પતિનો મિત્ર જ પરિણીતાને ફસાવીને અઢી વર્ષ સુધી હોટલમાં લઇ જઈને તેની સાથે કરતો હતો ના કરવાનું કામ…….

Uncategorized

આજના સમયમાં મહિલાઓ સાથે થતા શારીરિક અને માનશીક ત્રાસના ઘણા કિસ્સાઓ સામે આવતા થઇ ગયા છે.જયારે અમુક તો એવા પણ કિસ્સાઓ હોય છે જેમાં મહિલાઓને તેમની મજબુરીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે ન કરવાનું કામ કરતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં અન્ય વ્યક્તિ કરતા કોઈ જાણીતો વ્યક્તિ મહિલાઓનું વધારે શોષણ કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં જમીનના સોદાના કામ માટે પતિના મિત્રની ઓફિસે ગયેલી પરિણીત મહીલને કેફી પીણું પીવડાવી તેના કેટલાક નગ્ન અવસ્થામાં ફોટા પાડી લીધા હતા.આટલું જ નહિ પરંતુ આ ફોટાઓને આધારે તે આશરે બે વર્ષ સુધી તેને બ્લેકમેલ કરીને પોતાની ભૂખ સંતોષી રહ્યો હતો.

પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે આવી બાબતો કોઈને કોઈ સમયે લોકોની સામે આવી જતી હોય છે.એટલું જ નહિ પરંતુ આરોપીને પણ અમુક સમયે તેની સજા મળતી હોય છે.હાલમાં તો આ સમગ્ર બાબત પોલીસ સુધી આગળ વધતી જોવા મળી છે,જેમાં આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.અને પોલીસ તેમની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના સુરતના એક વિસ્તારની છે.જેમાં એક કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરનો ભાગીદાર યુવક હમેશા તેમના ખાસ મિત્રના ઘરેવ આવતો રહેતો હતો.જયારે આ આરોપી યુવકને પણ મિત્રની પત્ની સારી રીતે જણાતી હતી.જયારે 2019 માં યુવતીના પતિએ એક પ્લોટ માટે તેમના મિત્ર સાથે સોદો કર્યો હતો.

જયારે આ કામ માટે થોડા આ મહિલાને કાગળ પર સહી કરવાના બહાને આરોપી યુવકે પોતાની ઓફિસમાં બોલાવી હતી.જયારે પતિ કામથી બહાર ગયો હોવાથી પત્ની પોતે એકલી ત્યાં ગઈ હતી.કારણ કે તે તેમને સારી રીતે ઓળખતી હતી,જે તેમના પતિનો ખાસનો ખાસ મિત્ર પણ હતો.પરંતુ આ પત્ની જાણતી ન હતી,કે તે યુવક તેમની પર ઘણા સમયથી ખરાબ નજર કરી રહ્યો છે.

એવું કહેવામાં આવે છે કે ઓફિસે આવેલી આ મહિલાને કેફી દ્રવ્ય ઉમેરીને ડ્રિંક આપી હતી.જેના કારણે થોડા સમયમાં આ મહિલા બેભાન થઇ હતી.પરંતુ આ સમયે તે આરોપી મિત્રએ ન્યૂડ ફોટોગ્રાફ લઇ લીધા હતા,આટલું જ નહિ પરંતુ તેમનો એક વિડીયો પણ બનાવી લીધો હતો.જયારે થોડા સમયમાં તે ભાનમાં આવી ત્યારે પોતાની સાથે શું થયું હતું તે વધારે વિચારી શકી ન હતી.

આખરે આ આરોપીએ મહિલાને જણાવ્યું કે તેમની પાસે ફોટાઓ અને વિડીયો છે.જો પોતાના કહેવા મુજબ ન કરશે તો આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી હતી.આ પછી તો આ મિત્ર યુવક વારંવાર તે મહિલાને અલગ-અલગ હોટેલોમાં બોલાવીને તેના પર દુષ્કર્મ ગુજારતો રહો હતો.જયારે પણ મહિલા વિરોધ કરવાનું કામ કરતી ત્યારે તેને ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવા માટે જણાવી ધમકી આપતો અને તે મહિલાનું શોષણ કરતો હતો.

એવું કહેવામાં આવે છે કે આ આરોપી યુવક મહિલાને આશરે અઢી વર્ષ સુધી પોતાની મરજીથી તેનું શોષણ કરતો રહ્યો હતો.જયારે મહિલા પોતાના પરિવારની આબરૂ વિચારીને ચુપ હતી.આખરે ગત દિવસોમાં તે સહન કરી શકી તો હિમત્ત કરીને આ સમગ્ર બાબત અંગે પતિને જાણ કરી હતી.આખરે પતિએ પણ તેમના પર વિશ્વાસ કર્યો જેથી બંનેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.હાલમાં તો તે આરોપીની શોધ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *