26 તારીખે ભારતના આ વિસ્તારોમાં થશે આ વાવાઝોડાની વધુ અસર……………..

India

દરેક વ્યક્તિ જાણે છે કે અરબ સમુદ્રમાંથી ઉભું થયેલી તાઉ-તે નામના વાવાઝોડાએ છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં ઘણું નુકશાન કર્યું છે.ખાસ કરીને આ ભયાનક વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં પહેલા વિનાશ સર્જ્યો હતો.આ પછી તે ગુજરાત તરફ આગળ વધ્યું હતું.જેમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી હતી.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદી માહોલ રહ્યો હતો.જેના લીધે ઘણા ગામડાઓ પાણી પાણી થઇ ગયા.જયારે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા.ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે વાવાઝોડાથી વીજ તંત્રને ભારે નુકશાન થયું છે.હાલમાં આ વાવાઝોડું રાજસ્થાનના ઘણાં જિલ્લાઓ તરફ આગળ વધ્યું છે,જ્યાં પણ તે નુકશાન કરતુ જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ ભયાનક વાવાઝોડાથી જાનહાની ઘણી ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન થયું હોવાનું વધારે સામે આવ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તાઉ-તે વાવાઝોડું હજી હાલમાં રાજસ્થાનમાં છે તેથી એવું કહેવું મુશ્કેલ છે કે તે શાંત પડી ગયું છે.તે ત્યાં પણ અનેક વિનાશ કરી શકે છે.હાલમાં તો રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ દરેક સ્થિતિ વચ્ચે હવે હવામાન વિભાગે બીજા એક વાવાઝોડાની આગાહી કરી છે જેમાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું હોવાનું જણાવ્યું છે.જયારે આની અસર 23 મેથી 26 મે સુધીમાં જોવા મળી છે,જયારે તે કયા વિસ્તારમાં અસર કરશે તો તેમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવું પણ હવામાન વિભાગ જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુશાર આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે.આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે.હાલમાં આની પર નજર રાખવામાં આવી રહી છે.જે આશરે 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ટકરાશે તેવું અનુમાન લગાવી રહ્યા છે.

જયારે તાઉ-તે વાવાઝોડાની વાત કરવામાં આવે તો તે પણ આવી જ રીતે અચાનક ઉભું થઈને મુંબઈથી લઈને ગુજરાત તરફ આગળ વધ્યું હતું.જેના લીધે ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો.એવું કહેવામાં આવે છે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારો આવા વાવાઝોડાંને ઉભા કરે છે.

સામાન્ય રીતે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે.જે ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.હાલમાં તો હવે દરેકની નજર બીજા ઉભા થતા વાવાઝોડા તરફ વળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *