હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી ,રાજ્યના ……..

Uncategorized

સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે.જયારે ઘણા વિસ્તારોમાં તો વરસાદ પણ પડતો જોવા મળ્યો છે.આ સમગ્ર બાબત વચ્ચે આજે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.જેમાં ખાસ કરીને અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડી શકે છે.

જયારે રાજ્યના અન્ય ભાગની વાત કરવામાં આવે તો તેમાં પણ આગામી દિવસોમાં સામાન્યથી ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થઈ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવે કે કે ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે.જેના લીધે ભારે અવર્સદની શક્યતાઓ વધારે રહેલી છે.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉભું થઇ ગયું છે,જેના લીધે આજે વરસાદની સાથે સાથે પવનનું પણ જોર ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે.એવું કહેવામાં આવે છે કે વરસાદની શરૂઆતમાં જ આશરે 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ગત દિવસે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો,જેમાં આશરે 206 તાલુકાઓમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે.જેમ કે કચ્છમાં સરેરાશ 12 ટકા,ઉત્તર ગુજરાતમાં 10.73 ટકા,પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 8.66 ટકા,સૌરાષ્ટ્રમાં 8.95 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 9.2 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.અને આગમી સમયમાં પણ વધારે વરસાદ પડી શકે છે.

તમને જણાવી દઈએ કે ગત દિવસે કચ્છના બે તાલુકામાં પણ વરસાદ પડતો જોવા મળ્યો હતો.જયારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.જયારે ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડતો જોવા મળ્યો હતો.જેમ કે અંકલેશ્વર શહેરમાં ઘણા વિસ્તારોમાં ભારે અવર્સાદ પડી ગયો હતો.

હાલમાં આ સામાન્ય વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સામાન્ય જોવા મળી છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે પાલનપુરમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે બે વર્ષ અગાઉ બનાવેલા પુલને ધરાશાયી કરી નાખ્યો છે.જેથી ઘણા ગામોની અવરજવર ખોરવાઈ ગઈ છે.હાલમાં તો આ વરસાદી માહોલ ખેડૂતો માટે ખુબ જ સારો માનવામાં આવી રહ્યો છે.તે હવે પોતાની વાવણી માટેની તૈયારી પણ કરી ચુક્યા છે.આ વર્ષે વાવેતર વધારે રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *