25 વર્ષની ઉંમરે જિયા ખાને ગળે ફાંસો બાંધી આત્મહત્યા કરી હતી, સુસાઇડ નોટમાં આવું કંઇક લખ્યું હતું…

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના અભિનયથી વધારે જાણીતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે પણ બોલીવૂડ સાથે જોડાયેલી કોઈ બાબત સામે આવે છે ત્યારે તે બાબત અનેક વર્ષો સુધી ચર્ચામાં જોવા મળતી હોય છે.જેમ કે ગયા વર્ષે જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું હતું,ત્યારથી લઈને આજ સુધી સતત તેમના સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ આજે પણ સામે આવતા જોવા મળતા હોય છે.

આવી જ રીતે બોલીવૂડની સુંદર અભિનેત્રી જીયા ખાનાની વાત કરવામાં આવે તો તે 2013 માં પોતાને ફાંસી આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ પછી સમગ્ર બોલીવૂડમાં તેમની ચર્ચા થવા લાગી હતી.આટલું જ નહિ પરંતુ તેમના ચાહકો પણ તેમના આ મોતના રહસ્ય અંગે જાણવા માંગતા હતા.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીના મૃત્યુને આશરે આઠ વર્ષ પૂરા થઇ ગયા છે.

પરંતુ આજ સુધી તેમના મોતની સચ્ચાઈ સામે આવી નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી જીયા ખાને ઘણા ઓછા સમયમાં સારી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.આટલું જ નહિ પરંતુ 2007 માં અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘નિશાબદ’ થી ફિલ્મોમાં આવી હતી.જયારે આ અભિનેત્રીને રામ ગોપાલ વર્મા ફિલ્મ માટે બેસ્ટ ફીમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ગયો હતો.

આ અભિનેત્રી તે સમયે અચાનક ઘણી જાણીતી થઇ ગઈ હતી.પરંતુ એવું કહેવામાં આવે છે કે જીઆએ ફક્ત 25 વર્ષની નાની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.તેના અભિનયની સાથે જિયા ખાન તેની સુંદરતા અને હસતા ચહેરા વિશે પણ ચર્ચામાં જોવા મળતી હતી.જયારે તે સમયે અભિનેતા સૂરજ પંચોલી સાથેના અફેરને લઈને પણ ઘણીવાર ચર્ચામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે અભિનેતા સૂરજ પંચોલી જાણીતી અભિનેત્રી જીયા ખાનનો બોયફ્રેન્ડ રહી ચુક્યો છે.એવુ કહેવામાં આવે છે કે જિયા અને સૂરજ સોશિયલ મીડિયા મારફતે પહેલીવાર એકબીજાને મળ્યા હતા.અને ઘણા ઓછા સમયમાં એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.જયારે પોતાના સબંધો અંગે જિયાએ પોતાની માતાને પણ જણાવ્યું હતું.

જીયા અને સૂરજના પ્રેમ સબંધો ઘણા સારા ચાલી રહ્યા હતા.પરંતુ જિયાની આત્મહત્યાના અચાનક આવેલા અહેવાલોથી સમગ્ર બોલીવૂડમાં હોબાળો મચી ગયો હતો.આટલું જ નહિ પરંતુ આ કેસમાં સૂરજને જેલમાં પણ જવું પડ્યું હતું.આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી હતી.જેમાં એવું સામે આવ્યું હતું કે આ અભિનેત્રીની હત્યા કરવામાં આવી હતી.

એવું કહેવામાં આવે છે કે એકબાજુ જિયાએ એક સ્યુસાઇડ નોટ પણ લખીને મૂકી હતી.જેમાં સૂરજની તમામ બાબત જણાવી હતી.અભિનેત્રી જીયા ખાને એવું લખ્યું હતું કે,તમે મને દુખ સિવાય કાંઈ આપ્યું નથી.હું માત્ર તમને અને માત્ર તને જ પ્રેમ કરી રહી હતી.પરંતુ તમે સામે પ્રેમ આપ્યો નથી.એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે બંને એક સાથે હશે,પરંતુ તમે બધા સપના વિખેરાઈ નાખ્યા છે.

દિવંગત અભિનેત્રીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આ નોટ વાચતા પહેલા પોતે દુનિયા છોડી દીધી હશે.જયારે આવા કેસમાં તેમના પ્રેમી પર શંકા ગઈ હતી.અને ઘણીવાર તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.પરંતુ આજ સુધી સચ્ચાઈ સામે આવી નથી.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ગજની ફિલ્મમાં પણ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *