ચોકાવનારો કિસ્સો : વહુએ સાસુને મારીને કહ્યું ઘરમાં રહેવું હોય તો ૫૦ લાખ રૂપિયા આપો પછી સાસુએ……

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક ઘરમાં સાસુ અને વહુના ઘણા વિવાદી કિસ્સાઓ ઉભા થતા હોય છે.આટલું જ નહિ પરંતુ સાસુ અને વહુના ઝગડાઓ આજથી નહિ પરંતુ વર્ષોથી ચાલતા જોવા મળતા હોય છે,અને આ દરેક બાબત મોટાભાગે ઘણા ઘરોમાં જોવા મળતી હોય છે.એવું પણ કહી શકાય છે કે સાસુ અને વહુ હમેશા એકબીજાના વિરુદ્ધમાં જોવા મળતી હોય છે.

રોજ સામે આવતા સમાચારોમાં સાસુઓ વહુ પાસેથી દહેજ માંગવા અને કેટલીક બાબતે પોતાની વહુને ત્રાસ આપતા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે.જેમાં હમેશા વહુને કોઈને કોઈ રીતે ત્રાસ સહન કરવો પડતો હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે આજે જે કિસ્સો સામે આવ્યો છે તે ઘણો અલગ છે.જેમાં વહુ સાસુને ત્રાસ આપતી જોવા મળી છે.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર બાબત સુરતના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં સાસુએ વહુ પાસે નહીં,પરંતુ વહુએ સાસુ પાસેથી જોડે રહેવું હોય તો 50 લાખ આપવા પડશે તેવી ડિમાન્ડ કરતો જોરદાર મામલો સામે આવ્યો છે.આટલું જ નહિ પરંતુ આ કિસ્સો અંતે પોલીસ સ્ટેશન સુધી આગળ વધી ગયો છે.

એવું કહેવામાં આવે છે કે વહુએ માત્ર રુપિયાની જ ડિમાન્ડ નથી કરી પરંતુ ઘણીવાર તેમની સાથે મારઝૂડ કરી હોવાનો આક્ષેપ સાસુએ લગાવ્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે એક હીરાના વેપારીના દીકરાના લગ્ન આઠ મહિના પહેલા સમાજના રિતરિવાજ અનુસાર અને યુવક-યુવતીના પરિવારજનોની મરજીથી થયા હતા.

પરંતુ લગ્નના થોડા દિવસો પછી વહુએ પોતાનો અસલી ચહેરો ઘરમાં બનાવ્યો હતો.એટલે કે વહુ ઘર પર ભારે થઈને બેસી હતી.એવું કહેવામાં આવે છે કે જયારે લગ્ન પછી મુંબઈ ફરવા ગયા ત્યારે છોકરીના પિતા ત્યાં પહોંચી ગયા હતા,અને ત્યાં જઈને તેમણે વેવાઈને ફોન કરી જણાવ્યું હતું કે હું મારી દીકરીને પાછી લઈ જાઉં છું.

જેમાં વધુમાં એવું પણ જણાવ્યું હતું કે છૂટાછેડા લેવા તૈયાર છે.આ પછી આ પરિવારે દીકરાનો સંસાર બચાવવા માટે યુવતીના પિતાએ સમાધાન માટે જણાવ્યું હતું.આવી સ્થિતિમાં છોકરીના પિતાએ 50 લાખ રુપિયાની ડિમાન્ડ સામે મૂકી હતી.જયારે યુવાક્મના પિતાએ 50 લાખ જેટલી મોટી રકમ આપવા માટે જણાવ્યું ત્યારે આ મામલો શાંત થઇ ગયો હતો.

પરંતુ એવું કહેવામાં આવે છે કે ગત દિવસોમાં યુવતી પોતાના પતિ સાથે પાસે આવી ગઈ હતી.આવતાની સાથે યુવતીએ ઘરના સભ્યો પર દાદાગીરી કરવા લાગી હતી.જયારે સાસુ સાથે ઝઘડો કરતાં તેણે તેમને એમ પણ કહ્યું હતું કે આ મારું ઘર છે અને જો તમારે તેમાં રહેવું હોય તો 50 લાખ હમણાં આપવા પડશે.

જયારે તેમનો ઝગડો વધ્યો ત્યારે સારુને મારવામાં પણ આવી હોવાનું સામે આવ્યું હતું.જેથી સાસુએ અંતે વહુ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જયારે હાલમાં પોલીસ આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે.જેમાં ખાસ કરીને પૈસા માંગવા અને મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *