સાસુ સસરા કરતા હતા પરેશાન તો પતિ કહેતો હતો તારા બીજા યુવક સાથે છે સબંધો તો મહિલાએ કર્યું એવું કે…….

Gujarat

મહિલાઓને શારીરિક અને માનશીક ત્રાસ આપતા હોવાના કેટલાક કિસ્સાઓ સમાચારમાં જોવા મળતા હોય છે.અને આવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે મહિલા લગ્ન કરીને પતિના ઘરે જાય છે ત્યારે અમુક સમયે પતિ અને તેના ઘરના અન્ય સભ્યો તેને કોઈ કારણે ત્રાસ આપતા હોય છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

આ કિસ્સામાં એવું સામે આવ્યું છે કે એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.તેણે આ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે જયારે લગ્ન કરીને આવી ત્યારે થોડા સમય પરિવારે પ્રેમ કર્યો હતો,પરંતુ હવે તેની સાસુ તેને કાળી છે એવું કહી રહી છે,જયારે તેમના સસરા તેણીમાં ભૂત છે તેમ કહી તેને ત્રાસ આપે છે.

આટલું જ નહિ પરંતુ પતિ હવે શંકા કરવા લાગ્યો છે.જેમ કે યુવતીને જયારે ગર્ભ રહેતો ન હતો ત્યારે તેના માતા-પિતાએ દવા કરાવી હતી.અને પોતે ગર્ભવતી થઇ ત્યારે પતિ તેના પર આક્ષેપ કરી આ બાળક તેનું ન હોવાનું કહીને ઘણીવાર ત્રાસ આપે છે.આવી સમગ્ર બાબત સામે ફરિયાદ કરી છે.આવી સ્થિતિમાં પોલીસે પણ આની ગંભીરતા સમજી તપાસ કરવા માટે જોડાઈ છે.

તમને જણાવી દઈએ કે આ 20 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019 માં મુસ્લિમ રીવાજો મુજબ કરવામાં આવ્યા હતા.યુવતી લગ્ન બાદ સાસરીમાં તેના પતિ,સાસુ-સસરા સાથે રહેતી હતી.લગ્નના થોડા દિવસો સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી.આ પછી યુવતીની સાસુ તેણીને અવારનવાર કાળી છે એવું કહીને અને વધારે દહેજ ન લઇ આવી હોવાનું કહીને ત્રાસ આપતા હતા.

આટલું જ નહિ પરંતુ આ યુવતીના સસરા પણ તેને ત્રાસ આપતા અને કહેતા હતા કે તેનામાં કોઈ ભૂત છે.અને તું આ ઘરના લાયક નથી.જયારે યુવતીના માતાપિતાને કોઈને કોઈ વાતે ખરાબ સંભળાવતા હતા.તે અનેક રીતે તેને ત્રાસ આપતા રહેતા હતા.તે રોજ સવારે તેને માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા.જ્યારે યુવતીના માતા-પિતાએ બાળક થવા માટે તેની દવા કરાવી ત્યારે યુવતીને બાળક રહ્યું હતું..

યુવતી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ તેની પર ખોટી શંકાઓ કરી હતી.અને એવું કહ્યું હતું કે તું બીજા જોડે વાત કરે છે.અને તે બીજા કોઈના પ્રેમમાં પડેલી છે.આવું કહીને હમેશા ત્રાસ આપતા રહેતા હતા.વધુમાં યુવતીએ એવું પણ જણાવ્યું હતું કે યુવતી જ્યારે રસોડામાં કામ કરતી ત્યારે તેને અમુક સમયે ગરમ ઢાંકણું હાથમાં પકડાવતા હતા.આખરે આ મહિલા ઘરના આ બધા સભ્યોથી કંટાળી ત્યારે પતિ,સાસુ-સસરા સામે ફરિયાદ પોલીસમાં નોધાવી હતી.જયારે મહિલાનિ આ ફરિયાદને આધારે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *