25 કરોડના આલીશાન ઘરમાં રહે છે સુપરસ્ટાર NTR,18 વર્ષની આ યુવતીથી કર્યા હતા લગ્ન……

Boliwood

બોલીવૂડ દેશનો મોટો ઉધ્ધોગ માનવામાં આવે છે.આ બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના વૈભવી જીવન માટે જાણીતા રહ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે બોલીવૂડની સાથે સાથે સાઉથના પણ કેટલાક એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાની વૈભવી જીવનશૈલીને લઈને જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતા બોલીવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે રહી છે.

આવા જ જાણીતા સાઉથના અભિનેતા જુનિયર એનટીઆરની વાત કરવામાં આવે તો તે હમણાં જ પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી ચુક્યા છે.એવું કહેવામાં આવે છે કે અભિનેતા જુનિયર એનટીઆર આજકાલના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતા છે.તમને જણાવી દઈએ કે જુનિયર એનટીઆર અભિનેતા એનટી રામા રાવના પૌત્ર છે,જે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.

આજે તમને આ જાણીતા અભિનેતા જુનિયર એનટીઆરની અમુક બાબતો જણાવી રહ્યા છીએ જે ઘણા ઓછા લોકો તેમના વિષે જાણતા હશે.તમને જણાવી દઈએ કે જુનિયર એનટીઆરનો જન્મ 1987 માં હૈદરાબાદમાં થયો હતો.જયારે એવું પણ કહેવામાં આવે છે કે જુનિયર એનટીઆર લગભગ 20 વર્ષથી ફિલ્મ જગતમાં સક્રિય છે.

તમને જણાવી દઈએ કે 2001 માં તેણે મુખ્ય અભિનેતા તરીકે માત્ર 18 વર્ષની ઉંમરે ફિલ્મ જગતમાં પગ મૂક્યો હતો.તેમની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ નંબર 1 હતી.જયારે તે પછી ઘણી ફિલ્મોમાં પોતાના તેજસ્વી અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.તમને જણાવી દઇએ કે આ વખતે કોરોના હોવાથી જુનિયર એનટીઆરના જન્મદિવસ પર વધારે કોઈ ખાસ પાર્ટી જોવા મળી ન હતી.

કોરોના હોવાથી આ અભિનેતાએ પહેલાથી જ ચાહકોને અપીલ કરી હતી કે ઘરની બહાર કોઈએ ભેગા ન થવું જોઈએ.જુનિયર એનટીઆરએ તેના તમામ ચાહકોને કહ્યું કે જો તેઓ તેને કોઈ ભેટ આપવા માંગતા હોય હાલની આવી સ્થિતિમાં તે આવું ન કરે.પરંતુ ખાસ કરીને લોકડાઉનનાં નિયમોનું ચોક્કસ પાલન કરે એવું જણાવ્યું હતું.

જુનિયર એનટીઆર એક એવા અભિનેતા છે જેમણે અત્યાર સુધીમાં ફિલ્મ જગતમાં તેના શ્રેષ્ઠ કામ બદલ નંદી એવોર્ડ,આઈફા એવોર્ડ,ફિલ્મફેરનો બેસ્ટ તેલુગુ એવોર્ડ મળી ચુક્યો છે.આટલું જ નહિ પરંતુ આ અભિનેતા હમેશા પોતાના વૈભવી જીવનને લઈને વધારે ચર્ચામાં પણ જોવા મળતા હોય છે.ખાસ કરીને તે હમેશા વાહનોની સંખ્યાને લઈને હેડલાઇન્સમાં જોવા મળતા હોય છે.

લક્ઝરી લાઇફમાં રહેતા જુનિયર એનટીઆર પાસે ઘણી કાર ઉપલબ્ધ છે.એવું કહેવામાં આવે છે કે તેઓ 9999 નંબરને ખૂબ નસીબદાર માને છે અને તેઓએ પોતાની કાર બીએમડબલ્યુની નોંધણી માટે ફેન્સી નંબર 9999 માટે 11 લાખની બોલી પણ લગાવી હતી.આ ઉપરાંત જુનિયર એનટીઆર તેના પરિવાર સાથે હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાં રહે છે.

જયારે તેમના ભવ્ય મકાનની વાત કરવામાં આવે તો તેની કિંમત આશરે 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.જેનો દેખાવ ઘણો અલગ છે.અને તેમાં ભવ્ય કીમતી વસ્તુઓ પણ સજ્જ કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે આ જે વિસ્તારમાં રહે છે તેમની બાજુમાં રામ ચરણ અને ચિરંજીવી પણ રહે છે.જયારે આ અભિનેતાએ આશરે 2011 માં લક્ષ્મી પ્રણતિ સાથે લગ્ન કર્યા હતા.જયારે એવું પણ કહેવાય છે કે લગ્નજીવન દરમિયાન લક્ષ્મી માત્ર 18 વર્ષની હતી.

હાલમાં આ અભિનેતા પોતાનું લગ્ન જીવન સારી રીતે પસાર કરી રહ્યા છે.આજે પણ તેમની ફિલ્મો ઘણા લોકો જોવાનું પસંદ કરે છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા ઘણા ઓછા સમયમાં ફિલ્મ ‘આરઆરઆર’જો મળશે.જેમાં તેમનો અભિનય ઘણો અલગ હોય તેવું સામે આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *