સુરતના આ યુવકએ બ્રેન ડેડથી મૃત્યુ થાય તે પહેલા 6 લોકોને આપ્યું જીવન,જાણો શું છે સંપૂર્ણ ઘટના….

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં કોરોનાની સ્થિતિ થોડી સામાન્ય જણાઈ રહી છે.પરંતુ કોરોનાની જયારે બીજી લહેર અચાનક ઉભી થઇ હતી,ત્યારે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આટલું જ નહિ પરંતુ રોજ હજારો લોકો કોરોના સંક્રમિત પણ થઇ રહ્યા હતા.જયારે કોરોના સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓ રોજ સામે આવતા જોવા મળતા હતા.અને આજે પણ સામે આવતા જોવા મળી રહ્યા છે.

કોરોના સંકટના સમયે ઘણા લોકોએ અનેક લોકોને સેવાઓ પણ આપી છે.આટલું જ નહિ પરંતુ આ સેવાઓ કરીને માનવતાનું એક ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં નવસારી જિલ્લાના એક ગામના આશરે 45 વર્ષીય વેપારીનું બ્રેનને કારણે મોત થયું હતું.પરંતુ એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ આજે બીજા છ લોકોને નવું જીવન આપ્યું છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિને થોડા દિવસો પહેલા પેરાલિસિસનો આંચકો આવ્યો હતો.આવી સ્થિતિમાં તેમને નવસારીની એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેમના કેટલાક રીપોર્ટ અને સીટી સ્કેનમાં એવું સામે આવ્યું કે મગજમાં બ્લડ ક્લોટ થઈ ગયું છે.

આવી સ્થિતિમાં તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ત્યાં પણ થોડા દિવસોમાં તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા.આવી સ્થિતિમાં અંગદાનને પ્રોત્સાહન આપતી ડોનેટ લાઈફ ઓર્ગેનાઈઝેશનને જાણ કરી હતી.જયારે તેમના પરિવારે પણ આ દાન આપવા માટે જણાવ્યું હતું.જેમાં ખાસ કરીને અંગદાન કરવા માટે તેમની પત્ની તરત તૈયાર થઈ ગયા હતા.

પરિવારની સંમતિ મળ્યા બાદ તેમના અંગો દાન કરવામાં આવ્યા હતા.જેમાં હૃદય,લિવર તેમજ કિડનીની ટ્રાન્સપ્લાન્ટ માટે કહ્યું હતું.રાજ્યમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરતવાળો કોઈ પણ દર્દી ન હોવાથી હૃદય મુંબઈની હોસ્પિટલને આપવામાં આવ્યું હતું,જ્યાં તે નવી મુંબઈમાં રહેતા 30 વર્ષના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.જાયે તેમનું હૃદય આજે નવું જીવન આપી ચુક્યું છે.

જયારે તેમની બે કિડની અને લિવર બાય રોડ અમદાવાદ ટ્રાન્સપોર્ટ કરાયું હતું.એક કિડની અમદાવાદમાં રહેતા 47 વર્ષના મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી જ્યારે અન્ય અમદાવાદની અને એક 17 વર્ષના વિદ્યાર્થીને અપાયું હતું.જયારે બે કોર્નિયા સુરતની લોક-દ્રષ્ટિ આઈ બેકને સોંપાઈ હતી.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ દિનેશ ભાઈ હતું.જયારે તેમના પત્ની એવું જણાવી રહ્યા છે કે તેમના જીવનકાળ દરમિયાન સામાજિક સેવાઓમાં વધારે સમય તે પસાર કરતા હતા.તેઓ હંમેશા અન્યને મદદ કરવાનું જણાવતા હતા.આવી સ્થિતિમાં તેમના શરીરના ભાગો પણ બીજાને મદદ આવે તે હેતુથી દાન કરવામાં આવ્યા હતા.જયારે હાલમાં પરિવારમાં પત્ની અને 13 વર્ષનો દીકરો છે.પરંતુ તેમના આ કામને આજે બીજા લોકોને જીવન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *