લગ્નના 8 વર્ષ પછી પણ બાળક ન થતાં પતિએ પત્નીને મોકલી પિયરમાં પછી ભૂવાને બોલાવ્યો અને ભુવાએ કર્યું એવું કે……………..

Uncategorized

દેશમાં આજે પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.ખાસ કરીને અંધશ્રદ્ધા ગામડાઓમાં આજે પણ વધારે જોવા મળી રહી છે.કારણ કે અહીના લોકો પરાપૂર્વેથી ચાલી આવતી પરંપરાઓ પર વધારે આધારીત હોય છે.પરંતુ ઘણીવાર આવી જ અનેક અજ્ઞાત બાબતોથી કેટલાક ગુનાઓ પણ થતા હોય છે.

આજે આવી જ અંધશ્રદ્ધા જોડાયેલી એક ઘટના સામે આવી છે.જેમાં એવું સામે આવ્યું છે કે એક ગામમાં રહેતી પરિણિતાના લગ્ન થયાના આશરે આઠ વર્ષ પૂરા થઇ ગયા હતા,પરંતુ તેમને કોઈ સંતાન ન હતું.આવી સ્થિતિમાં તેમના પતિ અને સાસરિયાંના અન્ય સભ્યો અનેક રીતે ત્રાસ આપતા હતા.જેથી આખરે આ મહિલા કંટાળીને પોતાના માતાપિતાના ઘરે આવી ગઈ હતી.

જયારે આ મહિલા માતાપિતાના ઘરે આવી ત્યારે આ ઘરના કુટુંબના સભ્યોએ સંતાન થાય તે માટે અંધશ્રદ્ધાનો આશરો લીધો હતો,જેમાં એક ભુવાની મદદ લેવાનું વિચાર્યું હતું.મળતી માહિતી મુજબ આ ભુવાએ મહિલાને સંતાન પ્રાપ્તિ થાય છે તે માટે સાંકળથી માર માર્યો હતો.આટલું જ નહિ પરંતુ આવા અનેક અત્યાચાર પણ કર્યા હતા.

તમને જણાવી દઈએ કે આવા અવારનવાર ત્રાસને કારણે મહિલાએ ઘણીવાર આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.પરંતુ પોતે આવું કરી શકી ન હતી.આખરે મહિલાએ કંટાળીને 181 ટીમની મદદ માંગી હતી.181 ટીમના અધિકારી જણાવી રહ્યા છે કે ત્યાના એક ગામમાંથી યુવતીનો કોલ આવ્યો હતો અને મદદ માંગી હતી.

જેના લીધે કાઉન્સીલરની ટીમ ત્યાંઆવી ગઈ હતી.જેમાં તેમને જાણવા મળ્યું કે યુવતીના લગ્નના આઠેક વર્ષ થઇ ગયા હતા.પરંતુ લગ્નગાળાના લાંબા સમય પછી પણ તેને સંતાન ન થતા પતિ સહિત સાસરીયા પક્ષના અન્ય સભ્યો શારીરીક-માનસિક ત્રાસ આપતા હતા.આવી સ્થિતિમાં અંતે તે પોતાના માતાપિતાના ઘરે આવી ગઈ હતી.

જયારે અહી આવી ત્યારે અહીના સભ્યોએ એક ભુવાઓ પાસે લઈ ગયા હતા.જેમાં એવું કહેવામાં આવતું હતું કે તાંત્રિક વિધિનો સહારો લઈને તેમને મદદ મળી શકે છે.પરંતુ અહી તેની સાથે ઘણા અત્યાચારો કરવામાં આવતા હતા.જેથી મહિલાએ પોલીસની મદદ માંગી હતી.એવું કહેવામાં આવે છે કે હાલમાં પોલીસ આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી છે.

તમને જણાવી દઈએ કે આ ઘટના પહેલીવાર સામે આવી નથી,પરંતુ આવી એક બીજી પણ ઘટના સામે આવી છે જેમાં આવી જ અંધશ્રદ્ધા જોવા મળી છે.જેમાં એક ભુવાએ તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.જેથી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે આ ઘણો જાણીતો ભુવો છે.

તે તાંત્રિક બધી વિધિ જાણતો હોવાથી તેની મદદ લેવાનું વિચાર્યું હતું.આવી સ્થિતિમાં ભુવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી હતી અને ત્યારબાદ તની સાથે વાતચીત પણ કરી હતી અને વાત કર્યા બાદ આ જ આશ્રમમાં જ આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ સમગ્ર બાબત અંગે પરિવારમાં કોઈને કોઈ જાણ ન હતી.

મળતા અહેવાલ મુજબ આ યુવતી આશરે 19 વર્ષની હતી.જેમાં ભુવાએ તે મહિલાને આશ્રમમાં બોલાવી હતી.આ પછી તાંત્રિક વિધિ કરવાની કહીને યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આવી સ્થિતિમાં તેની સાથે થયેલા આવા કામની શંકા પણ પરિવારને થઇ ન હતી.

આવી જ રીતે ફરી એકવાર તેને બોલાવી હતી.આ સમયે આખરે મહિલા ત્યાંથી ભાગી નીકળી હતી.અને સગીરાએ પરિવારજનોને જાણ કરીને આ ભૂવાનો ભાંડો ફોડ્યો હતો.હાલમાં ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *