૧૦ હજારમાં બૂક કરો આ શાનદાર કાર,ફક્ત 40 પૈસામાં ફરે છે એક કિલોમીટર

Uncategorized

દેશમાં જ્યારથી કોરોનની મહામારી ઉભી થઇ છે તે પછી સમગ્ર દેશમાં અનેક જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો એક બાજુ લોકોની આર્થિક સ્થિતિ લથડી રહી છે તો બીજી બાજુ ભાવમાં તોતિંગ વધારો જણાઈ રહ્યો છે.આવી સ્થિતિમાં જો પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરવામાં આવે તો તેમના ભાવ હવે આશમાંને પોહંચી ગયા છે.દિવસે દિવસે થોડો વધારો જોવા મળતો રહે છે.

જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતો રહે છે તેમ દરેક વાહન ચાલક હવે પરેશાન થઇ રહ્યો છે.જયારે આવી સ્થિતિમાં બીજી બાજુ ઇલેક્ટ્રિક કાર અને બાઈકમાં વધારો થતો હોય તેવું સામે આવી રહ્યું છે.તમને જણાવી દઈએ કે મુંબઇની એક સ્ટાર્ટઅપ કંપની ઇલેક્ટ્રિક કાર લઈને આવી છે, જે કંપની વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે તેવું જણાવી પણ રહી છે.

આ ઇલેક્ટ્રિક કારને સ્ટ્રોમ મોટર્સ દ્વારા લાવવામાં આવી છે,જયારે તેનું નામ સ્ટ્રોમ આર 3 રાખવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે કંપનીએ ભારતમાં તેનું બુકિંગ શરૂ કરી દીધું છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં ફક્ત 10,000 રૂપિયાની પ્રારંભિક રકમ ચૂકવીને મુંબઈ અને દિલ્હી-એનસીઆરમાં સ્ટ્રોમ આર 3 નું બુકિંગ કરાવી શકાય છે.અને આ કારની માલિકી ધરાવના સપના પૂર્ણ કરી શકાય છે.

પરંતુ તમને જણાવી દઈએ કેવ આ કારમાં માત્ર ત્રણ પૈડાં છે,પરંતુ તે ત્રણ પૈડા જેવી દેખાતી નથી.તે એક સામાન્ય કાર જેવો દેખાવ ધરાવે છે.જેમાં તેની આગળના ભાગમાં એક પૈડું નથી પરંતુ આગળ બે અને પાછળના ભાગમાં એક પૈડાંને સ્થાન આપવામાં આવ્યું છે.આ નાની ત્રણ પૈડાવાળી કારને વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર પણ કહેવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે તેનું બુકિંગ આગામી કેટલાક અઠવાડિયા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.પ્રારંભિક ગ્રાહકોને 50,000 રૂપિયાના અપગ્રેડ્સનો લાભ મળશે,જેમાં કસ્ટમાઇઝ્ડ કલર વિકલ્પો, પ્રીમિયમ ઓડિઓ સિસ્ટમ અને ત્રણ વર્ષ માટે નિશુલ્ક જાળવણી શામેલ છે.કંપની એવું પણ જણાવી રહી છે કે સ્ટ્રોમ આર 3 એક જ ચાર્જ પર 200 કિમી સુધી દોડી શકે છે.

તે 4 જી કનેક્ટેડ ડાયગ્નોસ્ટિક એન્જિન દ્વારા સંચાલિત છે,જે ડ્રાઇવરને ટ્રેકનું સ્થાન અને ચાર્જની સ્થિતિ કહેશે.કંપની વધુમાં એવું પણ જણાવી રહી છે કે આ બે સીટર ઇલેક્ટ્રિક કારની ડિલિવરી આ વર્ષે બુકિંગ પર 2022 થી શરૂ થશે.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે કંપનીએ અત્યાર સુધીમાં 7.5 કરોડ રૂપિયાની આ કારના લગભગ 165 યુનિટ્સ બુક કર્યાં છે.

દિલ્હી અને મુંબઇ સિવાય ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ બુકિંગ શરૂ થશે.તેની કિંમત સાડા ચાર લાખ રૂપિયા છે.ખાસ કરીને કંપનીએ મુખ્યત્વે તે લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે,જે દરરોજ 10 થી 20 કિલોમીટરની ત્રિજ્યામાં હમેશા ફરતા હોય છે.તમને જણાવી દઈએ કે આનો ખર્ચ પ્રતિ કિલોમીટર આશરે 40 પૈસા આવશે.જે ઘણો ઓછો માનવામાં આવે છે.

કેટલીક માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે સ્ટ્રોમ મોટર્સની શરૂઆત વર્ષ 2016 માં થઈ હતી. કંપનીનો પ્લાન્ટ ઉત્તરાખંડના કાશીપુરમાં છે,જેની ઉત્પાદન ક્ષમતા દર મહિને 500 યુનિટ છે.આ કારની સવારી કિંમત પણ ઘણી સસ્તી રહી છે.ખાસ કરીને સામાન્ય વર્ગના લોકો માટે આ એક સરળ સાધન સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *