25 વર્ષની પરણીતાને 17 વર્ષના છોકરા સાથે થયો પ્રેમ તો કર્યું એવું કે જાણીને તમે પણ ચોકી જશો……

Uncategorized

એવું કહેવામાં આવે છે કે આજના યુગમાં પ્રેમ સબંધોના ઘણા અનોખા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.જયારે પ્રેમમાં ઉમર અને રૂપરંગ જોવામાં આવતો નથી તે દરેક વ્યક્તિ જાણે છે.પરંતુ ઘણીવાર પ્રેમના એવા કિસ્સાઓ સામે આવી જતા હોય છે જે સમાજ માટે એક શરમજનક સાબિત થતા હોય છે,આટલું જ નહિ પરંતુ તે પ્રેમના કિસ્સાની ચર્ચા ચારેબાજુ થવા લાગતી હોય છે.

આજે આવો જ પ્રેમ સાથે સંકળાયેલો કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે આણંદ જિલ્લાના એક વિસ્તારમાંથી 25 વર્ષની યુવતીએ 17 વર્ષનાં કિશોરને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો.આટલું જ નહિ પરંતુ તેને ભગાડીને પણ લઈ ગઈ હતી.જેથી આ ઘટના તે વિસ્તારમાં ઘણી ચર્ચામાં આવી હતી.

હાલમાં તો પોલીસે યુવતીને કિશોર સાથે સુરતથી ઝડપી પાડી હોવાનું જણાઈ રહ્યું છે.અને તેની સામે કેટલાક કાયદાઓ અનુશાર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા એવા યુવાનો હોય છે જે હમેશા પોતાની ઉમર કરતા નાની ઉમરની યુવતી સાથે પ્રેમમાં જોડતા હોય છે.અને તેમની સાથે ભાગી પણ જતા હોય છે.

પરંતુ હાલમાં આવેલો આ કિસ્સો ઘણો અનોખો રહ્યો છે,જેમાં યુવતીની ઉમરથી આશરે 8 વર્ષ નાના યુવક સાથે ભાગી હતી.એવું કહેવામાં આવે છે કે આ ગામનો 17 વર્ષનો કિશોર ત્યાના એક વિસ્તારમાં એક નર્સરીમાં નોકરી કરતો હતો.પરંતુ આ સમયે સાથે નોકરી કરતી 25 વર્ષની યુવતી સાથે તેનો સારો એવો પરિચય થયો હતો.

આખરે સાથે કામ કરતા કરતા એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.જયારે ગત કેટલાક દિવસો પેહલા વહેલી સવારે કિશોર પોતાનાં ઘરેથી ગુમ થઈ ગયો હોવાનું પરિવારજનો જાણવા મળ્યું હતું.જેથી તેઓએ નર્સરીમાં તપાસ કરી હતી.જેમાં એવું જાણવા મળ્યું હતું કે ત્યાં એક યુવતી કામ કરતી હતી,જેની સાથે તે પ્રેમ સબંધો ધરાવતો હતો.જયારે યુવતી પણ ઘણા સમયથી કામ પર ન આવતી હોવાનું જાણવા મળ્યું હતું.

આવી સ્થિતિમાં કિશોરનાં પરિવારજનો યુવતીના ઘરે તપાસ કરી હતી,પરંતુ તે ઘરે પણ ન હતી.આ જોઇને કિશોરને ભગાડીને લઈ ગઈ હોવાનું જણાવી કિશોરનાં પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જયારે બીજી બાજુ પોલીસે આ ગુનામાં તપાસ કરતા બન્ને પ્રેમી યુગલને સુરતમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે કિશોર પોતાનાં ઘરેથી પાંચ હજાર અને યુવતી સાતથી આઠ હજાર રોકડ રકમ લઈને ઘરેથી ભાગ્યા હતા.અને આ વિસ્તારમાં આવીને ભાડે રહેવા લાગ્યા હતા.જયારે આ બંને ત્યાં નોકરી પણ કરવા લાગ્યા હતા.જયારે વધુમાં એવું જાણવા મળ્યું છે કે યુવતીના અગાઉ બે વખત લગ્ન થયા હતા જેમાં છૂટાછેડા થઈ ચૂક્યા છે,જયારે હવે આ કિશોરના પ્રેમમાં પડી હતી.અને તેની સાથે ભાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *