હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને કરી મોટી આગાહી,આગામી 5 દિવસમાં થશે ધોધમાર વરસાદ…

Gujarat

રાજ્યમાં હવે ચોમાસું ચાલુ થઇ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે,જયારે બીજી બાજુ હવે હવામાન વિભાગ પણ સતત વરસાદને લઈને નવી આગાહી કરતુ જોવા મળી રહ્યું છે.ગત બે દિવસથી હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગમી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે,પરંતુ આજે ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું કે હાલમાં દરિયાની સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થયું છે.

જયારે હવે દરિયાની સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થયું હોવાથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની ફરી આગાહી વ્યક્ત કરી છે.આટલું જ નહિ પરંતુ ક્યાં વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે તે દરેક બાબત જણાવી છે.તમને જણાવી દઈએ કે ફરી એકવાર સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

જયારે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.જયારે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ગત દિવસે ગરમીનો પારો ઉંચો ગયો હતો,જેથી અચાનક ઉકળાટ વધતો જોવા મળ્યો હતો.પરંતુ આજે પારો પાછો નીચે આવી રહ્યો છે.

ખાસ કરીને ડાંગ,નવસારી,સુરત,તાપી,ભરૂચમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં આજની વાત કરવામાં આવે તો આજે હળવાથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત,દમણ,અમદાવાદ,આણંદ,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,ભાવનગર અને ગીર સોમનાથમાં જોવા મળી શકે છે.જયારે આવતા બે દિવસની વાત કરવામાં આવે તો તેમાં સુરત,તાપી,નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.

જયારે તા 28 અને 29 ની વાત કરવામાં આવે તો આ દિવસે નવસારી,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ૩૩ ડિગ્રી જોવા મળ્યો છે.જ્યારે ગાંધીનગરમાં 34 ડિગ્રી ગરમી નોંધાઈ છે.પરંતુ ફરી એકવાર વાતાવરણમાં બદલાવ આવ્યો હોવાથી લોકોને આજે ગરમીનો અહેસાસ જોવા મળ્યો નથી.

તમને જણાવી દઈએ કે ગત દિવસે ભાવનગરમાં આશરે સાંજે વરસાદ પડતો જોવા મળ્યો હતો.જયારે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસીને અડધા કલાકમા એક ઈંચ પાણી વરસાવી દીધુ હતુ. જેમાં 24 કલાકમાં ઉમરાળા તાલુકામાં 25 મી.મી. અને ભાવનગર તાલુકામાં 7 મી.મી. વરસાદ નોંધાયો છે.

ખાસ કરીને ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વધારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.જેમાં આશરે 77 મીમી એટલે કે 3 ઈંચ વરસાદ પડી ગયો છે.અને આવતા દિવસોમાં ત્યાં વધારે વરસાદ પણ જોવા મળી શકે છે.ફરી એકવાર વરસાદની સારી આગાહીથી ખેડૂતો પોતાના વાવેતરમાં વધારો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *