20 વર્ષો બાદ જયારે કાચબો કેદમાંથી છૂટ્યો તેના બાળકોને મળવા માટે તો 37 હજાર કિલોમીટર દુર જઈને કર્યું એવું કે

Uncategorized

આખી દુનિયા ફરીવળો પરંતુ અંતે તો ઘરે પરત ફરો ત્યારે જ શાંતિ મળે છે. આવું પ્રાણીમાં પણ હોય છે. સુરક્ષિત ઘર શોધવા ક્યારેક પ્રાણીઓ હજારો કિલોમીટરનો સફર ખેડી નાંખી છે. આવી જ કમાલની સફર ખેડી નાંખી છે એક યોશી નામના ફિમેલ કાચબાએ.

છેલ્લા થોડા સમયથી યોશી નામનો ફિમેલ કાચબો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે. આ કાચબાએ સુરક્ષિત ઘર શોધવા આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા સુધીનો સફર ખેડી નાંખ્યો છે. અને એટલે જ તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબજ થઈ રહી છે. કાચબાની ધીમી અને મક્કમ ગતિને લઈને અનેક વાર્તા તમે સાંભળી હશે. આજ રીતે આ યોશી નામના કાચબાએ 37 હજાર કિલોમીટરનો સફર ખેડી નાંખ્યો છે. આ જોઈ પ્રાણી વિશેષજ્ઞો પણ ચોંકી ગયા છે. કોઈ પ્રાણી માત્ર સુરક્ષિત ઘર શોધવા હજારો કિલોમીટરનું અંતર શા માટે કાંપી નાંખતા હશે તે એક સવાલ ચર્ચામાં છે.

20 વર્ષ કેદ બાદ ખેડી આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા સુધીની સફર !

યોશી નામનો આ ફિમેલ કાચબો ઘાયલ સ્થિતિમાં મળ્યો હતો. તેની સ્થિતિ જોઈ પ્રાણી પ્રેમીઓએ તેની સારવાર કરાવી હતી અને તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં સુધી કાચબો સ્વસ્થ ન થયો ત્યાં સુધી તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ બાદ આ ફિમેલ કાચબા પર સેટેલાઈટ ટેગ લગાવી છોડી મુંકવામાં આવી હતી. જેથી તેની પ્રજાતી અંગે વધુ માહિતી મળી શકે.

20 વર્ષ સુધી તેને કેદમાં રાખવામાં આવી હતી ત્યારબાદ તેને છોડી મુંકવામાં આવી હતી. આઝાદ થતાની સાથે યોશી નામની ફિમેલ કાચબાએ તેનું સુરક્ષિત ઘર શોધવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે યોશીને તેનું ઘર મળ્યું તો દુનિયાના લોકો ચોંકી ગયા કારણ કે, તેણે આ શોધમાં અડધી દુનિયાનું ચક્કર લગાવી દીધું હતું

આ ફિમેલ કાચબા અંગે જીવ વૈજ્ઞાનિકોએ કહ્યું કે, યોશી 180 કિલોની ફિમેલ કાચબો છે. આઝાદ થયા બાદ તે એવા સ્થળની શોધ કરતી હતી કે, જ્યાં તે બાળકોને જન્મ આપી શકે. અને આ સ્થળની શોધમાં જ તેણે આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા સુધીની લાંબી સફર કરી હતી.

IFS અધિકારી પ્રવીણ કાસવાને સોશિયલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટ શેર કરી હતી. અને લોકોને યોશી અંગે જાણકારી આપી હતી. યોશી કાચબાની સફર અંગે જાણી અનેક લોકો ચોંકી ગયા છે. બીજી તરફ કાચબાની સંઘર્ષમય સફરને લઈને અનેક લોકોને પ્રેરણા પણ મળી રહી છે. પરંતુ અહીં સવાલ એ જ છે કે, આપણે પૃથ્વી પર એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે, જેના કારણે એક પ્રાણીને હજારો કિલોમીટરના સફર બાદ સુરક્ષિત સ્થળ મળે છે. આ અંગે માનવજાતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *