સ્વાદમાં મધથી પણ વધારે મીઠું હોય છે આ વસ્તુ,જેની કીમત અને ખાવાના ફાયદા જાણીને તમે ચોકી જશો……

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે એક સારા સ્વાસ્થ્ય માટે ખોરાક ઉપરાંત કેટલાક ફળો પણ ઘણા મહત્વના રહ્યા છે.આવી સ્થિતિમાં જો સફરજનની વાત કરવામાં આવે તો તેનું સેવન કરવાથી બીમારી ઘણી દૂર રહે છે જે દરેક વ્યક્તિ જાણે છે.તમને જણાવી દઈએ કે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ તેનું સેવન કરવા માટેની સલાહ આપે છે.કારણ કે સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સફરજનમાં ઘણા વિટામિન અને ખનિજો રહેલા છે,જે ઘણા રોગોને હમેશા દૂર કરે છે,માટે ઘણા લોકો હમેશા તેનું સેવન પણ કરતા હોય છે.એવું માનવામાં આવે છે કે આનું રોજ સેવન કરવામાં આવે તો ડોક્ટર પાસે જવાનો સમય આવતો નથી.જ્યારે બજારમાં પણ સફરજન હમેશા જોવા મળતા હોય છે.

આટલું જ નહિ પરંતુ આજે તો સફરજનની ઘણી જાતો પણ જોવા મળી રહી છે.જે અલગ અલગ પોષક તત્વો ધરાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હમેશા સફરજન લાલ અથવા સહેજ લીલા રંગનું દેખાતું હોય છે.જે સામાન્ય રીતે દરેક જગ્યાએ પણ મળી આવે છે.જયારે સામાન્ય ફળો કરતા પણ તે થોડું મોંઘુ પણ હોય છે.માટે દરેક વ્યક્તિ સતત તેનું સેવન પણ કરી શકતો નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક વ્યક્તિ આ ફળનું સેવન તો કર્યું હશે.પરંતુ આજે તમને આવા સફરજન વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે તમે તેના વિશે પહેલાં પણ નહીં સાંભળ્યું હશે.આજે તમને ‘બ્લેક ડાયમંડ એપલ’નામના સફરજન અંગે જણાવી રહ્યા છીએ.જે ઘણા લોકોએ તો નામ પણ પહેલીવાર સાંભળ્યું હશે.પરંતુ આજે તમને તેના વિશે થોડી માહિતી જણાવી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે આ સફરજન હુઆ નીઉ જાતિનું માનવામાં છે.તેને ચાઇનીઝ રેડ સ્વાદિષ્ટ પણ કહેવામાં આવે છે.આ સફરજન સામાન્ય લાલ અથવા લીલા સફરજન કરતા એકદમ અલગ દેખાવ ધરાવે છે.જયારે તેના રંગ અંગે વાત કરવામાં આવે તો તેનો રંગ ઘાટો જાંબુડિયા જેવો દેખાય છે.જયારે આ દરેક જગ્યાએ પણ જોવા મળતું નથી.

આજે આ સફરજનને સમગ્ર વિશ્વમાં ખૂબ માંગ રહેલી છે.પરંતુ તેનું ઉત્પાદન ઘણું ઓછુ થઇ રહ્યું છે.એવું કહેવામાં આવે છે કે આ ફળનું ઉત્પાદન ફક્ત તિબેટના કેટલાક ભાગોમાં જ થઇ રહ્યું છે.આ સફરજન ફક્ત સમગ્ર વિશ્વમાં તિબેટના નાઇંગ-ચી ક્ષેત્રમાં જોવા મળે છે.ચીનની એક કંપની પણ આ સફરજનની ખેતી 50 હેક્ટરમાં કરી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જયારે આ સ્થાન ભૂમિ સમુદ્ર સપાટીથી આશરે 3100 મીટરની ઉંચાઈ પર આવેલું છે.જ્યારે આટલી ઉંચાઈ હોવાથી દિવસ અને રાતના તાપમાનમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે.કેટલાક લોકો એવું પણ માને છે કે આ સફરજન પર દિવસ દરમિયાન ઘણી બધી અલ્ટ્રા વાયોલેટ કિરણો આવે છે,જેના કારણે તેનો રંગ જાંબુ રંગનો થઇ રહ્યો છે.

એવું કહેવામાં આવે છે કે આ બ્લેક ડાયમંડ એપલની ખેતી આશરે વર્ષ 2015 માં શરૂ થઈ હતી.આટલું જ નહિ પરંતુ આ સફરજન બેઇજિંગ,શાંઘાઇ અને શેનઝેન સુપરમાર્કેટ્સમાં વધારે જોવા મળી રહ્યા છે.પરંતુ આ સફરજનની સૌથી વિશેષ બાબત પણ રહેલી છે જેના કારણે તેની માંગમાં વધારો થઇ રહ્યો છે.આનો સ્વાદમાં મધ કરતાં મીઠો છે.

આટલું જ નહિ પરંતુ તેનું સેવન કરવાથી આનંદમાં ઘણો વધારો થાય છે.એવું માનવામાં આવે છે કે જે એકવાર આ સફરજનનું સેવન કરે છે તો ફરીથી અને ફરીથી ખાવાનું મન ધરાવે છે.તેનો દેખાવ અને સ્વાદ બંને ખૂબ જ અલગ રહ્યા છે.જયારે આના વેચાણ અંગે વાત કરવામાં આવે તો આ કિલોમાં નહિ પરંતુ 6 થી 8 ના પેકમાં વેચાય છે.

જયારે બ્લેક ડાયમંડ એપલની કિંમતની વાત કરવામાં આવે તો તે 50 યુઆન છે.જયારે તેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તે લગભગ 500 રૂપિયા જેટલી થઇ રહી છે.એટલે કે એક જ સફરજનનો ખર્ચ આશરે 500 રૂપિયા થઇ રહ્યો છે.માંગમાં વધારો હોવા છતાં આજે તેનું વાવેતર ઘણું ઓછુ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *