હવામાન વિભાગે દેશમાં ચોમાસાને લઈને કરી મહત્વની આગાહી ,દેશમાં ચોમાસું બે દિવસ……

Uncategorized

છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે.કેટલાક વિસ્તારોમાં કાળજાળ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે.આ દરેક પાછળનું કારણ હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે નાના મોટા વાવાઝોડા સક્રિય થવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધતું જોવા મળ્યું છે.જે વાતાવરણમાં બદલાવ કરી કર્યું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઉભા થયેલા બે વાવાઝોડા પછી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળ્યો હતો.જયારે હવામાન વિભાગે અગાઉ એવું જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ દેશમાં આ વખતે જલ્દી ચાલુ થઇ શકે છે.પરંતુ હાલમાં ફરી એકવાર એવું પણ જણાવ્યું છે કે કેરળમાં ચોમાસુ બે દિવસ મોડું ચાલુ થતું જોવા મળી શકે છે.એટલે કે ત્રીજી જૂનથી ચોમાસું ચાલુ થશે.

જયારે કેટલાક ખાનગી હવામાન વિભાગ એવું જણાવતા હતા,કે કેરળમાં નૈઋત્યનું એટલે કે દક્ષિણ-પૂર્વીય ચોમાસુ બે દિવસ વહેલું એટલે કે ૩૦મી જૂને શરૂ થશે.પરંતુ સક્રિય થયેલા વાવાઝોડાને કારણે હવામાનમાં ઘણો બદલાવ આવી ગયો છે.જેથી ચોમાસાની આપેલી આગાહીના સમયમાં વધારો ઘટાડો જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે કર્ણાટકના કાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે દક્ષિણ-પૂર્વીય ચોમાસાની આગેકૂચને અવરોધી રહ્યું છે.જયારે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધતા પવનો પહેલી જૂનથી તબક્કાવાર બળવાન બનશે અને પરીણામે કેરળમાં ચોમાસુ પ્રવૃતિમાં વધારો થશે.

એટલે કે આજથી કેરળમાં વરસાદની આશંકા જોવા મળશે,પરંતુ ૩જૂનની આસપાસ વર્ષાઋતુ ચોક્કસ રીતે ચાલુ થતું જોવા મળશે.કેરળમાં ચોમાસુ શરુ થાય તે સમગ્ર દેશમાં ચાર મહિનાની વર્ષાઋતુનો સત્તાવાર આરંભ ગણાય છે.આ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે 31 મેના રોજ શરૂ થવાની આગાહી કરી હતી.

પરંતુ આજે સવારે હવામાન વિભાગે એવું જણાવ્યું કે ચોમાસુ ૩ જૂન સુધીમાં શરૂ થઇ શકે છે.હવામાન વિભાગ એવું પણ જણાવી રહ્યું છે કે આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે જેના લીધે ચોમાસું લેત જોવા મળી શકે છે.પરંતુ સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે કેરળમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ આ વખતે નબળા પરિબળો મળતા હોવાથી વરસાદ એકથી બે દિવસ પછી વરસતો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *