સુરતમાં બ્રેન ડેડ હતી મહિલા તો પરિવારે કર્યું એવું કામ કે તેના કારણે મહારાષ્ટ્રની એક યુવતીણે મળ્યું નવજીવન…….

Uncategorized

દેશમાં આજે પણ કોરોના મહામારી યથાવત જોવા મળી રહી છે.જયારે દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ઉભી થઇ હતી,ત્યારે આ સમયે ઘણા લોકો કોરોનાથી પોતાની જીવ ગુમાવી ચુક્યા હતા.આટલું જ નહિ પરંતુ લાખો લોકો રોજ સંક્રમિત પણ થઇ રહ્યા હતા.આવી સ્થિતિમાં સમગ્ર માનવ જીવન ઘણું સંકટમાં આવી ગયું હતું.પરંતુ હાલમાં કોરોના સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે.

દરેક વ્યક્તિ જાણે છે કે કોરોનાને કારણે આ વર્ષે વધારે સમસ્યા ફેફસા સાથે સંકળાયેલી જોવા મળી હતી.જેમાં ઘણા લોકોને કોરોનાને કારણે ફેફસામાં નુકશાન થતું હતું.જેમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.આકે આવી જજ એક ઘટના સામે આવી છે,જેમાં મહારાષ્ટ્રની એક મહિલા કોરોના સામે તો જંગ જીતી ગઈ છે.પરંતુ આ નવું જીવન પ્રાપ્ત કરતા પહેલા જીવન મરણ વચ્ચેની જંગ તે લડી રહી હતી.

એવું કહેવામાં આવે છે કે કોરોના વાયરસે આ મહિલાના ફેફસાને સંપૂર્ણ પણે નુકસાન પહોંચાડી દીધું હતું.જયારે આવી સ્થિતિમાં ડોક્ટરોએ મહિલાને બચાવવા માટે ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી.પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે અંગના દાતા તો કોઈ ભાગ્ય જ મળે છે.આવી સ્થિતિમાં હવે પરિવારના દરેક સભ્યો,કોઈ દાતા મળી રહે તેવી આશા સાથે દુઃખમાં ડૂબેલો જોવા મળી રહ્યો હતો.

પરંતુ તમને જણાવી દઈએ કે તેમની આશા પૂર્ણ થતી હોય તેવું સામે આવી ગયું હતું.એવું કહેવામાં આવે છે કે ગત દિવસની મધ્યરાત્રિ પહેલા જ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 46 વર્ષીય બ્રેન ડેડ મહિલાના પરિવારે તેના અંગો દાન આપવાનું નક્કી કર્યું હતું.એવું કહેવામાં આવે છે કે બારડોલી તાલુકાના એક વિસ્તારની મહિલાએ મહારાષ્ટ્રની કોરોના સંક્રમિત મહિલા અને અન્ય 6 લોકોને નવું જીવન આપ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે આ મહિલાના ફેફસા સિવાય,તેમનુંનું હૃદય,બે કિડની,લિવર અને કોર્નિઆઝનું પણ દાન કરવા પરિવારે નિર્ણય લીધો હતો.તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના કોવિડ-19 રિકવર્ડ મહિલામાં ફેફસાનું પ્રત્યારોપણ હૈદરાબાદની હોસ્પિટલમાં કરાયું હતું.સુરતથી હૈદરાબાદ 940 કિમીના અંતરને ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને ફેફસાંને 160 મિનિટમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે આ મહિલાને અચાનક બ્રેન સ્ટ્રોક આવ્યો,જેથી તેની સારવાર ચાલી રહી હતી.પરંતુ તેમનું બ્લડ પ્રેશર અચાનક જ ખૂબ વધી ગયું હતું અને ડોક્ટરોએ નિદાન કર્યું કે તેમને બ્રેન-હેમરેજ હોવાનું જણાવ્યું હતું.તેમની હાલત દિવસે દિવસે વધારે ખરાબ થઇ હતી.આખરે ગત એ દિવસ પહેલા તેમનું મોત થયું હતું.

આ મહિલાના પતિ એવું જણાવી રહ્યા છે કે મારી પત્ની ભલે આજે દુનિયામાં નથી,પરંતુ તે સાત લોકોને નવજીવન આપીને ગઈ છે.કારણ કે તેના અંગો બીજાને જીવન આપી રહ્યા છે.જયારે આ મહિલાના ફેફસા મુંબઇ સ્થિત 46 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.જયારે તેમની કિડની અમદાવાદની 30 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.આવી જ રીતે બીજા પણ આગનો દાન કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે આ મહિલાના પતિ સામાજિક કાર્યકર છે.માટે ડોનેટ લાઇફની ટીમે અંગદાન માટે તેમને સંપર્ક કર્યો હતો.આ સમયે પોતાની પત્નીના કેટલાક જરૂરી અંગો દાન કરવાનો મોટો નિર્ણય લીધો હતો.આ મહિલા ભલે આ દુનિયામાં રહી નથી,પરંતુ તેમના કેટલાક અંગો આજે બીજા લોકોને નવું જીવન આપવાનું કામ કરી ગયા છે.જયારે કોરોનાને કારણે ફેફસા ફેલ થઇ ગયેલી મહિલા પણ હાલમાં ઘણી સ્વસ્થ જોવવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *