સુનીલ શેટ્ટી આ બોલિવૂડની હિરોઇન સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ આ કારણે ના થયું લગ્ન……

Boliwood

બોલિવૂડમાં એવા પણ અભિનેતા રહેલા છે જે આશરે 90 ના દશકમાં વધારે જાણીતા રહ્યા હતા.તે હમેશા પોતેની ફિલ્મો માટે વધારે ચર્ચામાં આવતા હતા.આટલું જ નહિ પરંતુ કેટલાક તો એવા પણ અભિનેતા હતા,જેમની ફિલ્મો ઘણા સમય સુધી થિયેટરોમાં ચાલતી જોવા મળતી હતી.પરંતુ આજ અભિનેતાઓ આજે ઘણો ઓછી ફિલ્મોમાં જોવા મળે છે,પરંતુ તેમની લોકપ્રિયતા પહેલા કરતા પણ વધારે સારી રહી છે.

આવી સ્થિતિમાં જો જાણીતા અભિનેતા અને અણ્ણા તરીકે લોકપ્રિય થયેલા સુનીલ શેટ્ટીની વાત કરવામાં આવે તો તે આજના સમયનો બોલીવૂડ વધારે ધનિક અભિનેતા માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તેમના વૈભવી જીવનને મુકેશ અંબાણી સાથે પણ સરખાવવામાં આવે છે.એક સમય હતો જયારે તે શ્રેષ્ઠ અભિનેતા તરીકે જાણીતા રહ્યા હતા.અને આજે પણ એટલા જ જાણીતા છે,પરંતુ ફિલ્મોમાં વધારે જોવા મળતા નથી.

સુનીલ શેટ્ટીએ તેની ફિલ્મી જીવનમાં દરેક પ્રકારનાં પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે,તેમણે મોટાભાગે હિન્દી ફિલ્મોમાં એક્શન હીરો તરીકે કામ કર્યું છે.સુનીલ શેટ્ટીએ બોલીવુડમાં લગભગ 110 જેટલી ફિલ્મો કરી છે.તેણે બોલિવૂડમાં વર્ષ 1992 માં ફિલ્મ ‘બલવાન’થી કારકિર્દીની શરૂઆત કરી હતી.સુનીલ શેટ્ટી હંમેશા પ્રેક્ષકોનો પ્રિય અભિનેતા રહ્યો છે.

પરંતુ આજે તમને તેના એક એવા રહસ્ય વિશે જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા ઓછા લોકો જાણે છે.તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી અને સોનાલી બેન્દ્રે એક સમયે ઘણા પ્રેમમાં પાગલ હતા.એવું કહેવામાં આવે છે કે સુનીલ શેટ્ટી તે સમયની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રેને પ્રેમ કરવા લાગી ગયા હતા.તમને જણાવી દઈએ કે તે સમયે સુનીલ શેટ્ટી લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયો હતો.

આવું હોવા છતાં તે પોતાના પ્રેમને ભૂલી શક્યા ન હતા.સુનીલ શેટ્ટી અને સોનાલી બેન્દ્રેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.જયારે તેમની આ ફિલ્મી જોડીને પણ લોકોએ ખૂબ પસંદ કરતા હતા.એવું કહેવામાં આવે છે કે 90 ના દાયકામાં આ જોડી ખૂબ જાણીતી રહી હતી.જેથી તેમની ફિલ્મો પણ વધારે ફીટ સાબિત થતી હતી.જયારે સુનીલ શેટ્ટીની એકશન હીરો તરીકે લોકોના દિલોમાં રાજ કરતો હતો.

તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી બોલિવૂડના પહેલા અભિનેતા છે જેમણે કિકબોક્સિંગમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે.1997 ની ફિલ્મ ભાઈ દરમિયાન સુનીલ શેટ્ટી અને સોનાલી બેન્દ્રે એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.આ શૂટિંગ સમયે તે બંનેએ ઘણો સમય સાથે પસાર પણ કર્યો છે.પરંતુ સુનીલ શેટ્ટી ક્યારેય સોનાલી બેન્દ્રે પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી બતાવ્યો ન હતો.

કારણ કે તે સમયે સુનીલ પરિણીત હતો.તે હમેશા પોતાની પત્નીની અલગ થવા માંગતો ન હતો. તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીના લગ્ન 1991 માં થયા હતા અને તેમની પત્નીનું નામ મન શેટ્ટી છે.હાલમાં સુનીલ શેટ્ટીએ ફિલ્મની દુનિયાથી અંતર રાખ્યું છે.કારણ કે તે હાલમાં પોતાના બિઝનેસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે,પરંતુ તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી ખૂબ મોટા ઉદ્યોગપતિ છે. તે પોતાના બિઝનેસમાં દર વર્ષે 100 કરોડ રૂપિયાથી પણ વધારે આવક મેળવી રહ્યા છે.તેમની પાસે ઘણી રેસ્ટોરાન્ત છે.આ સિવાય તે પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.તે હાલમાં પોતાની વૈભવી જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *