શિક્ષકે વિદ્યાર્થીને લખ્યો પ્રેમ પત્ર તો ગામના લોકોએ શિક્ષક સાથે કર્યું એવું કે…….

India

સામાન્ય રીતે જોવામાં આવે તો એક શિક્ષક હમેશા બાળકોને એક નવું જ્ઞાન આપે છે.આટલું જ નહિ પરંતુ તે એક ગુરુ જેવો દરજ્જો પણ મેળવે છે.શિક્ષક હમેશા બાળકોને જીવનમાં અનેક સફળતા પ્રાપ્ત કરવાના કેટલાક નવા ઉદાહરણો આપીને બાળકોની વિચાર શક્તિ વધારે મજબુત કરતો હોય છે.એવું પણ કહી શકાય છે કે એક શિક્ષક વિદ્યાર્થિઓને ખરાબ કર્યો કરવા માટે નહિ પરંતુ હમેશા સારા કામ કરીને સફળતા પ્રાપ્ત કરવા માટે જણાવે છે.

પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે શિક્ષક અને વિદ્યાર્થિના પ્રવિત્ર સબંધોને શરમજનક બનાવ્યા છે.તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના ઈન્દોરના એક વિસ્તારમાંથી સામે આવી છે,જેમાં એવું સામે આવ્યું છે કે સ્કૂલના શિક્ષકે તેમની જ વિદ્યાર્થિનીને પ્રેમ પત્ર આપ્યો હતો.આ સમગ્ર ઘટના પછી જે બન્યું તે ઘણું જોવા જેવું હતું.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે તે વિસ્તારમાં આવેલ એક સ્કૂલના શિક્ષકે સ્કૂલમાં જ અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થિનીને પ્રેમ પત્ર આપ્યો હતો.પરંતુ સમગ્ર બાબત અંગે ગામના લોકોને જાણ થઇ ત્યારે ગામના લોકો ગુસ્સે થઇ ગયા હતા.આટલુજ નહિ પરંતુ તે શિક્ષકનું મુંડન કરીને આખા ગામમાં ફેરવ્યો હતો.

જયારે તેનું મોઢું પણ કાળું કરવામાં આવ્યું હતું.એવું કહેવામાં આવે છે કે ગત દિવસોમાં જ્યારે એક શિક્ષકે જ પોતાની જ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ધમકી આપીને બળજબરી હાથમાં પ્રેમ પત્ર આપી દીધો હતો.જયારે પોતાને મળવા માટે પણ દબાણ કર્યું.વધુમાં એવું જણાવ્યું હતું કે જો મળવા નહિ આવે તો તે તેને જાનથી મારી નાખશે તેવી પણ ધમકી આ બાળકીને આપી હતી.

પરંતુ ઘરે આવીને આ સમગ્ર બાબત પોતાના માતાપિતાને જણાવી હતી.આવી સ્થિતિમાં તેમનો પરિવાર શિક્ષકના ઘરે આવી ગયો હતો.જયારે તેમના કરેલા કર્યો અંગે પૂછવામાં પણ આવ્યું હતું.પરંતુ આખરે પ્રેમ પત્ર પણ સામે બતાવ્યો ત્યારે ગામના લોકો પણ ગુસ્સે થઇ ગયા હતા.આખરે ગામના લોકોએ શિક્ષકને ઘરેથી ઉઠાવી તેનું મુંડન કરીને આખા ગામમાં ફેરવ્યો હતો.અંત પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલમાં પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *