‘સિંઘમ’ ફિલ્મની સ્ટાઈલમાં રિવોલ્વર કાઢી ખુરશી પર બેસી કરી આત્મહત્યા, ગોળી આરપાર થતા…

Uncategorized

તમને જણાવી દઈએ કે રાજ્યમાંથી કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળવામાં એક ફિલ્મની સ્ટોરી જેવા લગતા હોય છે.આટલું જ નહિ પરંતુ કેટલાક અનોખા કિસ્સાઓ અમુક સમયે વધારે ચર્ચામાં આવી જતા હોય છે.આજે આવો ક એક કિસ્સો રાજ્યમાંથી સામે આવ્યો છે,જેમાં એક પોલીસ સ્ટેશનની બિલ્ડીંગમાંથી ગોળીબારનો અવાજ સામે આવતા ભાગદોડ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ જ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા આશરે 35 વર્ષના અધિકારીએ પોતે જ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.એવું કહેવામાં આવે છે કે આ અધિકારીએ લોકરમાંથી રિવોલ્વર કાઢી પોતાના જમણા માથાના ભાગે ગોળી મારી દીધી હતી.જયારે આ ગોળી ડાબી બાજથી આરપાર નીકળી જતી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે ફિલ્મ સિંઘમમાં પણ આવો જ એક સીન જોવા મળ્યો હતો,જેમાં એવું જોવા મળ્યું હતું,કે એક અધિકારી પોલીસ સ્ટેશનમાં જ પોતાની ખુરશી પર બેસીને જ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતો હોય છે,પરંતુ આજે જે ઘટના સામે આવી છે તે પણ આ ફિલ્મી જ સ્ટોરી અને નકલ કરી હોય તેવું જોવા મળ્યું છે.

અહેવાલો મુજબ આ અધિકારી અને પિતાએ પુત્રના મૃત્યુ અંગે એવી શંકા ઉઠાવી હતી જે દરેક બાબત એક સરખી સામે આવી હોય તેવું જોવા મળ્યું છે.એવું કહેવામાં આવે છે કે ડીસીપીએ પિતા અને અન્ય અધિકારીએ જોયું કે ત્યાની રૃમમાં આપઘાત કર્યો હતો ત્યાં સીસીટીવી કેમેરાના ફુટેજ બતાવીને તેમને ખાત્રી કરાવી હતી કે આ એક આત્મહત્યા જ થઇ છે.

આખરે પિતાએ પણ પોતાના પુત્રની આ ઘટના અંગે જાણી મૃતદેહ સ્વીકાર્યો હતો.મૃતક અધિકારીના પિતા પૂર્વ પોલીસ કર્મચારી છે જ્યારે આ અધિકારી લગ્ન જીવનમાં જોડાયેલો હતો,જેમાં પત્ની અને 10 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી પણ રહેલી છે.હાલમાં તો આ સમગ્ર બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારી એવું પણ જણાવી રહ્યા છે કે હાલમાં તો આત્મહત્યાના સ્થળેથી હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી.પરંતુ આપઘાત કરવા પાછળનુ કારણ હાલમાં એક રહસ્ય બની ગયું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે આવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવું કરે છે ત્યારે ઘણું વિચારવા જેવું થઇ જય છે.

હાલમાં તો એવું માનવામાં આવે છે કે આ અધિકારી કોઈ માનશીક ત્રાસના કારણે અથવા પારિવારીક ઝગડાના કારણે અથવા પ્રેમસબંધના કારણે આપઘાત કર્યો હશે તેની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે,જયારે પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે.હેડ કોન્સ્ટેબલ તરીકે આ વ્યક્તિ નવ વર્ષથી પોલીસ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા.

એવું પણ કહેવામાં આવે છે કે તે છેલ્લા પાંચ વર્ષથી પાલડીના એક પોલીસ સ્ટેશનમાં ક્રાઇમરાઇટર તરીકે નોકરી કરતા હતા.તમને જણાવી દઈએ કે તમામ વેપન ઇસ્યુ કરવાની જવાબદારી તેમની ફરજમાં આવતી હતી.પોલીસ સ્ટેશનના મુદ્દામાલને સંભાળવાનુ કામ પણ આ અધિકારી નિભાવી રહ્યો હતો.પરંતુ આવી જ એક રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો.

રાજ્યમાંથી આવા તો અનેક કિસ્સાઓ સતત વળતા જોવા મળી રહ્યા છે.જયારે આપઘાતના ઘણા કિસ્સાઓ આજે પણ રહસ્ય બની રહ્યા છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાંથી છેલ્લા બે દિવસમાં આશરે 12 થી પણ વધુ લોકોએ આપઘાત કર્યો હોવાના કિસ્સા સામે આવી ગયા છે,જેમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે.પરંતુ આમાંથી ઘણા કિસ્સાઓનો કોઈ પૂરાવો પડતો નથી.હાલમાં તો આ ઘટના અંગે વધારે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *