હવામાન વિભાગે આપ્યા ખુશીના સમાચાર બંગાળની ખાડીમાં સર્જાયું હવાનું દબાણ જેના કારણે આ વિસ્તારોમાં થશે વરસાદ..

Uncategorized

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ નહીવત જોવા મળ્યો છે,આટલું જ નહિ પરંતુ અચનાક વરસાદે વિરામ લીધા પછી વાતાવરણમાં ફરી એકવાર ગરમીની પારો ઉંચો જતો હોય તેવું જોવા મળ્યું છે.આવી સ્થિતિમાં લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે,પરંતુ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ વરસાદના સારા સમાચાર લઈને આવી ગયું છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદના વિરામ પછી હવે બે દિવસમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થઇ શકે છે,આટલું જ નહિ પરંતુ આગામી બે દિવસમાં ફરી એકવાર વાતાવરણમાં ઠંડક જોવા મળી શકે છે તેવી આશા વ્યક્ત કરી છે.હવામાન વિભાગ મુજબ આગામી બેથી ત્રણ દિવસમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળશે.

જેમ કે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડતો જોવા મળી શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.જયારે આવતા બે દિવસ એટલે એક રવિવારની વાત કરવામાં આવે તો આ દિવસે દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

આજની વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠા,અરવલ્લી,મહિસાગર,ડાંગ,નવસારી,વલસાડ, તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ,ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવો છુટો છવાયો વરસાદ પડી શકે છે.જયારે ઘણા વિસ્તારોમાં આજે વરસાદની માહોલ જોવા મળશે,જયારે વાતાવરણમાં પણ થોડી ઠંડક જોવા મળી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો અમદાવાદ જેવા અન્ય મોટા શહેરોમાં વરસાદના વિરામ પછી ગરમી વધતી જોવા મળી હતી.પરંતુ ઘણા ઓછા સમયમાં આ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ ઉભો થઇ શકે છે.હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે હાલમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ વધારે જોવા મળી રહ્યું છે.

જયારે અચનાક હવાનું દબાણ વધવાને લીધે આગામી ત્રણ દિવસ બાદ એટલે કે 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે.જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પણ રહી શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ વર્ષે જેવી રીતે જલ્દી વરસાદ ચાલુ થયો હતો,પરંતુ વરસાદે જે વિરામ લીધો તો ઘણો વધારે રહ્યો છે.

હાલમાં તો પાકના વાવેતર અંગે વાત કરવામાં આવે તો ખેડૂતોએ પહેલા વરસાદે જ મોટાપાયે પાકનું વાવેતર કરું નાખ્યું હતું.જયારે આચ્ન્બક વરસાદે વિરામ લીધો તો દરેક ખેડૂતો પાકના નુકશાનને લઈને ચિંતામાં હતા.પરંતુ હવે ફરી વરસાદી માહોલ જોવા મળશે.તમને જણાવી દઈએ કે 9 જુલાઈથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનશે.

જયારે 13 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે.અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે જે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે.હાલમાં તો કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાથી વરસાદ નહીવત છે,પરંતુ અચનાક ભારે વરસાદ જોવા મળશે.

હાલમાં વરસાદ દેશના પૂર્વીય ભાગ અન્ય મધ્ય પ્રદેશ સુધી સક્રિય રહેશે અને 10મી જુલાઈ બાદ દેશના પૂર્વીયક્ષેત્રો પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા,ઉત્તર ગુજરાત,બનાસકાંઠા,વિરમગામ, સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ પણ જણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *