સવાર-સાંજ કરો આ 5 વસ્તુંનો ધૂપ અને પછી જૂઓ ચમત્કાર, ગરીબી અને નકારાત્મક શક્તિ રહેશે દૂર

Uncategorized

પૂજા પાઠ કરતી વખતે ધૂપ કરવો પ્રાચીન પરંપરા છે. એમાં સળગતા અંગારા સાથે વિશેષ વસ્તું ઉમેરી ધૂમાડો કરવામાં આવે છે. જે આખા ઘરમાં ફેલાય છે. ધૂપ કરવાના અનેક ફાયદા છે. ધૂપમાં નાંખવાની અનેક સામગ્રી છે આજે અમે તેમને કહીંશું કે, કઈ સામગ્રી નાંખવાથી શું ફાયદો થાય છે.

કપૂરનો ધૂપ

પૂજા કરતી વખતે કપૂરનો ખુબજ ઉપયોગ થાય છે. આ સુગંધિત પદાર્થને સળગાવવાથી વાતાવરણ પણ સુગંધિત થઈ જાય છે. સવારે અને સાંજે ધૂપ કરવાથી દેવદોષ અને પિતૃદોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં વાસ્તુદોષ હોય તો તે પણ દૂર થયા છે.

ગુગળનો ધૂપ

ગુગળની સુગંધ મીઠી હોવાને કારણે તેનો ઉપયોગ અતર અને ઔષધિ બનાવવામાં પણ થાય છે. આગમાં ગુગને સળગાવવાથી આસપાસના વાતાવરણમાં તેની મનમોહક સુગંધ પ્રસરી જાય છે. જો શુદ્ધ ગુગળનો ધૂપ સતત સાત દિવસ સુધી ઘરમાં કરવામાં આવે તો, ઘરનો કંકાસ દૂર થઈ જાય છે. ઘરમાં શાંતિનો વાસ થાય છે. અને અન્ય મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

લોબાનનો ધૂપ

છાણાં અથવા આગ પર લોબાન સળગાવવાથી ઘરમાં સુગંધિત થઈ જાય છે. આ ધૂપને કારણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. પરલૌકિક શક્તિઓને તે આકર્ષિત કરે છે. અને એટલા માટે કોઈ નિષ્ણાતની સલાહ બાદ જ લોબાનનો ધૂપ કરવો જોઈએ.

ગોળ-ઘીનો ધૂપ

ગોળ અને ઘીને મેળવી તેનો ધૂપ કરવાથી વાતાવરણમાં સુગંધ ફેલાય જાય છે. આ ધૂપ તમારા મન અને મસ્તિષ્કને શાંત કરે છે. તણાવથી મુક્તિ મળે છે. ઘરમાં ઝઘડાઓ નથી થતા. ઘર શાંત બને છે. અને લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. દેવદોષ અને પિતૃદોષ દૂર થાય છે. ગોળ અને ઘીનો ધૂપ દિવસ દરમિયાન જ કરવો જોઈએ.

નકારાત્મક શક્તિઓને દૂર રાખવા વિશેષ ધૂપ

ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય તો એ માટે વિશેષ ધૂપ કરી તમે દૂર કરી શકો છો. તેના માટે તમારે પીળી સરસોં, ગુગળ, લોબાન, ગૌરિતને મેળવીને તેના મિશ્રણને તૈયાર કરી લેવાનું, ત્યારાબાદ સુર્યાસ્ત બાદ તેનો ધૂપ આખા ઘરમાં કરવાનો રહેશે. આ ઉપાય 21 દિવસ સુધી સતત કરવાનો રહેશે. તમારા ઘરમાં રહેલી તમામ નેગેટિવ શક્તિઓને દૂર ભગાડી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *