સાસરિયાના લોકોએ દુલ્હાને આપ્યું 4 કરોડનું દહેજ તો દુલ્હાએ કર્યું એવું કે જેને જાણીને તમે પણ કહેશો વાહ………

India

દેશના ઘણા ગામડાઓમાં આજે પણ લગ્ન સાથે સંકળાયેલ દહેજ પ્રથા ચાલી રહી છે.જેમાં યુવતીના પરિવાર પાસેથી પૈસા અને કેટલીક કીમતી વસ્તુઓની માંગ કરવામાં આવતી હોય છે.આટલું જ નહિ પરંતુ દેહજ ન આપવાના કારણે અમુક સમયે મહિલાઓ પર માનશીક ત્રાસ પણ આપવામાં આવતો હોય છે.પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે,જે દહેજ પ્રથા સામે પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે.

આ સમગ્ર કિસ્સો હરિયાણાના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં લગ્ન પ્રસંગે યુવકના પરિવારે જે કર્યું તે જોઇને તેમની હાલમાં ઘણી પ્રશંસા થઈ રહી છે.તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા વરરાજા દ્વારા મુકેલી આ માંગના સંબંધમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આવી બાબતો પર સમાજે ગંભીરતાથી વિચારવું જોઇએ.

તમને જણાવી દઈએ કે આ લગ્ન ફક્ત એક રૂપિયામાં પૂરા થયા હતા.એવું કહેવામમાં આવે છે કે આ લગ્ન માટે ન તો કોઈ સાધનો પાછળ વધારે ખર્ચ કરવામાં આવ્યો ન તો અન્ય કોઈ ખર્ચ કર્યો હતો.ખાસ કરીને વરરાજાએ લગ્ન માટે એક રૂપિયાનું પણ દહેન લીધું ન હતું.આ લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયા હાલમાં વાયરલ થઇ રહી છે.જેમાં ઘણા લોકો તેમના આ નવા જીવનને અભિનંદન આપી રહ્યા છે.

હરિયાણાના આ વિસ્તારમાં થયેલા લગ્ન સમાજ માટે એક સંદેશા જેવા સાબિત થઇ ગયા છે.જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે લગ્ન પહેલા વરરાજા અને તેના પરિવારે એક શરત કરી હતી કે તે કોઈ પણ પ્રકારનું દહેજ લેશે નહીં.આ સાથે લગ્નમાં કોઈ વધારાનો પણ ખર્ચ કરશે નહિ.જયારે એવું કહેવામાં આવે છે કે યુવતીના પરિવાર યુવકે આશરે 4 કરોડ રૂપિયાનું દહેજ આપવા જઈ રહ્યા હતા.

જયારે લગ્ન માટે સબંધીઓ સાથે આવ્યો ત્યારે તેણે એક રૂપિયો અને નાળિયેર આપ્યું હતું.આ લગ્નમાં કોઈ પણ શોભાયાત્રા ન હતી.આ સાથે વધારાની કોઈ પણ સજાવટ પણ કરવામાં આવી ન હતી.આ લગ્ન અંગે સ્થાનિક લોકોએ કહ્યું છે કે જો સમાજમાં દરેક કુટુંબ આવી પહેલ કરે તો પરિસ્થિતિ ઘણી સુધારી શકાય છે.

યુવકના પિતા પણ આવા રિવાજોથી દૂર રહેવા માંગે છે.જયારે એવું કહેવામાં આવે છે કે આ યુવક અને યુવતી ઉચ્ચ શિક્ષિત છે.આ પરિવારના આવા નિર્ણયથી પરિવારના લોકો ખૂબ જ ખુશ છે.સાથે સાથે આખા ગામના લોકો પણ આ લગ્ન પ્રસંગ જોઇને ખુશ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *