હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારમાં કરી મોટી આગાહી,ગુજરાતના આ વિસ્તારમાં થઇ શકે છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી……..

Uncategorized

રાજ્યમાં તાઉ તે નામનું વાવાઝોડું આવવાનું હતું તે પહેલાથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો.કાળજાળ ગરમી વચ્ચે અચનાક ઠંડક જોવા મળી હતી.જયારે રાજ્યમાં આ વાવાઝોડું પસાર થયું ત્યારે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો.ઘણા વિસ્તારો પાણીથી ભરાઈ પણ ગયા હતા.

પરંતુ આ વાવાઝોડાના બે દિવસ પછી ફરી ગરમીનો પારો ઉંચો જતો જોવા મળ્યો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં ગરમીની સીઝન ચાલી રહી છે,પરંતુ અચનાક કમોસમી વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે.આવી સ્થિતિમાં હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે આ ઉભા થતા વાવાઝોડાને કારણે સતત વાતાવરણમાં બદલાવ થતો જોવા મળી રહ્યો છે.

જયારે હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે,જેમાં જણાવ્યું છે કે રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડતો જોવા મળી શકે છે.હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા રહેલી છે.હાલમાં પ્રિમોન્સુન એક્ટિવિટી છે.જેના કારણે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે રાજ્યના અન્ય ભાગો અને કચ્છમાં આગામી 24 કલાક સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળશે.આ પછી 3 થી 4 દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો પણ જોવા મળશે.આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક સ્થળે હળવો વરસાદ જોવા મળશે.

જયારે આ વરસાદ પછી રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો ઉંચો જતો જોવા મળશે.એટલે કે આગામી ચાર પાંચ દિવ સુધી સામાન્ય વાતાવરણ રહેશે અને પછી અચાનક ગરમી વધારે જોવા મળશે.હવામાન વિભાગના અનુશાર આજે વલસાડ,બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,તાપી જેવા વિસ્તારોમાં વરસાદ રહેશે.

આજના તાપમાનની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં 39 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે,જયારે સુરતમાં 34 ડિગ્રી સરેરાશ અને વડોદરામાં 39 ડિગ્રી છે.પરંતુ આ વરસાદી માહોલ પછી અચનાક 40 ડિગ્રીથી પણ વધારે તાપમાનમાં વધારો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *