નવા ઘરનો પાયો ખોદતા નીકળ્યા માટલું ભરીને સિક્કા, પહેલા તો ભાઈઓએ સિક્કા વહેંચી લીધા પછી થયું એવું કે….

India

આ કિસ્સો ઉન્નાવ જિલ્લાના સૈદાપુર મુકામે મકાન ચળવા માટે પાયાનું ખોદકામ કરાઈ રહ્યું હતું. ખોદકામ દરમિયાન મુઘલકાળનાં ચાંદીના સિક્કાથી ભરેલો ઘડો મળી આવ્યો હતો. ત્યાર પછી તે ઘડામાં આવેલા સિક્કાઓની ગણતરી કરવામાં આવી હતી તો તેમાં કુલ 96 સિક્કા મળી આવ્યા હતા. આ પછી બધા સિક્કાઓને છ ભાઇઓમાં વહેંચવામાં આવ્યા હતા. વાત મળતા એસડીએમએ સરકારી માલખાનામાં સિક્કા રાખવા જણાવ્યું હતું.

છ ભાઈઓમાંથી એક ભાઈએ પોલીસને 16 સિક્કા આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય કાનપુરમાં બીજા પાંચ ભાઈઓ રહે છે. સિક્કા મળવાની વાત થતા તેમને પણ આ સિક્કાઓ પરત આપવાનું કહેવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર દિનેશકુમાર દીક્ષિતને ગામ ગોશાપ્રયાગપુરના મઝરા સૈદાપુર ખાતે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મળ્યો હોવાથી જુના ઘરને ઘરકાવ કરવા માટે ખોદકામ કરવા માટે ચાલુ કરાયું હતું.

સોમવારના રોજ દિનેશે ઘર બનાવવા માટે પાયાનું ખોદકામ કરતા એક જુનું વાસણ મળી આવ્યું હતુ. ખોદકામનું સાધન જમીનના નીચે રહેલા આ વાસણને અથડાતા વાસણ તૂટી જતા તેમાં ચાંદીના સિક્કા જોવા મળ્યા હતા. આ માટલામાંથી ગણતરી કરતા આશરે કુલ 96 સિક્કા મળી આવ્યા હતા.

આ વાતની બાતમી મળતાંની સાથે કાનપુરમાં રહેતા તેમના ભાઈ વિનોદ, બ્રિજેશ, અરૂણ, રાકેશ અને રાજીવ પૂર્વજોના ગામમાં આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ આ બધા છ ભાઈઓએ એક બીજાના ભાગે 16 16 સિક્કા વહેંચી દીધા હતા. આ બાદ કાનપુરમાં રહેતા બીજા પાંચ ભાઈઓ સિક્કા લઈને કાનપુર ચાલ્યા ગયા હતા.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ બાંગરમાઉ કોતવાલી પોલીસને જાણ થઇ હતી. પોલીસને જાણ થતાની સાથે તેમણે સરકારી અને પુરાતત્ત્વ વિભાગની મિલકત હોવાનું જણાવ્યું હતું. આ પછી પોલીસે આ તમામ સિક્કાઓને સરકારી માલખાનામાં જમા કરાવવા કહ્યું હતું. ગામડે રહેતા દિનેશે તો ત્યાજ પોલીસને તમામ 16 સિક્કા પરત આપી દીધા હતા. વધુ માહિતીની જાણ થતા પોલીસે અન્ય પાંચ ભાઈઓને પણ પોલીસ સ્ટેશને બોલાવ્યા છે.

માહિતિ મળતા એક સિક્કો દસ ગ્રામનો હોવાનું સામે આવ્યું છે. આ રીતે ગણતરી કરતા આ તમામ 96 સિક્કાઓનું વજન આશરે એક કિલો જણાઈ રહ્યું છે. એસડીએમ દિનેશ કુમારે જમીનમાંથી નીકળેલા આ તમામ સિક્કાઓને કબજે કરવા જણાવ્યું છે.

બાંગરમાઉ સીઓ એકે રાયે કહ્યું હતું કે કાનપુરમાં રહેતા પાંચ ભાઈઓને પણ પરત સિક્કા આપવાનું જણાવ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે આ સિક્કાઓ મુઘલકાળનાં હોવાનું સામે આવ્યું છે. આ સિક્કાઓ પર ઉર્દૂમાં 1232 અને 1238 લખેલુ દેખાય રહ્યું છે. પુરાતત્ત્વ વિભાગની તપાસ દ્વારા આ સિક્કાઓની સંપૂર્ણ માહિતી બહાર કાઢવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *