પ્રેમિકાનું ફોનનું ચાર્જર ખરાબ થઇ જતા પ્રેમી ગયો ઘરે આપવા તો તેના સાથે કર્યું કઇંક એવું કે…..

Uncategorized

આજના સમયમાં ઘણા યુવાનો પ્રેમ સબંધોમાં જોડાયેલા જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ પ્રેમ માટે પોતાની દરેક હદો પાર કરવા માટે તૈયાર થઇ જતા હોય છે.ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે યુવક હમેશા યુવતીને જરૂરી વસ્તુઓ લઇ આપવા માટે કોઈને કોઈ રીતે કોસિસ કરતો હોય છે.પરંતુ ઘણીવાર પ્રેમમાં ન બનવાનું પણ બની જતું હોય છે.

આજે આવો જ પ્રેમ સાથે જોડાયેલો કિસ્સો રાજ્યના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે પ્રેમી અને પ્રેમિકા રાતે ચેટ કરતા હતા.પરંતુ પ્રેમિકાના ફોનમાં અચાનક બેટરી પૂરી થઇ ગઈ હતી.આવી સ્થિતિમાં પ્રેમી રાતના અંધારામાં તેને ચાર્જર આપવા દોડી ગયો હતો.પરંતુ પ્રેમી સાથે એવો મોટો કાંડ થઈ ગયો કે પ્રેમી યુવકે સપનામાં પણ વિચાર્યું ન હતું.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના વલસાડના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમક એક ફળિયામાં રહેતા અને ફાયર સેફ્ટીનો ધંધો કરતા યુવકને તેના ઘરના નજીકમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો.જયારે ગત રાત્રે યુવતીએ યુવકને મેસેજમાં જણાવ્યું કે તેના ફોનમાં બેટરી પૂરી થઇ ગઈ છે.

પ્રેમીએ એવો વિચાર કર્યો કે પ્રેમિકા સાથે ચેટિંગ કરવામાં કોઈ તકલીફ ના પડે તે માટે યુવકએ કહ્યું કે ઘરમાં બધા સૂઈ જાય પછી તે ત્યાં આવીને ચાર્જર આપી જશે.જયારે રાતના દસ વાગ્યાની આસપાસ યુવક યુવતીના ઘરે ચાર્જર આપવા પહોંચ્યો હતો.એવું કહેવામાં આવે છે કે યુવક જ્યાં ચાર્જર મૂકતો હતો ત્યાં તેણે તે દિવસે પણ ચાર્જર મૂક્યું હતું.

પરંતુ આ સમયે અચાનક યુવતીના ઘરની લાઈટો ચાલુ થઈ ગઈ હતી.આટલું જ નહિ પ્રન્ન્તું ઘરમાં કોઈ ચોર ગુસી ગયો હોવાની કહીને હોબાળો મચી ગયો હતો.જયારે યુવતીના પરિવારે યુવક પ્રેમીને પકડી લીધો હતો.અને જોરદાર માર પણ માર્યો હતો.આ સમયે યુવકના માતા પિતા ત્યાં આવ્યા ત્યારે તેમને પણ ઘણીખરી ગાળો આપી હતી.

આટલું જ નહિ પરંતુ યુવકે ધમકી પણ આપવામાં આવી હતી કે ફરીવાર પરિવારજનો કે પછી ફળિયામાં જોવા મળ્યો તો જોવા જેવી થશે.પ્રેમિકાના પરિવારજનોના હાથે ઢોર માર ખાધા બાદ ઈજાગ્રસ્ત થયેલો યુવકને પહેલા તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જયારે આ મામલે પોલીસમાં પણ જાણ થઇ હતી,જેથી પોલીસ હવે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *