12 વર્ષ ની ઉંમરે પેટ નો ખાડો પુરવા શરૂ કર્યું હતું આ કામ હવે દર વર્ષે આવી રીતે કમાય છે કરોડો રૂપિયા…

Uncategorized

ઘણી વખત જીવનમાં એવા વણાક આવે છે કે, જ્યાંથી જીવનમાં આગળ વધવું ખુબજ મુશ્કેલ બની જાય છે. જીવનના આ મુશ્કેલ પડાવ પર લોકો હાર માની લે છે. તો બીજી તરફ કેટલાક એવા લોકો પણ હોય છે કે, જે સંઘર્ષ કરી સફળતાના શિખરો સર કરે છે. અને પોતાના જીવનની એવી કહાણી લખે છે કે, હજારો લોકોને પ્રેરણા મળી રહે છે. આવા જ એક વ્યક્તિ છે ભંવરલાલ આર્ય.

ગરીબીએ ભણાવ્યો સંઘર્ષનો પાઠ

રાજસ્થાનમાં રહેતા ભંવરલાલ આર્ય આજે આરમની જિંદગી જીવી રહ્યા છે. કરોડો રૂપિયાની સંપતીના માલિક છે. પરંતુ આ સંપતી તેના પૂર્વજો પાસેથી મળેલી નથી. તેણે જાત મહેનત કરી ઉભી કરી છે. પરંતુ ભંવરલાલ આર્યએ એવા પણ દિવસો જોયા છે, કે જ્યારે તેના પેટમાં ભૂખ તો હોય પરંતુ જમવા માટે એક અન્નનો દાણો પણ ન હોય. ભંવરલાલે મજૂરી કરવાનો વારો પણ આવ્યો હતો

ભંવરલાલની જિંદગી વિશે વાત કરવામાં આવે તો, તેનો જન્મ 1 જૂન 1969ના રોજ થયો હતો. જન્મની સાથે જ ગરીબીનો અનુભવ તેમણે કરી લીધો હતો. ભંવરાલના પિતા રાણારામ અને મા રાજોદેવી નહોંતા ઈચ્છતા કે, ગરીબાઈનો પડછાયો પણ ભંવરલાલ પર પડે એટલે તેમને નાનપણથી જ તેના નાનીના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. 12 વર્ષની ઉંમર સુધી તેઓ પોતાના નાનીના ઘેર રહ્યા હતા.

12 વર્ષની ઉંમરથી શરૂ કરી મજૂરી !

ભંવરલાલાને જ્યારે માલૂમ પડ્યું કે, તેમના માતા-પિતાની આર્થિક સ્થિતિ ખરાબ છે ત્યારે તેમણે રૂપિયા કમાવવાનો નિર્ણય કરી લીધો. રાજસ્થાનની અલગ અલગ જગ્યા પર કામ શોધવા લાગ્યા પરંતુ કામ મળ્યું નહીં. અને એટલે જ તેઓ માત્ર 12 વર્ષની ઉંમરમાંજ મુંબઈ કોલક્તા અને બેંગલૂરૂ જેવા શહેરોમાં મજૂરી કરવા લાગ્યા કામની શોધમાં જ તેઓ કર્ણાટક પહોંચી ગયા અહીં એક શેઠને ત્યાં કામ કરવા લાગ્યા.શરૂઆતમાં તેમને કામના બદલામાં રહેવાનું અને જમવાનું મળતું હતું. પરંતુ ભંવરલાલાની ઈમાનદારી જોઈ શેઠે તેને પગાર આપવાનું શરૂ કરી દીધું. જોત જોતામાં જ ભંવરલાલ મહિને 50 રૂપિયા કમાવવા લાગ્યા.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘથી પ્રભાવિત થયા ભંવરલાલ

શેઠની દુકાને નોકરી કરી ભંવરલાલની જિંદગી બદલાવા લાગી, દુકાન સારી રીતે સંભાળવા લાગ્યા. આ દુકાનમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના લોકો આવતા જતા જેથી ભંવરલાલની સંઘના લોકો સાથે ઓળખાણ થવા લાગી અને તેઓ સંઘથી પ્રભાવીત થવા લાગ્યા. અંતે તેમણે દુકાનની નોકરી છોડી સંઘમાં સામેલ થઈ ગયા.

30 હજાર રૂપિયામાં શરૂ કર્યો કાપડનો વેપાર !

સંઘમાં જોડાયા બાદ વર્ષો સુધી તેમણે અલગ અલગ જગ્યાએ નોકરી કરી. પરંતુ એક દિવસ તેમને વિચાર આવ્યો કે, પોતાના વેપાર કરવો જોઈએ અને એટલે જ તેમણે 30 હજાર રૂપિયામાં કપડાનો વેપાર શરૂ કર્યો. ભંવરલાલે એક વર્ષમાં જ 1 લાખ રૂપિયા કમાય લીધા. અને ત્યારબાદ ભંવરલાલે પાછળ વળી જોયું નથી. વેપારને વધારવા રાત-દિવસ એક કરી નાંખ્યા. 1990 સુધીમાં તો તેમણે બીજી દુકાન ખરીદી લીધી

નાના ભાઈ સાથે મળી જનતા ટેક્સટાઈલ નામથી નવી કંપની શરૂ કરી 2001 સુધીમાં તો કપડાના વેપારમાં ભંવરલાલ પ્રખ્યાત થઈ ગયા હતા. ભંવરલાલ પહેલા લાખપતિ બન્યા અને ત્યારબાદ કરોડપતિ. હાલ આ કંપનીનું ટર્ન ઓવર 100 કરોડથી વધુ છે

ભંવરલા આર્યની કહાણી કરોડો લોકોને પ્રરણા પૂરી પાડે છે. બાળપણમાં પીવા માટે સાફ પાણી મેળવવા અને બે ટાઈમના ભોજન માટે તડપતા ભંવરલાલે સંઘર્ષ કર્યો અને માત્ર પોતાની જ નહીં પરંતુ પોતાના પરિવારોના સભ્યોની જિંદગી પણ બદલી નાંખી અને એ સાબિત કરી બતાવ્યું કે, સંઘર્ષને સાથે રાખી અને શિખરો સર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *