ટ્રેન સામે કુદી ગઈ માં તો 12 વર્ષની બાળકીએ આવી રીતે બચાવ્યો જીવ,જાણો શું હતું કારણ…

India

માં પોતાના બાળકોને જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ ભાગ્ય જ આ દુનિયામાં કોઈ કરતુ હશે.સામાન્ય રીતે જોવામાં આવે તો માતા હમેશા પોતાના સંતાનોની ખુશી માટે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થઇ જતી હોય છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા દુખી રહીને પોતાના બાળકોને ખુશ કરવાની કોશિસ કરતી રહે છે.

એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સ્થિતિ ઉભી થાય પરંતુ માતાના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી.જયારે તે દરેક ક્ષણે બાળકોની સંભાળ રાખે છે.માતાની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે તેનું બાળક સલામત છે.જો બાળક મુશ્કેલીમાં હોય તો માતા તેને બચાવવા માટે તેના જીવનને જોખમમાં મૂકે છે.પરંતુ તમને જણાવી દઈએ કે આજે જે કિસ્સો સામે આવ્યો છે તે થોડો અલગ જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં એવું સામે આવ્યું છે કે એક 12 વર્ષીય છોકરીએ પોતાની માતાનો જીવ બચાવવા માટે પોતાની જીવ જોખમમાં મુક્યો હતો.જયારે આખરે પોતાની માતાને મોતના મોંમાંથી બહાર પણ ખેંચી લાવી હતી.આટલું જ નહિ પરંતુ પોતાના આ કામને આખું ગામ પ્રસંશા કરવા લાગી ગયું છે.

એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના ભોપાલના એક વિસ્તારમાંથી સામે આવી છે,જેમાં એક મહિલાની ડેડ બોડી એક રેલ્વે ટ્રેક નજીક પડી છે.જયારે આ માહિતી મળી ત્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી,પરંતુ અહી જે જોવા મળ્યું તે ઘણું અલગ હતું.જેમાં પોલીસને જોવા મળ્યું કે એક રેલ્વે ટ્રેક નજીક 12 વર્ષની બાળકી તેના ખોળામાં માતાનું માથું મુકીને રડતી હતી.

જ્યારે આવી સ્થિતિમાં નજીક જઈને જોવામાં આવ્યું ત્યારે તેમની માતા શ્વાસ લેતી જોવા મળી હતી.આ પછી પોલીસે પહેલા આ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.અહીં મહિલાની ગંભીર હાલત જોઈને તેને એઈમ્સ રિફર કરાયો હતો.જયારે હાલમાં તેમની સ્થિતિ વધારે નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ પોલીસે યુવતી પાસેથી આખી ઘટનાની માહિતી લીધી હતી,જેમાં એવું સામે આવ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ હતી.યુવતીએ એવું જણાવ્યું કે માતા આત્મહત્યા કરવા ટ્રેન ટ્રેક પર આવી હતી.આવી સ્થિતિમાં તેને જાણ થઇ ત્યારે તે પણ પાછળ આવી હતી.જયારે અચનાક માતા ટ્રેનની સામે ઉભી રહી હતી.

પરંતુ પોતે પાછળથી આવીને તેનો હાથ પકડીને માતાને ટ્રેકની સાઇડમાં ધકેલી હતી.આવી સ્થિતિમાં તેને ઈજા થઇ હતી.જયારે તે અચનાક ત્યાં જ બેહોશ પણ થઈ ગઈ હતી.પરંતુ જો આ છોકરી ન હોત તો આજે માતાનું મોત ચોકસ રીતે થઇ ગયું હોત.તમને જણાવી દઈએ કે આ મહિલા આત્મહત્યા કરવા માટે કેમ ગઈ હતી,તેનું કારણ સામે આવ્યું નથી.

પોલીસનું કહેવું છે કે મહિલા હાલમાં વધારે ગંભીર હોવાથી તેમની પાસેથી કોઈ વધારે નિવેદન મળ્યું નથી.પરંતુ જયારે આ મહિલા સારી રીતે હોશમાં આવશે ત્યારે તેમની પાસેથી વધારે જાણકારી મેળવવામાં આવશે.પોલીસે તો હાલમાં આ બાળકીનો ખુબ પ્રસંશા કરી છે,જયારે લોકો પણ તેમના કામને વધારે પસંદ કરવા લાગ્યા છે.

હાલમાં તો આ બાળકીએ માતાનો જીવ બચાવ્યો છે,પરંતુ થોડી ઈજાઓ હોવાથી તે થોડી ગંભીર હોવાથી માતા માટે બાળકી પ્રાથના કરી રહી છે.જયારે આ ઘટના સોસીયલ મીડિયા પર પણ વધારે વાયરલ થતી જોવા મળી છે,જેમાં કેટલાક લોકો માતા જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના કરતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *