હૃદય કંપાવી દે તેવી ઘટના,દારૂડિયા પુત્રએ 70 વર્ષની માતાને જંગલમાં લઇ ગયો અને તેની સાથે કર્યું એવું કે…….

Uncategorized

માતા પોતાના બાળકોને જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ દુનિયાની કોઈ વ્યક્તિ કરી શકતી નથી.આટલું જ નહિ પરંતુ માતાપિતા હમેશા પોતાના સંતાનો માટે રાત દિવસ મહેનત કરતા રહે છે,અને પોતાના સંતાનોને શક્ય હોય તેવું સુખ આપવાની કોશિસ કરતા રહે છે.ખાસ કરીને માતા પોતાના દરેક સુખનો ત્યાગ પણ કરવા માટે તૈયાર થઇ જતી હોય છે.

માતા-પિતા જીવનમાં એક જ સપનું જોવે છે કે પોતાનું સંતાન મોટું થાય અને સારા રસ્તા પર ચાલે અને પોતાના વૃદ્ધાવસ્થામાં તેમનું સંતાન તેમનો સહારો બને.પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ સંતાનો હોય છે જે હમેશા માતાપિતાને બેસહારા છોડી દેતા હોય છે.આજે આવો જ એક કિસ્સો રાજસ્થાનના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ કિસ્સો ભલભલાના રુંવાડા ઊભા કરી શકે છે.આ ઘટના જાણીને તમે ચોક્કસ કહેશો કે આના કરતા તો સંતાન વગરના હોવું વધારે સારું.આ કિસ્સામાં એવું સામે આવ્યું છે કે એક પુત્રએ પોતાની 70 વર્ષીય વૃદ્ધ માતાને જંગલમાં મૂકીને આવી ગયો હતો.આટલું નહિ પરંતુ આ વૃદ્ધ માતા આશરે બે દિવસ સુધી ભૂખી અને તસરી આ જંગલમાં ભટકતી રહી હતી.

પરંતુ તેમનો પુત્ર ફરી તેમની માતાને જોવા માટે આવ્યો ન હતો.જ્યારે લોકોએ વૃદ્ધાને આ હાલતમાં જોઈ તો તેમનાં રુંવાડા ઊભા થઈ ગયા હતા.કારણે તે જમીન ઉપર આળોટી રહી હતી.તેનામાં ચાલવાની પણ શક્તિ પણ બચી ન હતી.જયારે એવું સામે આવ્યું કે આ માતાને તેના પુત્રએ જ ઘરમાંથી કાઢી મૂકી હતી.આ સમયે ર્ક યુવાન અને તેના કેટલાક સાથીઓ સાથે મળીને વૃદ્ધ મહિલાને જંગલમાંથી બહાર લાવ્યા હતા.

આ મહિલાને બહાર લાવ્યા પછી તેને ખાવા પીવા માટે આપ્યું હતું.જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તે બે દિવસથી ભુખી હતી.અને જંગલમાં ખાડામાં ભરાયેલું વરસાદનું પાણી પીને બે દિવસ અહી રહી હતી.અને આના પાછળ તેમના પુત્રનો હાથ રહેલો છે.મહિલા એવું જણાવી રહી છે કે આવું કામ કરીને મારો પુત્ર ગયો ત્યારે પણ વિશ્વાસ હતો કે તે થોડા સમયમાં પાછો આવશે,પરંતુ તે પાછો આવ્યો ન હતો.

આ પછી આ યુવાનો તે મહીલને તેના ગામમાં લઇ આવ્યા હતા.અને તેના પુત્રનો સંપર્ક કર્યો હતો. ત્યારે એવું જાણવા મળ્યું હતું કે તેમનો પુત્ર વધારે દારૂ પીતો હતો.તે હમેશા દારૂની લતમાં પડેલો રહેતો હતો.જયારે ગામના બીજા લોકો પણ તેને સમજવા ગયા ત્યારે તે વધારે વિવાદ કરવા લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *