હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહીત ગુજરાતના આ વિસ્તારોમાં થશે વરસાદ……..

Uncategorized

આ વર્ષે ઉનાળાની સિઝનમાં ગરમી ઘણી ઓછી જોવા મળી છે,પરંતુ તેની સાથે વરસાદી માહોલ ઉભો થયેલો વધારે જોવા મળ્યો છે.જયારે એવું પણ કહી શકાય છે કે હવે ટૂંક સમયમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસું ચાલુ થઇ શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો નેઋૃત્વ ચોમાસું કેરળ થઈને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે.

હવે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થતી જોવા મળી રહી છે.જયારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે.એવું કહેવામાં આવે છે કે દરેક વર્ષ કરતા આ વર્ષે ચોમાસું થોડું જલ્દી આવી ગયું છે.જયારે આવી સ્થિતિમાં હવામાન વિભાગ વરસાદને લઈને હવે સતત આગાહી કરવા લાગ્યું છે.

હવામાન વિભાગે હવે કાળઝાળ ગરમી અને ઉકળાટમાંથી અમદાવાદને ઘણા ઓછા સમયમાં રાહત મળે તેવી આગાહી વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે.હવામાન વિભાગ અનુશાર એવું કહેવામાં આવે છે કે આવતીકાલથી આચરે ચાર દિવસ સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે.

જયારે વધુમાં એવું પણ જણાવ્યું કે આવતીકાલે સાબરકાંઠા,દાહોદ,અરવલ્લી,મહીસાગર,કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે,જયારે શુક્રવારની વાત કરવામાં આવે તો આ દિવસે અમદાવાદ,આણંદ,કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થયેલો જોવા મળશે.આ ઉપરાંત શનિવારે અમદાવાદ,ગાંધીનગર,આણંદમાં વરસાદ પડતો જોવા મળશે.

આખરે રવિવારની વાત કરવામાં આવે તો આ દિવસે પંચમહાલમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવો-મધ્યમ વરસાદ પણ વરસી શકે છે.એટલે કે હવે 17 થી 20 જુન સુધી આ ઘણા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે 20-21 જુનથી વરસાદનું પ્રભુત્વ થોડું વધારે પણ જોવા મળી શકે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

ગત દિવસોમાં ઉકળાટની સાથે સાથે 40 ડિગ્રી અમદાવાદ શહેર સૌથી વધુ ગરમ જોવા મળ્યું હતું.પરંતુ હાલમાં તાપમાનમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે.જયારે વડોદરા-સુરેન્દ્રનગર-ડીસાની વાત કરવામાં આવે તો અહી 39 ડીગ્રી તાપમાન હતું.જયારે સુરતમાં 34 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ એવું પણ જાણવું રહ્યું છે કે આગામી ૩ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત જોવા મળશે.હાલમાં ચોમાસું રાજ્યમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ,સુરતથી આગળ વધી રહ્યું છે.આવી સ્થિતિમાં અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ આગામી 16 થી 17 જૂન સુધીમાં વરસાદ થશે.જયારે આની સાથે એવું કહેવામાં આવે છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *