સુહાગરાતના પહેલા જરૂરથી કરો આ કામ,જો તમે ન કરો તો દામ્પત્ય જીવન પર પડશે ભારે અસર…….

Astrology

દરેક વ્યક્તિ ચોક્કસ રીતે એકવાર લગ્ન જીવનમાં જોડાવા માંગે છે.જયારે ઘણા લોકો લગ્ન જીવન પછી વધારે સુખ પ્રાપ્ત કરતા હોય છે તો ઘણા લોકોના જીવનમાં લગ્ન પછી અમુક મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે લગ્ન બંધનમાં જોડાયા પછી,પહેલીરાતે કેટલાક ચોક્કસ કામ કરવા જોઈએ.જો આ કામ ન કરવામાં આવે તો જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

ઘણા વર અને કન્યા સુહાગરાતે કેટલાક કાર્યો કરતા નથી.તેથી તેમના જીવનમાં ખુશીનો અભાવ ઉભો થવા લાગે છે.માટે તમારે પણ આ કર્યો ન કરવાની કોઈ ભૂલ ન કરવી.જો તમે આ રાતે આટલા કર્યો કરશો તો જીવનમાં અનેક સુખદ દિવસો આવશે.આજે તમને સુહાગરાતે કરવાના કેટલાક કર્યો વિષે જણાવવા જઈ રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હશે…

કુળ દેવી દેવતાઓની પૂજા –

એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ સુહાગરાતે પહેલાં પરિવાર સાથે મળીને પોતાના કુળ દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ.તેમની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.આનાથી લગ્ન પછીનું નવું જીવન ઘણું સારું પસાર થાય અને વંશ પણ આગળ વધે.એવું માનવામાં આવે છે કે આ દિવસે તેમની ચોક્કસ પૂજા કરવામાં આવે તો બીજા પણ ઘણા લાભ મળે છે.

પૂર્વજોની પૂજા –

સુહાગરાત પહેલાં ઘણી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.એક ધાર્મિક વિધિમાં પૂર્વજોની પણ પૂજા કરવી જોઈએ.એવું માનવામાં આવે છે કે પૂર્વજોની પૂજા કરવાથી તેઓને તેમના આશીર્વાદ મળે છે અને બાળકોની ખુશી સરળતાથી પ્રાપ્ત થાય છે.પૂર્વજોની પૂજા કર્યા વિના સુહાગરાત ઉજવવાથી બાળકના સુખમાં અવરોધ આવે છે.આટલું જ નહિ પરંતુ સંતાનની પ્રાપ્તિ માટે પણ મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે.માટે તેમની ચોક્કસ પૂજા કરો.

પતિને દૂધ આપવું જોઇએ –

સામાન્ય રીતે જોવામાં આવે તો સુહાગરાતના દિવસે દરેક પત્ની પોતાના પતિને દૂધ આપતી હોય છે.પરંતુ જે લોકો આવું નથી કરતા તેમના જીવનમાં ઘણા અવરોધો ઉભા થવા લાગે છે.દૂધ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે.જયારે જ્યોતિષીઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે દૂધને ચંદ્ર અને શુક્રનું પદાર્થ માનવામાં આવ્યું છે.શુક્ર એ પ્રેમ અને વાસનાનો કારક ગ્રહ છે.આ સ્થિતિમાં પતિને દૂધ આપવાથી લગ્ન જીવનમાં પ્રેમ વધે છે.

મોઢું જોવું –

સુહાગરાતના સમયે પત્નીના મોઢા પર મોટો ગુંગત હોય છે અને એવું કહેવામાં આવે છે કે આ પરંપરા રામજીએ શરૂ કરી હતી.રામજીએ પણ પોતાની પહેલી રાતે દેવી સીતાનું મોઢું જોયું હતું.અને વચન આપ્યું હતું કે તે પતિ તરીકે હમેશા તેની સાથે ઉભા રહેશે.આ વચનને કારણે ભગવાન રામે બીજા લગ્ન ન કર્યા હતા.આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે સુહાગરાત દરમિયાન જ્યારે પતિ પત્નીને ગિફ્ટ આપે છે.તો તેનો અર્થ એ છે કે તે તેની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ છે.માટે તમારે પણ આવું જરૂરી કરવું.

વડીલોનો આશીર્વાદ લેવો –

નવા જીવનની શરૂઆત કરતા પહેલા વડીલોના આશીર્વાદ ચોક્કસ રીતે લેવા જોઈએ.આ કરવાથી વરરાજા અને તેમના લગ્ન જીવન માટે શુભેચ્છાઓ પ્રાપ્ત થાય છે અને તેમના લગ્ન જીવન સારી રીતે આગળ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *