4 દોસ્તોએ નોકરી છોડીને શરૂ કર્યો દૂધ વેચવાનો ધંધો,હવે દર વર્ષે કરે છે આટલા કરોડની કમાણી………

Uncategorized

દરેક વ્યક્તિ હમેશા સારો અભ્યાસ કરીને સારી નોકરી કરવા માંગતો હોય છે.જયારે આમાંથી કેટલાક એવા પણ લોકો હોય છે જે હમેશા કઈક અલગ કરવા માંગતા હોય છે.સામાન્ય રીતે આ લોકો નોકરીથી વધારે ખુશ રહી શકતા નથી.આવી સ્થિતિમાં તે અન્ય કોઈ વ્યવસાય સાથે જોડાવું વધારે પસંદ કરતા હોય છે.અને ઘણા ખરા લોકો જોડાઈ પણ જતા હોય છે.

આકે તમને આવા એક ડેરીના વ્યવસાય સાથે જોડાયેલા ચાર મિત્રો વિષે જણાવી રહ્યા છીએ,જેમણે પોતાની એક ડેરી ઉભી કરી છે.તમને જણાવી દઈએ કે આ ડેરી ઝારખંડમાં આવેલી છે જે ઓસમ ડેરીના નામથી ફક્ત આપણા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી રહી છે.એવું કહેવામાં આવે છે કે આ કંપનીએ ખૂબ ટૂંકા સમયમાં ખૂબ મોટું સ્થાન હાંસલ કર્યું છે.પરંતુ તેના પાછળ ઘણી મહેનત પણ કરવામાં આવી છે.

આજે તમને ઓસમ ડેરી કેવી રીતે આટલી ઊંચાઈની સફળતા સુધી આગળ વધી તે અંગે જણાવી રહ્યા છીએ.એવું કહેવામાં આવે છે કે અભિનવ શાહ મુખ્યત્વે આ જાણીતા ડેરી ફાર્મનો વ્યવસાય શરૂ કરવા માટે જવાબદાર છે.અભિનવ વિદેશમાં રહીને મલ્ટિનેશનલ કંપનીમાં સીએ કામ કરતો હતો.પરંત તે હમેશા નોકરી કરવા માંગતો ન હતો.તે હમેશા કંઇક અલગ કરવા માંગતો હતો.

આ પછી પોતે કોઈ વ્યવસાય સાથે જોડાવું વિચાર્યું.અને તેમાં તેમના મિત્રોને પણ જોડાવાનું વિચાર્યું હતું.ત્યારે કેટલાક મિત્રોએ તેમની સાથે ભાગીદારીમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.ત્યારબાદ અભિનવે તેના અન્ય મિત્રો સાથે મળીને વર્ષ 2012 માં ડેરી ફાર્મનો ધંધો શરૂ કર્યો અને ઓસમ ડેરી તરીકે નોંધણી પણ કરાવી.અભિનવ શાહ ઓસમ ડેરીના સહ-સ્થાપક રહ્યા છે,કેમ કે કોઈ ધંધો શરૂ કરવા પાછળનો વિચાર તેમનો રહ્યો હતો.

આ ધંધા માટે જ તેના મિત્રો પણ તેમની મોટી નોકરી છોડી અને પાછા ભારત આવ્યા.એવું કહેવાય છે કે તેમને નોકરીમાં આશરે વાર્ષિક પેકેજ 40 લાખ રૂપિયાનું હતું.પરંતુ તે નોકરી છોડીને પાછા ઝારખંડમાં આવી ગયા હતા.અને ડેરી ફોર્મનો ધંધો શરૂ કર્યો.અભિનવ જણાવે છે કે આ ઉદ્યોગની તમામ કામગીરીને સમજવા અને જાણવા માટે વ્યવસાયિક ડેરી ફાર્મમાં અભ્યાસક્રમ લીધો હતો.આ પછી ચાર મિત્રોએ 1-1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ ધંધામાં આશરે કુલ ચાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.જેમાં પહેલા આ પૈસામાંથી 1 એકર જમીન ખરીદી હતી અને ડેરી ફાર્મના નિર્માણમાં આશરે 30 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો.વર્કશોપમાં તાલીમ લીધા પછી તે પંજાબમાં ગયા અને ત્યાંથી 40 ગાય ખરીદી જેની કિંમત લગભગ 35 લાખ રૂપિયા હતી.સામાન્ય રીતે કોઈ પણ વ્યવસાય શરૂ કરતી વખતે સમસ્યાઓ ઉભી થતી રહે છે.

જયારે અભિનવ અને તેના મિત્રોએ પણ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે તેણે આ ડેરી પ્લાન્ટ ખોલવાનું નક્કી કર્યું ત્યારે તેને તેના માટે 20 કરોડ રૂપિયાની જરૂર હતી.જોકે તેમના માટે આ એક મોટી સમસ્યા હતી પરંતુ ઘણા દિવસોની સખત મહેનત બાદ તેને નેશનલ બેંક તરફથી 7 કરોડ રૂપિયાની લોન મળી હતી.આ પછી પોતે જાતે જ બધું કામ કરતા હતા.

આ પછી વધારે માહિતી મેળવવા માટે તે ક્ષેત્રના નિષ્ણાતોની વધારે માહિતી લીધી.આ પછી 100 હોલ્સ્ટાઇન ફ્રીઝિયન ગાયો ખરીદી.જેના માટે તેમને વધુ નાણાંનું રોકાણ કરવું પડ્યું.આટલા બધા નાણાંનું રોકાણ કરાવા સામે તેમની આવક ઉભી થઇ ન હતી.પરંતુ તેમની મહેનત ચાલુ રહી.આ પછી તે વધારે સફળ થયા અને ગ્રાહકો તેમના ઉત્પાદનને પસંદ કરવા લાગ્યા સાથે સાથે માંગમાં વધારો થવા લાગ્યો.આશરે 6 મહિના પછી તેઓએ નફો કમાવવાનું શરૂ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે તેમના ડેરી ફાર્મના 2015 માં ઓસમ ડેરી નામથી કામ કરવાનું શરૂ કર્યું હતું.આ રીતે બધી સમસ્યાઓ સામે ઉભા રહ્યા અને પોતાના કામમાં ધ્યાન આપતા રહ્યા.તમને જણાવી દઈએ કે હવે ઓસમ ડેરી એક જાણીતી બ્રાન્ડ બની ગઈ છે અને આ ડેરી રાજ્યના દરેક ક્ષેત્રમાં તેમના ગ્રાહકોને તેની સેવાઓ આપી રહી છે.જયારે તે હવે અન્ય રાજ્યો સુધી પણ પોતાની સેવા આપવાનું વિચારી રહી છે.

ઓસમ ડેરીમાં આજે 180 કામદારો કામ કરે છે અને પાછલા વર્ષમાં તેનું ટર્નઓવર 90 કરોડ થઈ ગયું છે.તમને જણાવી દઈએ કે ઝારખંડમાં કંપનીએ બે પ્લાન્ટ સ્થાપ્યા છે,જેમાંથી દરરોજ લગભગ 2 લાખ લિટર દૂધ મળે છે અને તેઓ 350 ગામોમાંથી દૂધ એકઠું કરે છે.જયારે તે મોટી મોટી હોટલ અને દુકાનોથયી લઈને ઘરે ડિલિવરીની સુવિધા પૂરી પાડે છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનવે કહ્યું ઝારખંડમાં લગભગ 1 લાખ લોકોને શ્રેષ્ઠ ગુણવત્તાની ડેરી ઉત્પાદનો લાભ આપી રહ્યા છીએ.

આ ડેરી ઇકોસિસ્ટમ સુધારવા માટે પણ કામ કરી રહી છે,જેમાં પ્રાણીઓને સંતુલિત ખોરાક,પશુ આરોગ્ય અને સંભાળ,કૃમિનાશ,પ્રાણીઓની રસીકરણ અને તેમના વીમાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.હવે ઓસમ ડેરી પ્રગતિના માર્ગ પર છે અને અન્ય શહેરો અને રાજ્યોમાં પણ તેનું કાર્ય શરૂ કરી રહી છે.તમને જણાવી દઈએ કે ઓસમ ડેરીને ઝારખંડ સરકાર દ્વારા બેસ્ટ યંગ ડેરી એવોર્ડ પણ મળી ગયો છે.જે હવે વર્ષ 2022 સુધીમાં 500 કરોડનો ધંધો કરવાનો લક્ષ્યાંક રાખીને આગળ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *