યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ તો ઝાડ ઉપર લટકાવીને પુત્રી સાથે કર્યું એવું કે

Uncategorized

દેશના દરેક રાજ્યોમાં ગુનાઓનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ વધતા ગુનાઓમાં કેટલાક કિસ્સાઓ મહિલાઓ સાથે વધારે જોડાયેલા હોય છે.એટલે કે મહિલા પ્રત્યે કોઈને કોઈ રીતે શોષણ થતું હોય તેવું જોવા મળતું હોય છે.આજે આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જે હેવાનિયતથી ઓછો નથી.

તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારા કિસ્સામાં એવું સામે આવ્યું છે કે એક યુવતી પોતાના ઘરેથી કોઈને પણ કોઈ જાણ કર્યા વગર પોતાના મામાના ઘરે જતી રહી હતી,આવી સ્થિતિમાં તેના ભાઈઓ અને પિતાએ તે યુવતીને ઝાડ ઉપર લટકાવીને બેરહમીથી માર માર્યો હતો.આ સમગ્ર ઘટના જોઇને એવું લાગી રહ્યું છે કે આ લોકોમાં હવે માનવતા રહી નથી.

એવું કહેવામાં આવે છે કે ઘરના સભ્યોને એવું લાગ્યું કે તે કોઈ યુવક સાથે ભાગી ગઈ હતી.આવી સ્થિતિમાં ભાઈઓ અને પિતાએ યુવતીને ઝાડ પર લટકાવીને લાકડી વડે ફટકારી હતી.હાલમાં તો યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હિવાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે 19 વર્ષીય યુવતી ત્યાના એક વિસ્તારમાં પરિવાર સાથે રહે છે.

જયારે આ યુવતી પરણિત હોવાનું પણ સામે આવ્યું છે,જેમાં તેમની પતિ કામ માટે ગુજરાતમાં આવેલો છે.આવી સ્થિતિમાં યુવતી થોડી નારાજ હતી.જેથી સાસરીમાં કોઈને કહ્યા વગર તે મામાના ઘરે આવી ગઈ હતી.જયારે મામાના ઘરે આવી ત્યારે મામાએ પણ તેને માર માર્યો હતો.એવું પણ કહેવામાં આવે છે કે અહીંથી યુવતીને ઘરે લાવવામાં આવી હતી.

તે પછી તેને જાનવરોની જેમ મારી હતી.જેમાં યુવતીના ભાઈ,પિતાએ યુવતી પર થોડી પણ દયા બતાવી ન હતી.યુવતીને પહેલા ઘરે માર માર્યો હતો અને ત્યારે બાદ ખેતરમાં લઈ ગયા હતા.અને ઝાડ સાથે લટકાવીને તેના મારવાનું શરુ કર્યું હતું.યુવતી બધાની સામે હાથ જોડતી રહી પરંતુ તેમની વાત કોઈ સાંભળવા માટે તૈયાર ન હતું.

જયારે આ સમગ્ર ઘટના સમયે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.પરંતુ કોઈ બચાવવા માટે તૈયાર ન હતું.તમને જણાવી દઈએ કે આ સમગ્ર બનાવ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે,જેમાં સ્પસ્ટ જોવા મળ્યું છે કે યુવતીને ઢોરની જેમ મારવામાં આવી છે.જયારે હાલમાંતો પોલીસે પીડિતાના ત્રણે ભાઈઓ અને પિતા સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *