29 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે સલમાન ખાનની પત્ની બનેલી આ અભિનેત્રી,અત્યારે લાગે છે એવી કે ઓળખવી પણ છે મુશ્કેલ……

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે ઘણા વર્ષોથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આજના સમયમાં તે એક સફળ કલાકાર પણ માનવામાં આવે છે.તેમની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જોવા મળે છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડના ભાઈ જાનના નામથી જાણીતા અભિનેતા સલમાન ખાનની વાત કરવામાં આવે તો તે આશરે ૩૦ વર્ષથી પણ વધારે સમયથી હિન્દી સિનેમા સાથે જોડાયેલા છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1989 માં ફિલ્મ મૈં પ્યાર કિયાથી થઈ હતી.આ પછી સલમાન ખાન ફિલ્મ ઉદ્યોગમાં દિવસે દિવસે વધારે સફળતા મેળવતા રહ્યા અને આજે એક સુપરસ્ટાર બની ગયા છે.આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે.આટલું જ નહિ પરંતુ આ એક એવા અભિનેતા છે જેમણે અનેક અભિનેત્રીઓ સાથે કામ પણ કર્યું છે.

જયારે ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે સલમાન ખાન સાથે કામ કરીને વધારે ચર્ચામાં આવી છે.જયારે અમુક અભિનેત્રીઓ હવે વધુ હેડલાઇન્સમાં જોવા મળતી નથી.આવી જ એક અભિનેત્રી શીબા આકાશદીપ છે.તમને જણાવી દઈએ કે શીબા આકાશદીપે સલમાન ખાન સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં કામ કર્યું હતું.

રાકેશ કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આશરે 1992 માં રીલિઝ થઈ હતી.આ ફિલ્મમાં શીબાએ સલમાનની પત્નીની ભૂમિકા ભજવી હતી.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મ પણ ઘણી પસંદ કરવામાં આવી હતી.આ ફિલ્મ ઉપરાંત અભિનેત્રી શીબા આકાશદીપ ‘પ્યાર કા સાયા’ અને ‘દમ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી જેટલી જલ્દી બોલિવૂડમાં વધારે સફળ થઇ તેના કરતા પણ જલ્દી હિન્દી સિનેમાથી દૂર થઈ ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે 1996 માં શીબા આકાશદીપે આકાશ દીપ સાથે લગ્ન કર્યા હતા.આટલું જ નહિ પરંતુ આકાશ દીપે તેની પત્ની શીબાની બે ફિલ્મ પણ ડિરેક્ટ કરી હતી.

ઘણા વર્ષોથી ફિલ્મના પડદાથી દૂર રહેતી શીબાએ હવે નાના પડદે વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ટીવી શો હસ્તામાં જોવા મળી હતી.પંજાબી પરિવારમાં જન્મેલી શીબાએ અભિનેતા સુનિલ દત્તની ફિલ્મ યે આગ કબ બુઝેગી સાથે હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો.બોલિવૂડની સાથે શીબાએ પંજાબી સિનેમામાં પણ કામ કર્યું હતું.

શીબા આકાશદીપ ભલે ફિલ્મના પડદેથી દૂર રહી હોય પરંતુ આજે પણ તેમના ચાહકો તેમને પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ઘણીવાર શીબા સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ તે પોતાના હોટ અને સુંદર ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.ઇન્સ્ટાગ્રામ પર શીબા આકાશદીપને ત્રણ લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *