૭ સહેલિયોએ 80 રૂપિયા ઉધાર લઈને શરૂ કર્યો પાપડ બનાવવાનો ધંધો આજે થઇ ગયો છે આટલા કરોડ રૂપિયાનો આ ધંધો……..

India

મોટાભાગના લોકો ખાવા પીવાના ઘણા શોખીન હોય છે.આટલું જ નહિ પરંતુ એવો શોખ હોય છે તેમને અમુક ચોક્કસ નામની વસ્તુઓ જ પસંદ કરતા હોય છે.આ સિવાય બીજી વસ્તુ પર હાથ પણ નાખતા નથી.આવી સ્થિતિમાં જો પાપડ વિષે વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો લીજ્જત નામના પાપડની વધારે પસંદગી કરતા હોય છે,કારણે કે તે ઘણા વર્ષોથી ગ્રાહકોને સારી ગુણવત્ત પૂરી પાડે છે.

જયારે કેટલાક લોકો બજારમાં પાપડ લેવા જાય ત્યારે પહેલા લીજ્જત પાપડની જ માંગ છે.આટલું જ નહિ પરંતુ ઘરે કોઈ મહેમાન આવે કે ઉત્સવ હોય કે કોઈ પ્રસંગ પરંતુ વધારે પડતા એક જ નામના પાપડ જોવા મળે છે અને તે હોય છે લીજ્જત પાપડ.આજે તમને આની સફળતા પાછળની અમુક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ,જે મોટાભાગના લોકો બિલકુલ જાણતા નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણી એવી પણ કંપનીઓ હોય છે જે શરૂઆતમાં ગ્રાહકોને સારા ઉત્પાદનો પ્રદાન કરે છે પરંતુ સમય જતાં તેમની ગુણવત્તામાં ઘટાડો થાય છે,પરંતુ લિજ્જત પાપડ વર્ષો પહેલા જે હતો તે આજે પણ છે.એવું કહેવામાં આવે છે કે 1959 માં 7 મિત્રોએ સાથે મળીને લિજ્જત પાપડ બનાવવાનું કામ કર્યું હતું.

આ મિત્રોએ કલ્પના પણ કરી ન હતી તેમને આટલી મોટી સફળતા મળશે.તમને જણાવી દઈએ કે મુંબઈની રહેવાસી જસવંતી બેન અને તેના 6 મિત્રોએ મળીને ઘરેથી પાપડ બનાવવાનું શરૂ કર્યું હતું.આ સિવાય બીજી મહિલાને પાપડ વેચવાનું કામ સોંપવામાં આવ્યું હતું.આ તેમનો એક ખાલી ગ્રહ ઉધ્ધોગ હતો.તેમનું એવું કોઈ સપનું ન હતું કે પોતે એક મોટી કંપની ચલાવશે.

આ મહિલાઓ પોતાનું ઘર ચલાવવા માટે પાપડનું કામ કરીને પૈસા કમાવવા માંગતી હતી.પરંતુ આ મહિલાઓ પણ વધારે ધનિક ન હતી.તેમની આર્થિક સ્થિતિ પણ ઘણી નબળી હતી.આવી સ્થિતિમાં તેમની સામે પાપડ બનાવવા પૈસાનો મોટો સવાલ ઉભો થયો હતો.એવું કહેવામાં આવે છે કે આ સમયે આ બધાએ તેમના ઓળખીતા સોશિયલ વર્કર પાસેથી 80 રૂપિયા ઉધાર લીધા હતા.અને આ કામ ચાલુ કર્યું હતું.

આ પૈસાથી પાપડ બનાવવાનું એક મશીન લીધું હતું.અને પછી શરૂઆતમાં માત્ર 4 પેકેટ પાપડ બનાવ્યા અને દુકાનદારને વેચી દીધા હતા.ત્યારે દુકાનદારે તે મહિલાઓને વધુ પાપડ બનાવવાની માંગ કરી.આમ કરીને ધીરે ધીરે તેમના પાપડની માંગ પણ સમય સાથે વધતી ગઈ અને લીજ્જત પાપડ બધાની પસંદગી બની ગયું હતું.

આ સમયે તેમના ઓળખીતા સમાજ સેવકે આ મહિલાઓને પાપડનું બ્રાંડિંગ અને માર્કેટિંગ કેવી રીતે કરવામાં આવે છે તે જણાવ્યું હતું.વર્ષ 1962 માં આ પાપડ બનાવતી સંસ્થાને ‘શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’ નામ આપવામાં આવ્યું.વર્ષ 2002 માં લીલજાત પાપડ કંપનીનું ટર્નઓવર આશરે 10 કરોડ રૂપિયા જેટલું થયું હતું.

તમને જણાવી દઈએ કે હાલમાં તેની 60 શાખાઓ સાથે લગભગ 45 હજાર મહિલાઓને રોજગારી પણ આપે છે.એક સમય હતો જયારે આ મહિલાઓએ લિજ્જત પાપડ કંપની 80 રૂપિયાથી કરી હતી,જયારે આજના સમયમાં 16૦૦ કરોડનો મોટો વ્યવસાય ઉભો કરી નાખ્યો છે.જયારે આ જોઇને ઘણી બીજી મહિલાઓ પણ હવે ગૃહ ઉદ્યોગ તરફ આગળ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *