હદ વટાવી દીધી : તું કેમ દીકરાને જન્મ નથી આપતી એમ કહીને પતિએ પત્ની સાથે કર્યું એવું કે……..

Uncategorized

દેશના ઘણા રાજ્યોમાંથી મહિલાઓ સાથે થતા શારીરિક અને માનશીક ત્રાશના કેટલાક કિસ્સાઓ રોજ સમાચારમાં જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર પતિ પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરતા હોવાના પણ કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.જેમાં પતિ ઘણી બાબતોને લઈને પત્નીને માનશીક ત્રાસ અને માર મારતો હોય છે.આજે આવો જ એક કિસ્સો રાજકોટના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

આ સમગ્ર કિસ્સામાં એવું સામે આવ્યું છે કે પુત્ર પ્રાપ્તિ ન થતી હોવાથી પતિ સતત પત્નીને બેફામ માર મારતો હતો.પરંતુ ગત્ત દિવસે પતિએ પોતાની બધી હદો પાર કરી નાખી હતી જેથી મહિલાને આખરે હોસ્પિટલ ખસેડવાનો વારો આવી ગયો હતો.એવું કહેવામાં આવે છે કે આ યુવતી ચાર દીકરીઓની માતા છે.જયારે છોકરો ન થતો હોવાથી પતિ સતત તેની સાથે ખરાબ વર્તન કરતો હતો.

હાલમાં પતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે,જેમાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાની મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે 35 વર્ષીય પતિએ ગત રાત્રે પત્નીને બેફામ મારકૂટ કરી હતી,જેથી પત્નીને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી.જયારે પ્રાથમિક પુછપરછમાં એવું સામે આવ્યું છે કે યુવતીના લગ્નના 11 વર્ષે પૂરા થઇ ગયા છે અને પોતે ચાર દીકરીઓ માતા છે.

જયારે ચાર ચાર દીકરીઓ હોવાથી પતિ એવું કહેતો હતો કે તું કેમ પુત્રીઓને જ નામ આપે છે,તું પુત્રને ક્યારે જન્મ આપીશ એવું કહીને રોજ ત્રાસ આપતો હતો.આવી જ રીતે પણ ગત દિવસે આ વાતને લઈને ઝઘડો કરી બેફામ થઈને પત્નીને માર મારવામાં આવી હતી.આટલું જ નહિ પરંતુ આવી ગંભીર સ્થિતિમાં તે રીક્ષામાં બેસાડી યુવતીના માતાપિતાના ગામે ત્યાના રોડ પર ફેંકી આવ્યો હોવાનું મહિલા જણાવી રહી છે.

એક મહિલા પર કરવામાં આવેલા માનશીક ત્રાસ અને અન્ય ગુનાઓ નોંધી હાલમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જયારે યુવતીના પિતાએ વહુમાં વધુ તેને સજા મળે તેવી પણ આશા વ્યક્ત કરી છે.આ ઘટના પછી એવું લાગે છે કે આજે પણ ઘણા પરિવારો પુત્ર અને પુત્રીની તુલના કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *