સ્વર્ગથી ઓછુ નથી કંગના નું આ આલીશાન ઘર,અંદરના ફોટા જોઇને તમે પણ કહેશો વાહ…….

Boliwood

બોલિવૂડ સ્ટાર્સ હમેશા પોતાની ફિલ્મો માટે તો અમુક સમયે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં જોવા મળે છે,જયારે ઘણા એવા પણ સ્ટાર્સ છે જે હમેશા પોતાના વૈભવી જીવન માટે ચર્ચામાં રહે છે.પરંતુ આ દરેક બાબત સાચી હોય છે કે ખોટી તે કોઈ જાણતું નથી,પરંતુ તે હમેશા મોટી હેડલાઇન્સ જરૂર બનાવી દે છે.

તમને જણાવી દઈએ કે બોલીવૂડની ચર્ચિત ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી કંગના રાનાઉતનો તાજેતરમાં જ જન્મદિવસ હતો.જયારે હવે આ અભિનેત્રી આશરે 32 વર્ષની થઈ ગઈ છે.આ એક એવી અભિનેત્રી છે જે હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં જોવા મળતી હોય છે તે ફિલ્મો કરતા વધારે અન્ય બાબતોને લઈને વધારે ચર્ચામાં જોવા મળે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે કંગના ઘણીવાર તેના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે.તમને જણાવી દઈએ કે કંગના હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામની છે જ્યાં તેમના મોટા દાદા ધારાસભ્ય હતા જયારે દાદા આઈએએસ અધિકારી હતા.તેમના પિતા એક વેપારી અને માતા શિક્ષિકા હતી.આવું હોવા છતાં આ અભિનેત્રીએ ફિલ્મોમાં પોતાનું નામ ઉભું કરવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે.

એવું કહેવામાં આવે છે કે કંગનાએ તબીબી અભ્યાસ છોડી દીધો હતો,તે પહેલા દિલ્હીમાં એક મોડેલ બની હતી અને ત્યારબાદ મુંબઈ આવી હતી અને અભિનયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો.જયારે પોતે અચાનક અભ્યાસ છોડી દીધો ત્યારે કંગનાના પરિવાર સાથે વાતચીત પણ બંધ થઈ ગઈ હતી.પરંતુ ઘણા ઓછા સમય પાછી તે ફિલ્મોમાં જોવા મળી,અને સફળતા મળતા પરિવાર વચ્ચે ફરી પ્રેમભાવ ઉભો થઇ ગયો હતો.

તમને જણાવી દઈએ કે કંગના મનાલીમાં વતન છે,તેથી કંગના પણ મનાલી સાથે ભાવનાત્મક સંબંધ ધરાવે છે.આ જ કારણે કંગનાએ ગયા વર્ષે મનાલીમાં પોતાને માટે એક લક્ઝરી બંગલો ખરીદ્યો છે અને હવે કંગનાએ ઘરને પોતાની પસંદ પ્રમાણે બનાવ્યું છે જેનાથી સ્થાનિક લોકો ખુશ છે.તેના ખુશ રહેવાનું કારણ એ છે કે હવે કંગના અહીં પણ સમય આપી શકશે.

એવું કહેવામાં આવે છે કે કંગના ઘણીવાર મનાલી પોતાના ઘરે સમય પસાર કરવા માટે જાય છે.જયારે કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે કંગનાએ હમણાં બાંદ્રાના પાલી હિલમાં એક બંગલો પણ ખરીદ્યો છે,જેનો ઉપયોગ કંગના તેના પ્રોડક્શન હાઉસ માટે કરશે.તમને જણાવી દઈએ કે આ મકાનની કિંમત લગભગ 20 કરોડ કહેવામાં આવી છે.

કંગનાના પાલી હિલ બંગલાની ઘણી તસવીરો પણ વાયરલ થઇ હતી.જે દેખાવમાં ઘણો સુંદર છે.જયારે તેમાં દરેક વસ્તુ ઘણી મોંગી છે.બીજા બોલીવૂડ સ્ટાર્સની જેમ આ અભિનેત્રી પણ પોતાનું જીવન વૈભવી રીતે જીવવું વધારે પસંદ કરે છે.જયારે કેટલાક અહેવાલો મુજબ કંગના ધમાલ 2, મેન્ટલ હૈ ક્યા જેવી ફિલ્મોમાં ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *