનની ગોળીઓ ખાવા માટે બહાદુર છાતી હોવી પણ જરૂરી છે.

ભારતીય સેનાના જવાનોની એક જ ફરજ હોય છે કોઈ પણ સંજોગોમાં દેશનું રક્ષણ કરે.ઘણીવાર દેશની સેવા કરતા કરતા કેટલાક સૈનિક શહીદ પણ થઇ જતા હોય છે.જયારે તેમના પરિવાર માટે આ દુખની લાગણી સાથે ગર્વ પણ અનુભવે છે.આજે આવા જ એક શહીદ સૈનિકોના પરિવાર વિષે જણાવી રહ્યા છીએ.

આજે તમને આ શહીદ સ્ક્વોડ્રોન શિશિર તિવારીના પરિવાર અંગે જણાવી રહ્યા છીએ,જેમના ઘરનો દીવોતો ઓલવાઈ ગયો છે,પરંતુ સેંકડો ઘરોને રોશન કરવાનું કામ કરે છે.એવું કહેવામાં આવે છે કે ગાઝિયાબાદના એક વિસ્તારમાં રહેતા શિશિર તિવારી શહીદ થયા ત્યારે તેની માતા સવિતા તિવારી પર દુખનું આભ તૂટી ગયું હતું.

સવિતા તિવારીએ પોતાના પુત્રને ગુમાવ્યો હતો તે માટે ઘણું દુખ હતું,પરંતુ સાથે સાથે દેશ માટે તે શહીદ થયો છે તેવું કહીને ગર્વ પણ અનુભવતા હતા.તમને જણાવી દઈએ કે તેમના ઘરમાં અજવાળું કારવાળો નથી રહ્યો,પરંતુ તે આજે સેંકડો ઘરોના બાળકોને મફત શિક્ષણ આપીને બીજા ઘરોને અને ભવિષ્યને સુરક્ષિત કરવાની કામગીરી કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ શહિત સિપાઈની માતા સવિતા તિવારી તે વિસ્તારમ રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપે છે.જેથી તે ભવિષ્યમાં પોતાનું ભાવિ સુરક્ષિત કરી શકે.આટલું જ નહિ પરંતુ વંચિત લોકોથી સમાજના મુખ્ય વર્ગમાં આવી શકે.જયારે પોતાનો પુત્ર શહીદ થયો તે પછી આવા ઉમદા કાર્યની શરૂઆત કરી છે.જે એક ગર્વની વાત કહેવાય છે.

આ માતા એવું જણાવી રહી છે કે પોતાનો પુત્ર તો હવે આ દુનિયામાં નથી રહ્યો,પરંતુ હવે બીજા બાળકોને મારા સંતાનો માની ઉજ્જવળ ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કર્યું છે.જેમણે મફત શિક્ષણ આપવાનું કામ ચાલુ કર્યું છે.જેથી તેમના પરિવારની આર્થિક સ્થિતિ બગાડે નથી.હાલમાં સવિતા તિવારી આશરે 400 ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપી રહી છે,જેના માટે તે અઠવાડિયામાં 5 થી 6 કલાક બાળકોને ટ્યુશન આપે છે.

તમને જણાવી દઈએ કે સવિતા તિવારીની ટ્યુશનમાં તે બાળકો ભણવા આવે છે,જે રોજ શેરીઓમાં કચરો ભેગો કરતા હોય છે.તે હવે આવા બાળકોને શિક્ષણ આપીને તેમના ભવિષ્યમાં પરિવર્તન લાવવા માંગે છે.એવું કહેવામાં આવે છે કે સવિતા તિવારીનો પુત્ર શિશિર તિવારી ભારતીય યુથ આર્મીમાં હતો અને એક અકસ્માતમાં તેનું મોત થયું હતું.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે 2017 માં શિશિર તિવારી એમઆઈ હેલિકોપ્ટરથી અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.તે દરમિયાન હેલિકોપ્ટર નિયંત્રણથી બહાર થઇ ગયું હતું.અને હવાઈ દુર્ઘટનામાં તે શહીદ થઇ ગયા હતા.જયારે આ યુવાનના પિતા શરદ તિવારી પણ એરફોર્સમાં ફરજ બજાવી ચૂક્યા છે.જયારે માતા ગરીબ બાળકોને શિક્ષિત કરવાનું ઉમદા કાર્ય કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *