હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને કરી મોટી આગાહી,જાણો ક્યાં થશે વરસાદ…

Uncategorized

રાજ્યમાં હવે ચોમાસું ચાલુ થઇ ગયું છે.જયારે ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસથી સતત વરસાદ પડતો પણ જોવા મળ્યો હતો.આવી સ્થિતિમાં ગત દિવસે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ નહિ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.પરંતુ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે ફરી એકવાર આજે એવું જણાવ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ભારે વરસાદની સંભાવના ફરી વધતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદની માહોલ ફરી એકવાર યથાવત જોવા મળશે.આ આગાહી હવામાન વિભાગે આજે કરી હોવાનું સામે આવ્યું છે.આટલું જ નહિ પરંતુ વધુમાં એવું પણ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે.આ ઉપરાંત અમદાવાદ,ગાંધીનગર,વડોદરા જેવા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.

જયારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહી પણ આગામી દિવસોમાં ભારે અવર્સાદ પડતો જોવા મળી શકે છે.આ સાથે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.પોરબંદર,જામનગર,જૂનાગઢમાં હળવા વરસાદની સંભાવના છે.રહેલી છે.આ સાથે અરવલ્લી,સાબરકાંઠા,બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી હોવાનું પણ જણાવ્યું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામી ગયું છે.કારણ કે ગત દિવસે 14 તાલુકામાં બે ઈંચથી વધારે વરસાદ પણ પડી ગયો હોવાનું સમયે આવ્યું છે.જયારે હાલમાં હવામાન વિભાગની આગાહી અનુસાર જોવામાં આવે તો આજે ડાંગ,નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.

જયારે ગત દિવસની વાત કરવામાં આવે તો સાંજે સુરતના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળ્યો હતો.આ સિવાય અન્ય વિસ્તારોમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો.તેમાં વાલિયા,વાસો,ચિખલી,ખંભાત,ખેરગામ,ફતેપુરાનો સમાવેશ થાય છે.રાજ્યના કુલ 24 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના જોવા નહિ મળે,પરંતુ સામાન્ય વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે અમદાવાદની વાત કરવામાં આવે તો ગત દિવસે ૩૩ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન જોવા મળ્યું હતું.આવી સ્થિતિમાં હવામાન વિભાગ જણાવી રહ્યું છે આ વિસ્તારોમાં ભારે અવર્સાદ નહિ પડે.પરંતુ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

ગઈકાલે વડોદરામાં ૩૩,ભાવનગરમાં પણ ૩૩,રાજકોટમાં 34 અને સુરતમાં ૩૦ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું હતું.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના ન હતી,પરંતુ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ એક્ટિવ હોવાથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *