સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે આ ફળ,શરીરમાં અશક્તિથી લઈને આ મોટી બીમારીઓને કરે છે દુર……

Health

ઋતુ મુજબ દેશમાં ઘણા ફળો જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો ખાસ કરીને આહારમાં ફળોનો સમાવેશ પણ કરતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને ન્યુઝીલેંડ અને ઈટલીનું જાણીતું એવું ફળ કીવી વિશે જણાવી રહ્યા છીએ,જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે આ ફળનું સેવન કરવાથી ઘણા રોગો પણ દૂર થાય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હવે કીવી જેવા કીમતી ફળોની ખેતી ભારતના ઘણા વિસ્તારોમાં થવા લાગી છે.એવું કહેવામા આવે છે કે કીવી ખાસ કરીને હાલમાં હિમાચલ પ્રદેશમાં વધારે થઇ રહી છે.કીવી જમ્મુ-કશ્મીર,ઉત્તરાખંડ,સિક્કિમ,મેઘાલય,અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આજે કીવીની ખેતી થવા લાગી છે.

આજના સમયમાં હવે ધીરે ધીરે તેની માંગમાં પણ વધારો થવા લાગ્યો છે.કારણ કે કીવી એક એવું ફળ છે જે ખાવાથી શરીરમાં એક અલગ પ્રકારની શક્તિ આપે છે.કિવીને પોતાના આહારમાં સામેલ કરવામાં આવે તો તે ઘણા લાભ આપે છે,પરંતુ આજે પણ ઘણા ઓછા લોકો જાણે છે કે કીવીનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે કીવીને છોલ્યા વગર સેવન કરવામાં આવે તો પણ તેના ઘણા લાભ મળે છે.કારણ કે તેની છાલમાં રેશા હોય છે.જયારે તેની છાલ કાઢીને પણ સેવન કરી શકાય છે.કીવી લગભગ દરેક ઋતુમાં મળતુ ફળ એકમાત્ર છે.પરંતુ ઓછા પ્રમાણમાં મળે છે.આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષિક લાગે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

એવું કહેવામાં આવે છે કે 100 ગ્રામ કિવીમાં 61 કેલરી,14.66 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ,પ્રોટીન,ફાઇબર, ફોલિક એસિડ સહિત અન્ય તત્વ રહેલા છે.જવે શરીરના વિકાસ અને સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે.જયારે અમુક સમયે ડોક્ટર પણ આ ફળનું સેવન કરવાની સલાહ આપતા હોય છે.કારણ કે આનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

– તમને જણાવી દઈએ કે કીવીના જ્યુસનો એક ગ્લાસ મતલબ એક લોહીની બોટલ જેવું કામ કરે છે.જેટલા વિટામીન 10 સફરજમાંથી મળી આવે તો તેના કરતા પણ વધારે વિટામીન્સ માત્ર એક કીવીમાંથી મળે છે.જયારે ખાસ કરીને કીવીમાં વિટામીન સિ અને વિટામીન ઈ વધારે રહેલું હોય છે.તમને જણાવી દઈએ કે અનિંદ્રાથી પીડાતા લોકો માટે કીવી ઘણું ઉપયોગી થઇ શકે છે.

– અપૂરતી ઊંઘ,તણાવ વગેરે દૂર કરવાનું કામ કરે છે.જો તમને સારી ઊંઘ જોવે છે તો તમારે ઊંઘતા પહેલા 2 કીવીનું સેવન કરવું જોઈએ.આનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.કારણ કે કીવીમાં રહેલ વિટામિન સિ,વિટામિન ઈ અને સેરોટોનીન અનિંદ્રાની સમસ્યામાં રાહત આપે છે.આટલું જ નહિ પરંતુ કીવીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

– જો તમને વાળની કોઈ પણ સમસ્યા છે તો તમારે કીવીનું સેવન જરૂર કરવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે કીવીમાં રહેલ વિટામીન્સ ખરતા વાળને રોકે છે.અને વાળને લાંબા તથા મજબૂત પણ કરે છે.કીવીમાં લૉ ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ અને હાઈ ફાઈબર હોય છે.જે શરીરમાં ચરબીને જમા થવા દેતું નથી.એવું પણ કહી સકાય છે કે તે ચરબીને દૂર કરવાનું પણ કામ કરે છે.

– તમને જણાવી દઈએ કે પેટની નાની-મોટી બીમારીઓ માટે પણ કીવી એક રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.આનું સેવન કરવાથી પેટ દર્દ,બવાસીર વગેરે જેવી ઘણી બીમારીઓ સંપૂર્ણ પણે દૂર થાય છે.કારણ કે કીવી રહેલા ફાઇબર પાચનતંત્રને વધારે સારું બનાવે છે.માટે તમારે પણ આનું યોગ્ય સેવન જરૂર કરવું જોઈએ.

– સામાન્ય રીતે જોવામાં આવે તો કીવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે જોવા અડતું હોય છે.જે ખાસ કરીને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.કીવીના સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થાય છે અને કાર્ડિયોવસ્કુલર રોગોથી બચી શકાય છે.માટે અમુક સમયે આનું સેવન કરવું જરૂરી છે.

– તમને જણાવી દઈએ કે કીવીમાં વધારે પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે.જેના કારણે તેને ખાવાથી કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે.કીવી ખાવાથી પેટમાંદુ:ખાવો,કબજિયાત અને પેટથી સંબંધિત બધી બીમારીઓથી મુક્તિ મળે છે.માટે ઘણીવાર તબીબી પણ આનું સેવન કરવા માટે જણાવે છે.

– એવું કહેવામાં આવે છે કે કીવીમાં એક્ટિનીડેન નામનું એંઝાઇમ જોવા મળે છે,જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે.કીવી ફળના નિયમિત સેવનથી પાચનતંત્ર પણ મજબૂત બને છે અને ભોજનને પચવામાં સરળતા રહે છે.કારણ કે ફાઈબર પાચનમાં ઘણી મદદ કરતુ હોય છે.આ ઉપરાંત કીવીમાં લ્યુટિન રહેલા છે.જે આપણી ત્વચા અને ટિશૂશને સ્વસ્થ રાખે છે.

– એવું કહેવામાં આવે છે કે કીવીમાં રહેલા કેટલાક તત્વો કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ બચાવે છે.ખાસ કરીને ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીઓ માટે વધારે પડતા કીવીનું સેવન કરવાની સલાહ આપતા હોય છે.જયારે સામાન્ય તાવમાં પણ તેનું સેવન કરવું ખુબ જરૂરી છે.

– ત્વચાની સુંદરતા વધારવા માટે પણ કીવી ઉપયોગી થઇ શકે છે.કારણ કે ત્વચામાં રહેલ કોલેજનને સુંદર રાખવા માટે વિટામીન સી ની જરૂર પડે છે કે જે કિવિમાં મળી આવે છે.કીવીના સેવનને કારણે આપણી ત્વચા મુલાયમ અને ચમકદાર થઈ જાય છે.માટે અનેક રોગો નાબુદ કરવા માટે કીવીનું સેવન જરૂર કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *