સોમનાથ મંદિરના આ ચમત્કાર જાણીને તમે પણ ખુશ થઇ જશો,હવામાં તરતી મૂર્તિથી લઈને……

Uncategorized

ભારત એક એવો દેશ જ્યાં અનેક રહસ્યમય મંદિરો આવેલા છે,આટલું જ નહિ પરંતુ દરેક મંદિર પાછળ પણ કોઈને કોઈ ચોક્કસ કથા સંકળાયેલી છે.જયારે ભારતના બાર હિન્દુ ધર્મના બાર જ્યોતિર્લિંગ આવેલા છે,જ્યાં દરેક શ્રધાળું પોતાની શ્રધ્ધા સાથે દર્શન માટે જતા હોય છે.આટલું જ નહિ પરંતુ આ દરેક જ્યોતિર્લિંગના દર્શન કરવાની દરેક વ્યક્તિ ઈચ્છા પણ ધરાવતો હોય છે.

તમને જણાવી દઈએ કે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ આવેલું છે.જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અતૂટ શ્રદ્ધા સાથે આવતા હોય છે.આ ધાર્મિક સ્થાનકનું મહત્વ જેટલું વિશાળ છે,તેવી જ રીતે આ મંદિરોનો ઇતિહાસ પણ ઘણો જ મહત્વપૂર્ણ છે,જે દરેક ભક્ત જાણવા માંગતા હોય છે.

એવું કહેવામાં આવે છે કે ઘણીવાર આ મંદિરને પ્રાચીન મુસ્લિમ શાસકો દ્વારા તોડવામાં પણ આવ્યું હતું.આ પછી મંદિરને ફરી પાછું ઉભું કરવામાં આવ્યું હતું,જયારે હાલમાં વિશ્વભરમાં આ મંદિર પ્રસિદ્ધ છે.જયારે દેશના ખૂણા ખૂણામાંથી ભકતો દર્શન કરવા માટે આવે છે.આજે તમને આ મંદિર સાથે જોડાયેલો એક પ્રસંગ જણાવી રહ્યા છીએ.

એવું કહેવામાં આવતું હતું કે એક સમયે સોમનાથ મંદિરમાં ભગવાન શિવજીની મૂર્તિ હવામાં લહેરાતી હતી.આ હવામાં તરતી મૂર્તિને જોવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હતા.પરંતુ મંદિર ઉપર થયેલા આક્રમણ અને તે સમયના શાસકો મારફતે મંદિર તોડવાના કારણે આ મૂર્તિનું રહસ્ય પણ ઉજાગર થયલું જોવા મળ્યું હતું.

પ્રાચીન કથાઓ અનુશાર એવું કહેવાય છે કે જયારે તે સમયમાં એક શાસનકારે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું.ત્યારે હવામાં તરતી આ મૂર્તિને જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો.આવી સ્થિતિમાં આ શાસનકારે આ મૂર્તની ફરતે ભાલા મારી અને સત્ય તપાસવાની કોશિશ પણ કરી હતી,પરંતુ તેને વધારે કોઈ પણ જાણવા મળ્યું ન હતું.

જયારે આ શાસનકારે પોતાના સેવકોને આ હવામાં લટતકતી મૂર્તિનું રહસ્ય શોધવા માટેના પણ આદેશ આપ્યા હતા.પરંતુ તેમના સેવકો પણ ત્યાંથી નિરાશ થઈને પાછા ગયા હતા.એવું કહેવાય છે એ તેમને એવી કોઈ વસ્તુ ન મળી કે મૂર્તિ હવામાં તરી રહી છે.જયારે કેટલાક સેવકો એવું જણાવી રહ્યા હતા કે આ મૂર્તિને ખુબ જ ચાલાકીથી મુકવામાં આવી છે.

આ મૂર્તિ લોખંડની છે અને મંદિરના ગુંબજમાં ચુંબક લગાવવામાં આવ્યા છે જેના કારણે તે હવામાં લહેરાઈ રહી છે.આવી સ્થિતિમાં તે શાસકકારે આ વાતનું પુષ્ટિ કરવા માટે મંદિરના ગુંબજ તોડવાનું શરૂ કર્યું.ત્યારે એક તરફનો ગુંબજમાંથી પથ્થર કાઢવાનું શરૂ કરાવ્યું ત્યારે મૂર્તિ એક તરફ નમી અને પછી તો તેને મંદિરનો ગુંબજમાંથી બધા પથ્થર કાઢી નાખ્યા.

જયારે મંદિરનો ગુંબજ તોડવામાં આવ્યો ત્યારે મૂર્તિ જમીન ઉપર પડી હતી.એવું કહેવાય છે કે આ સમયે તે શાસનકારે સોમનાથ મંદિરની હવામાં લટકતી મૂર્તિનું રહસ્ય ખોલ્યું હતું.એ સમયે કુશળ કારીગર દ્વારા આધુનિક જમાનાને પણ માત આપે.આ એવી કામગીરી કરવામાં આવી હતી કે મંદિરના ગુંબજમાં ચુંબક લગાવી મૂર્તિને હવામાં લહેરાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે સોમનાથનું મંદિર એટલું ભવ્ય અને વૈભવશાળી હતું કે એ સમટે વિદેશી હુમલાખોરોએ મંદિરને અનેકવાર તોડ્યું પણ હતું,જયારે આજે પણ આ મંદિર શોભા અને વૈભવ સુંદરતાની સાથે અડીખમ ઉભું છે,આટલું જ નહિ પરંતુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.તમને જણાવી દઈએ કે આ મંદિરમાં શિવજીની આરાધના કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *