સ્નાન કરતી વખતે પાણીમાં નાખી દો આ વસ્તુઓ,સૂર્ય અને શનિ સહીત આ ગ્રહો થઇ જશે પ્રસન્ન……..

Astrology

દરેક વ્યક્તિ હમેશા સારું જીવન પસાર કરવાના સપના જોવે છે.પરંતુ એવું કહેવામાં આવે કે ઘણા ઓછા લોકોના આવા સપના પૂરા થતા હોય છે.જયારે તેની પાછળનું પણ કારણ જ્યોતિષ મુજબ એવું કહેવામાં આવે છે વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ વધારે પડતી નબળી હોય તો તેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવતી રહે છે જે સપના પૂરા કરવામાં અવરોધ ઉભો કરે છે.

જયારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ખામી હોય ત્યારે તે ગમે તેવી મહેનત કરતો રહે,પરંતુ તેની આખરે નિષ્ફળતા જ મળતી હોય છે.આ સિવાય જો વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત હોય તો જીવનમાં સુખદ પરિણામો મળે છે અને દરેક ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે.દરેક સપના પણ પૂરા થવા લાગે છે.જીવનમાં દરેક સુખ સુવિધાઓ પ્રાપ્ત થવા લાગે છે.

તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં આશરે કુલ 12 રાશિ જણાવી છે.અને આ તમામ રાશિના કેટલાક સ્વામી ગ્રહ પણ રહેલા છે.જયારે રાશિમાં ગ્રહોની શુભ અને અશુભ સ્થિતિ હોય તો તે રાશિના જાતકના જીવનમાં ઘણા પરિવર્તન જોવા મળે છે.આ ઉપરાંત તેના કામમાં પણ ઘણી તેની અસર જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવામાં આવે તો દરેક વ્યક્તિએ પોતાની રાશિના સ્વામી ગ્રહને શાંત કરવા અને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો અને અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે.જયારે ઘણા લોકો કેટલાક ઉપાયો કરીને આવા ગ્રહોને શાંત કરવાની કોશિસ કરતા રહે છે.જયારે એવું કહેવામાં આવે છે કે નહાવાના પાણીમાં પણ કેટલીક વસ્તુઓ ઉમેરવામાં આવે તો ઘણા લાભ થઇ શકે છે અને દરેક ગ્રહો પણ શાંત થઇ શકે છે.તો જાણો આ ઉપાયો…

સૂર્ય ગ્રહ –

જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે સિંહ રાશિના લોકોનો સ્વામી ગ્રહ સૂર્ય છે.આવી સ્થિતિમાં જો આ રાશિના લોકોની કુંડળીમાં સૂર્યની ખરાબ અસર જોવા મળી રહી છે તો તેમને એલચી,કેસર,લાલ ચંદન,માદક અથવા કોઈ લાલ રંગના ફૂલને નાહવાના પાણીમાં ભેળવીને દરરોજ આ પાણીથી સ્નાન કરવું જોઈએ.આ ઉપાય કરવાથી સૂર્ય ગ્રહ શાંત થાય છે.અને સૂર્યથી થતી અશુભ અસર પણ સમાપ્ત થઈ જાય છે.જીવનમાં ઘણા લાભ મળવા લાગે છે.

ચંદ્ર ગ્રહ –

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે કર્ક રાશિના લોકોનો સ્વામી ગ્રહ ચંદ્ર છે.જયારે આ રાશિના લોકોની કુંડળીમાં ચંદ્રની અશુભ અસરો હોય છે ત્યારે ખાસ કરીને નાહવાના પાણીમાં સફેદ ચંદન અથવા કોઈપણ સફેદ રંગના ફૂલ નાખીને જો સ્નાન કરવામાં આવે તો ચંદ્રના દુષ્પ્રભાવો દૂર થવા લાગે છે.માટે તમારે પણ આ સરળ ઉપાયો ચોક્કસ કરવો જોઈએ.

મંગળ ગ્રહ –

તમને જણાવી દઈએ કે મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના લોકોનો સ્વામી માનવામાં આવે છે.જો આ લોકોની કુંડળીમાં મંગળની ખરાબ અસર જોવા મળી રહી છે તો તમારે નાહવાના પાણીમાં લાલ ચંદન,હીંગ અને ગુલાબના ફૂલ નાખીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ.આ ઉપાય કરવાથી આનો ઘણો સારો લાભ મળવા લાગે છે.

બુધ ગ્રહ –

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ કન્યા અને મિથુન રાશિના લોકોનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે.માટે જો તમારી કુંડળીમાં બુધનો અશુભ પ્રભાવ જોવા મળી રહ્યો છે તો આવી સ્થિતિમાં તમારે નાહવાના પાણીમાં મધ,જાયફળ અને ચોખાને ભેળવીને સ્નાન કરવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ગ્રહ શાંત થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.તે ઉપરાંત જીવનમાં ઘણા લાભ મળવા લાગે છે.

ગુરુ ગ્રહ –

એવું કહ્હેવામાં આવે છે કે ધન અને મીન રાશિના લોકોનો સ્વામી ગ્રહ ગુરુ છે.જો તમારી કુંડળીમાં પણ ગુરુ ગ્રહની અસર જોવા મળી રહી છે.તો તમારે નહાવાના પાણીમાં હળદર,મધ અને ચમેલીના ફૂલની પાંખડી નાખીને સ્નાન કરવું જોઈએ.આ ઉપાય કરવાથી ગુરુ ગ્રહ શાંત થાય છે અને તેની સારી અસર જીવનમાં જોવા મળે છે.

શુક્ર ગ્રહ –

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃષભ અને તુલા રાશિના લોકોનો સ્વામી શુક્ર માનવામાં આવે છે.જો શુક્ર ગ્રહ કુંડળીમાં અશુભ અસર આપી રહ્યો છે તો તમારે સ્નાન કરવાના પાણીમાં જાયફળ,એલચી,ચંદન અને દૂધ મિક્ષ કરીને સ્નાન કરવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શુક્ર ગ્રહની સારી અસર ઉભી થવા લાગે છે,અને જીવનમાં ઘણા રોકાયેલા કામ પણ પૂરા થવા લાગે છે.

શનિ ગ્રહ –

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ મકર અને કુંભ રાશિના લોકોનો સ્વામી માંન્ન્વામાં આવે છે.જો તમારી કુંડળીમાં શનિનો અશુભ પ્રભાવ પડતો જોવા મળી રહ્યો છે.તો તમારે સ્નાન કરવાના પાણીમાં વરિયાળી,કાળા તલ અથવા ખસખસ ઉમેરીને સ્નાન કરવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે આ સરળ ઉપાય કરવાથી શનિની અશુભ અસરો હમેશા માટે દૂર થવા લાગે છે.અને ઘણા સારા કભ પણ થવા લાગે છે.

રાહુ અને કેતુ –

જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે રાહુ અને કેતુ જે વ્યક્તિની કુંડળીમાં અશુભ પ્રભાવ રતિએ જોવા મળી રહ્યો છે તો તે વ્યક્તિએ નહાવાના પાણીમાં દુર્વા,લાલ ચંદન અને લોબાન ઉમેરીને સ્નાન કરવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી રાહુ અને કેતુ હમેશા માટે શાંત થઇ જાય છે.અને તેના શુભ પ્રભાવો મળવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *