સાધારણ ડાન્સ કરી કારકિર્દીની શરૂઆત કરી, આજે રાઘવ જોયાલ કરોડોની સંપત્તિના માલિક છે…

Uncategorized

બોલીવૂડમાં અનેક કલાકારો રહેલા છે જે હમેશા પોતાના અનોખા અભિનયથી લોકોના દિલોમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરતા હોય છે,આવી જ રીતે બોલીવૂડમાં કેટલાક ડાન્સર કલાકારો પણ રહેલા છે જે હમેશા પોતાના જોરદાર અને આકર્ષિત ડાન્સ સ્ટેપ કરીને આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.આવી જ રીતે રાઘવ જુઆલની વાત કરવામાં આવે તો તેમને આજે કોણ જાણતું નથી.

તમને જણાવી દઈએ કે રાઘવ જુઆલ એક મહાન ડાન્સર છે જે દરેક વ્યક્તિ જાણે છે,પરંતુ એક ડાન્સર ઉપરાંત મજબૂત એન્કર અને અભિનેતા પણ રહ્યા છે.કારણ કે તેમને ઘણી ફિલ્મોમાં તેમનો જોરદાર અભિનય પણ બતાવ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તે ઉત્તરાખંડના છે.પરંતુ અહીંથી તે નીકળીને પોતાની જાતે હિન્દી સિનેમાની યાત્રા ચાલુ કરી હતી.

આજના સમયમાં કરોડો લોકો તેમના ડાન્સને જ નહિ પરંતુ તેમના કેટલાક હાસ્યથી ભરેલી વાતોને પણ વધારે પસંદ કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાઘવ જુયાલનો જન્મ 1991 માં ઉત્તરાખંડના દહેરાદૂનમાં થયો હતો.રાઘવે બોલીવુડમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવું સપનું આજે તેમના દરેક ચાહકો પણ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ડાન્સ તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર રાઘવે આજે કરોડો લોકોના દિલોમાં સ્થાન મેળવી લીધું છે.આ પછી તે એક સારા અભિનય અને એન્કરિંગમાં પણ સફળ સાબિત થઇ ગયા છે.તમને જણાવી દઈએ રાઘવે એબીસીડી,સ્ટ્રીટ ડાન્સર જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

ખાસ કરીને હાલમાં તે ઘણા ટીવી શોમાં હોસ્ટ કરતા પણ જોવા મળતા હોય છે.ભારતની સાથે રાઘવને વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે.લોકોએ તેની અભિનય અને તેની ધીમી ગતિની ગીતની અનોખી નૃત્ય શૈલીને ઘણો પ્રેમ આપ્યો છે.તમને જણાવી દઈએ કે રાઘવ જુઆલ હાલમાં ટીવીના લોકપ્રિય શો ડાન્સ દીવાના હોસ્ટ કરી રહ્યો છે.

આ શોમાં હાલમાં માધુરી દીક્ષિત,તુષાર કાલીયા અને ધર્મેશ આ શોના જજ છે.આ અગાઉ રાઘવ બીજા ડાન્સ બેઝ્ડ શોનો પણ ન્યાયાધીશ પોન બન્યો હતો.જ્યાં હમેશા લોકોને જોરદાર હસાવતો રહે છે.દરેક વ્યક્તિ જાણે છે કે રાઘવે ડાન્સ ઈન્ડિયા ડાન્સ કાર્યક્રમમાં ભાગ લીધો હતો,આ પછી તેમના ઉત્તમ ડાન્સને કારણે આજે એક નવી સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે.

ઘણા ટીવી શો ઉપરાંત તેમને બોલિવૂડ ફિલ્મ એબીસીડી 2 માં કામ કરવાની તક મળી હતી.જેમાં વરુણ ધવન પણ હતો,જયારે મહાન ડાન્સર પ્રભુ દેવની તે ફિલ્મ હતી.જયારે ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી અને તેમાં રહેલ દરેક કલાકાર વધારે જાણીતા પણ થઇ ગયા હતા,જેમાં એક રાઘવ પણ હતો.આજે રાઘવ પાસે દરેક સુખ સુવિધાઓ રહેલી છે.

દરેક વ્યક્તિ તેના અભિનય ઉપરાંત તેની કોમિક ટાઇમિંગ અને તેના વિનોદી પ્રતિસાદ માટે દિવાના છે.તે આગામી સમયમાં બોલીવુડની ઘણી વધુ ફિલ્મોમાં જોવા પણ મળી શકે છે.પરંતુ આટલી જે સફળતા પ્રાપ્ત થઇ છે તેની પાછળ રાઘવએ ખૂબ મહેનત કરી છે જયારે એક સામાન્ય પરિવારે પણ ઘણો સાથ આપ્યો હતો.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં જ રાઘવ કોરોના રોગચાળા દરમિયાન લોકોની મદદ માટે આગળ આવ્યો હતો અને બીજાને પણ આગળ આવવા માટે જણાવતો હતો.આજે તેમના નેટવર્થ એટલે કે કમાણી અંગે વાત કરવામાં આવે તો રાઘવની કુલ સંપત્તિ આશરે 1.8 કરોડ હોવાનું કહેવામાં આવે છે.જે તેમના પરિવાર સાથે દહેરાદૂનમાં સરળ જીવન જીવવાનું પસંદ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *