હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદને લઈને કરી મહત્વની આગાહી………………..

Uncategorized

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં સતત બદલાવ થતો જોવા મળી રહ્યો છે.એટલું જ નહિ પરંતુ ઘણા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં અતિશય ગરમી પડતી જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પરેશાન છે.જયારે હવામાન વિભાગે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે,જેમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસશે.

હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે આગામી ચારથી પાંચ સુધીમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે.એટલે કે તાપમાન આશરે 40 ડિગ્રીની આસપાસ જોવા મળશે.તેનું કારણ હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યાં છે.જેમાં અરબી સમુદ્ર પરથી ફૂંકાતા પવનના કારણે ભેજનું પ્રમાણ વધારે વધી રહ્યું છે.આવી સ્થિતિમાં ગરમી ઓછી લાગી રહી છે.

હાલમાં અમદાવાદની વાત કરવામાં આવે તો ત્યાં ગરમી માત્ર 39 ડિગ્રી જોવા મળી છે.એવું કહી શકાય છે કે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગયું છે.જેથી વાતાવરણમાં સતત બદલાવ આવતો જોવા મળશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.જયારે હાલમાં આવતા પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે.

કરેલી વરસાદની આગાહીમાં આજે વલસાડ,ડાંગ,તાપીના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.જયારે આવતી કાલથી લઈને લઈને તરીક 4 સુધીમાં નવસારી,દમણ,ગીર,સોમનાથ,અમરેલીમાં વરસાદ પડતો જોવા મળશે.જયારે વાતાવરણમાં બદલાવ આવ્યો હોવાથી ગાંધીનગરમાં 39, વડોદરામાં 37 અને સુરતમાં 34 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગે ગત દિવસે એવું પણ જણાવ્યું હતું કે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે,જયારે આજે ફરી એકવાર જણાવ્યું છે કે હવે ચોમાસું મૂળ ધારણા કરતા બે દિવસ મોડું એટલે કે ત્રીજી જૂને કેરળમાં જોવા મ્માંદ્સે.જયારે તેના કેટલાક વિસ્ત્તારોમાં અણી અસર પણ જોવા મળી રહી છે.જયારે આંદામાન નિકોબાર ખાતે 21 મેના રોજ જ નૈઋત્યનું ચોમાસું ચાલુ થઇ ગયું હતું.પરંતુ હાલમાં વાવાઝોડો જેવી અસરોને લઈને ચોમાસું નિયમિત હોવાની ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી એવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *