સાવધાન : સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા થયો ભડકો ત્યાં મહિલા ઉભી હતી તેની સાથે થયું એવું કે…….

Gujarat

જ્યારથી કોરોના મહામારી ચાલુ થઇ છે ત્યારથી સમગ્ર માનવ જીવન બદલાઈ ગયું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોરોનાથી બચવા માટે હાથ ધોવા ખુબ જરૂરી છે.જયારે આવી સ્થિતિમાં સેનેટાઇઝરનો ઉપયોગ વધી ગયો છે.એવું કહેવામાં આવે છે કે સેનેટાઇઝરનો ઉપયોગ કરવાથી હાટમાં રહેલા કીટાણું નશા પામે છે.

પરંતુ સેનેટાઇઝર સાથે સંકળાયેલા ઘણા કિસ્સાઓ પણ અમુક સમયે સામે આવતા જોવા મળતા હોય છે.આજે આવો જ એક કિસ્સો અમદાવાદના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.તમને જણાવી દઈએ કે બીજા લોકો માટે આ ઘટના એક ચેતવણી રૂપ પણ સાબિત થઇ શકે છે.આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડતા મહિલા અચાનક સળગવા લાગી હતી.આટલું જ નહિ પરંતુ તેનું અંતે મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે 25 વર્ષની એક મહિલા આ વિસ્તારની એક સોસાયટીમાં રહેતી હતી.જયારે તે ગત દિવસે સવારે ઘરના રસોડામાં દૂધ ગરમ કરતી હતી.આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં સેનેટાઇઝરની બોટલ હતી પણ હતી,જે અચાનક ગેસ ઉપર પડી હતી.

જયારે આ સેનેટાઇઝરની બોટલ ગેસ પર પડી ત્યારે મોટો ભડકો થયો હતો.આવી સ્થિતિમાં ત્યાં ઉભી મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી.આ ઘટના પછી તેને તરત જ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે આવી જ એક બીજી ઘટના થોડા સમય પહેલા મધ્ય પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવી હતી.જેમાં હોળીના દિવસે ત્રણ યુવકને દારૂ ન મળ્યો ત્યારે તે સેનેટાઇઝર પી ગયા હતા.આવી સ્થિતિમાં બે લોકોનાં મોત થઇ ગયા હતા.જયારે ત્રીજા વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી.આમ ઘણીવાર અમુક સમયે બેદરકારીને કારણે આવા કેટલીક ઘટનાઓ થતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *