હવામાન વિભાગની આગાહી અનુસાર યાસ વાવાઝોડું આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવતી તોફાનમાં ફેરવાશે જેની અસર.

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો હમણાં ઘણા સમયથી સતત વાતાવરણમાં બદલાવ થઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે,જયારે બીજી બાજુ હવામાન વિભાગ પણ હવામાનને લઈને ઘણી આગાહી કરતા જોવા મળી રહ્યું છે.જયારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક બીજું વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થઇ રહ્યું હતું તે હવે વાવાઝોડાનો આકાર લઇ ચુક્યું છે.વધુમાં એવું પણ જણાવ્યું કે આ વાવાઝોડું જેનું નામ યાસ છે જે આગામી 12 કલાકમાં વધુ વિકરાળ બનતું જોવા મળશે.જે આવતા 24 કલાકમાં વધારે ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાશે.આટલું જ નહિ પરંતુ તે અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારે વિનાશ પણ કરી શકે છે.

બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ વાવાઝોડામાં ફેવાઈ ગયું છે,જે હવે આગામી 12 કલાકમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતું જોવા મળશે.જયારે તેની અસર આખરે 24 કલાકમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠા પર જોવા મળશે.એટલે કે આ ભયાનક વાવાઝોડું આ વિસ્તારોમાં ટકરાઈ શકે છે.

જયારે હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે 25 મી મેના રોજ ઓડિશા અને બંગાળ તેમજ 26 મી મેના રોજ ઓડિશા,ઝારખંડ,પશ્ચિમ બંગાળ,સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે.આ વરસાદ સાથે આશરે 155 થી 165 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે.આવી સ્થિતિમાં હાલમાં આંદામાન નિકોબાર તેમજ બંગાળના અખાતમાં માછીમારોને નહિ જવા માટેની સૂચના આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાને લીધે ઓડિશાના આશરે 14 જિલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે,આટલું જ નહિ પરંતુ રાજ્ય સરકાર દ્વારા લોકોને સલામત સ્થળે લઈ જવા તેમજ ઓછામાં ઓછું નુકસાન થાય તેવાં પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.હાલમાં રાજ્ય સરકારે વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા પણ ભાર મૂક્યો છે.

જયારે આ સ્થિતિ ઉભી થવાની હોવાથી પીએેમએ પણ ત્યાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાનું જણાય છે.જેમાં જણાવ્યું છે કે વીજળીનો પુરવઠો જાળવી રાખવા તેમજ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોરોનાની હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં અડચણો ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવા પર વધારે ધ્યાન આપવા જણાવ્યું છે.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 45 NDRFની ટીમને અગાઉથી ત્યાં તહેનાત કરવામાં આવી છે.જયારે આ ઉપરાંત તટરક્ષક દળ,નૌકાદળ દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે નેવીનાં જહાજો અને હેલિકોપ્ટરોની પણ તૈયારી કરી હોવાનું સામે આવી રહ્યું છે.હાલમાં હવામાન વિભાગ આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *